અલ અમેરાત: ACC મેન્સ T20 ઇમર્જિંગ એશિયા કપ 2024 ની બીજી સેમિફાઇનલ મેચ આજે એટલે કે શુક્રવારે (25 ઓક્ટોબર) ભારત A અને અફઘાનિસ્તાન A વચ્ચે ઓમાનના અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ ભારતીય બોલરોને પછાડીને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. આ સાથે ભારતીય ટીમને જીતવા માટે 207 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી તિલક વર્માની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 186 રન જ બનાવી શકી અને 20 રનથી મેચ હારી ગઈ.
આ હાર સાથે ભારત A ટીમની સફર ઇમર્જિંગ એશિયા કપમાંથી સમાપ્ત થઈ ગઈ છે. હવે અફઘાનિસ્તાન A ટીમ ઇમર્જિંગ એશિયા કપની ફાઇનલ મેચમાં શ્રીલંકા A સામે ટકરાશે. આ ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં શ્રીલંકા A એ પાકિસ્તાન A ને હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું.
𝐀𝐟𝐠𝐡𝐚𝐧𝐢𝐬𝐭𝐚𝐧 𝐒𝐭𝐨𝐫𝐦 𝐢𝐧𝐭𝐨 𝐭𝐡𝐞 𝐅𝐢𝐧𝐚𝐥! 🙌#AfghanAbdalyan successfully defended their total to beat India A by 20 runs and advance to the Grand Finale of the ACC Men's T20 Emerging Asia Cup 2024. 🤩
— Afghanistan Cricket Board (@ACBofficials) October 25, 2024
An incredible achievement, Abdalyano! 👏 pic.twitter.com/DA7yesbCgF
ભારત A ટીમ 186 સુધી મર્યાદિત:
આ મેચમાં ભારત તરફથી પ્રભસિમરન સિંહ અને અભિષેક શર્મા ઇનિંગની શરૂઆત કરવા આવ્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે માત્ર 25 રન જોડ્યા હતા. ભારતને પહેલો ઝટકો અભિષેક શર્માના રૂપમાં લાગ્યો હતો. ઇનિંગ્સની ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર અલ્લાહ ગઝનફર 7 રનના અંગત સ્કોર પર અબ્દુલ રહેમાનના હાથે કેચ આઉટ થયો હતો. ભારતને બીજો ફટકો પ્રભસિમરન સિંહ (17)ના રૂપમાં લાગ્યો હતો. આ પછી કેપ્ટન તિલક વર્મા પણ (16) રન બનાવીને અબ્દુલ રહેમાનની છઠ્ઠી ઓવરના ચોથા બોલ પર શરાફુદ્દીન અશરફના હાથે કેચ આઉટ થયો હતો. આ પછી નેહલ વાઢેરા પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો અને માત્ર 20 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
Extending our heartfelt congratulations to the entire nation for the memorable victory and making it to the Grand Finale of the #MensT20EmergingTeamsAsiaCup. 👏#AfghanAbdalyan | #AFGAvINDA pic.twitter.com/VqMmToH6Rm
— Afghanistan Cricket Board (@ACBofficials) October 25, 2024
ભારત માટે આયુષ બદોનીએ રમનદીપ સિંહ સાથે મળીને ઇનિંગની આગેવાની કરી હતી પરંતુ ટીમનો સ્કોર 100 રન પર પહોંચ્યો ત્યારે બદોની 31 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તે 13મી ઓવરના ચોથા બોલ પર શરાફુદ્દીન અશરફના હાથે દરવીશ રસૂલીના હાથે કેચ આઉટ થયો હતો. આ પછી રમનદીપ સિંહે 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 64 રનની ઇનિંગ રમી હતી પરંતુ તે પોતાની ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહોતો અને ટીમ 186 રન જ બનાવી શકી હતી. આ સાથે ભારત A ટીમ ફાઈનલમાંથી બહાર થઈ ગઈ હતી.
Innings Break!
— BCCI (@BCCI) October 25, 2024
Afghanistan 'A' post 206/4 in the first innings.
India 'A' chase coming up shortly 🙌
Scorecard ▶️ https://t.co/NSa9hqrw4v#INDAvAFGA | #ACC | #MensT20EmergingTeamsAsiaCup | #SemiFinal pic.twitter.com/DomlW5igaW
અટલ અને અકબરીએ વિસ્ફોટક ભાગીદારી કરી:
આ પહેલા અફઘાનિસ્તાન તરફથી સાદીકુલ્લાહ અટલ અને ઝુબેદ અકબરીએ ઇનિંગની શરૂઆત કરી હતી અને પ્રથમ વિકેટ માટે 137 રનની ભાગીદારી કરી હતી. અફઘાનિસ્તાન તરફથી ઝુબેદ અકબરીએ 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 64 રન અને સિદીકુલ્લા અટલે 7 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 83 રન બનાવ્યા હતા. આ બે સિવાય કરીમ જનાતે 41 રન અને મોહમ્મદ ઈશાકે 12 રન બનાવ્યા અને ટીમને 206ના સ્કોર સુધી લઈ ગયા. ભારત તરફથી રસિક દાર સલામે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી જ્યારે આકિબ ખાને 1 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: