ગુયાના( વેસ્ટ ઇન્ડિઝ) : બેટ્સમેન રહમાનુલ્લાહ ગુરબાજ અને ઇબ્રાહિમ ઝદરાને પેલી જ વિકેટમાં સતત બીજી સદીની ભાગીદારી કરીને અને T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર એક માત્ર જોડી બની ગઇ. તેમણે શનિવારના રોજ અહી પ્રોવિંસ સ્ટેડીયમમાં ચાલી રહેલી T20 વર્લ્ડ કપ 2024 ની નવમી આવૃતિમાં અફઘાનિસ્તાન અને ન્યુઝીલેંડ વચ્ચેની મેચમાં દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી.
પ્રથમ વિકેટ માટે 79 રનની ભાગીદારી: આ પેલો મોકો હતો જ્યારે અફઘાનિસ્તાને T20 વર્લ્ડ કપમાં સતત 50+ ઓપનિંગ સ્ટેન્ડ જોયા છે. ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે માત્ર 79 રનની ભાગીદારી કરી હતી. ગુરબાજે 56 બોલમાં પાંચ ચોક્કા અને આટલા જ છગ્ગાની મદદથી 80 રન બનાવ્યા હતા.જ્યારે ઝદરાન 6 રનથી અડઘી સદી ચૂકી ગયો હતો.તેણે 41 બોલમાં 3 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 44 રન બનાવ્યા હતા.
ઓપનિંગ જોડીએ અડધી સદી બનાવી: આ મેદાન પર યુગાન્ડાની સામે પેલી જ મેચમાં ગુરબાજ અને ઝરદાને 154 રનોની ભાગીદારી કરી હતી.જેમાં ઓપનિંગ જોડીએ અડઘી સદી બનાવી હતી. 2021માં સ્કોટલેન્ડ સામે 130 રનથી મળેલી જીત પાછળ, યુગાન્ડા સામેની જીત T20 વર્લ્ડ કપમાં રન માર્જિનની દ્રષ્ટિએ અફઘાનિસ્તાનની બીજી સૌથી મોટી જીત હતી.
ગુરબાઝની 80 રનની ઇનિંગ્સ: વિકેટકીપર-બેટ્સમેન ગુરબાઝની 80 રનની ઇનિંગ્સ T20 વર્લ્ડ કપમાં રાશિદ ખાનની આગેવાની હેઠળની ટીમ માટે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે. તેણે યુગાન્ડા સામેની ગત મેચમાં પોતાના જ 76 રનનો સ્કોર વટાવી દીધો હતો. ન્યૂઝીલેન્ડ સામેની તેની પાંચ છગ્ગા પણ વિશ્વ કપની મેચમાં દેશ માટે કોઈ ખેલાડી દ્વારા ફટકારવામાં આવેલી સૌથી વધુ છગ્ગા છે.