નવી દિલ્હીઃ દુલીપ ટ્રોફી 2024 આજથી શરૂ થઈ ગઈ છે. આજે ઈન્ડિયા A vs ઈન્ડિયા B વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ A વતી મુશીર ખાને શાનદાર સદી ફટકારી હતી. મુશીરની આ ઇનિંગને છોડીને, ભારત A સંઘર્ષ કરતી જોવા મળી હતી, જે પ્રથમ બેટિંગ કરવા આવી હતી, તેની શરૂઆત સારી રહી ન હતી અને 80 રનની અંદર તેની 5 વિકેટ ગુમાવી દીધી હતી.
2 વિકેટ પડી ગયા બાદ બેટિંગ કરવા આવેલા સરફરાઝ ખાનના ભાઈ મુશીર ખાને ટીમની સ્થિતિની જવાબદારી સંભાળી હતી. પહેલા મુશીર બોલ રમતી વખતે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો, ત્યારબાદ તેણે એક પછી એક સારા શોટ્સ ફટકારીને શાનદાર સદી ફટકારી હતી. મુશીરે પ્રથમ 58 બોલમાં માત્ર 8 રન બનાવ્યા હતા. જે બાદ તેણે 118 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી જેમાં 6 ચોગ્ગા સામેલ હતા.
Century for Musheer Khan on Duleep Trophy debut! 💯#DuleepTrophy2024 pic.twitter.com/8VMwcUVpf1
— OneCricket (@OneCricketApp) September 5, 2024
મુશીર અહીં અટક્યો નહીં, તેણે 205 બોલમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી શાનદાર સદી ફટકારી. શ્રેષ્ઠ બેટિંગ કૌશલ્ય પ્રદર્શિત કરીને, તેણે ઇનિંગ્સને સંભાળી અને તેની સદી પૂરી કરી. અગાઉ, મુશીરે અંડર-19 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 2 સદીની ઇનિંગ્સ રમી હતી. જે બાદ તેણે રણજી ટ્રોફીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સદી ફટકારી હતી.
સરફરાઝ અને પંત ફ્લોપ રહ્યા:
મુશીર ખાનનો મોટો ભાઈ સરફરાઝ ખાન જોકે સારું પ્રદર્શન કરી શક્યો નહોતો અને તેણે 35 બોલમાં 9 રન બનાવ્યા હતા. સરફરાઝ ચોગ્ગો ફટકાર્યા બાદ અવેશ ખાનના બોલ પર LBW આઉટ થયો હતો. આ સિવાય દુર્ઘટના બાદ પોતાની પ્રથમ લાલ બોલની ક્રિકેટ મેચ રમી રહેલો ઋષભ પંત પણ સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. તે 7 બોલમાં 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
Musheer Khan’s century rescues India B in the first innings of their opening Duleep Trophy match against India A pic.twitter.com/Nre1DAd9Jh
— CricTracker (@Cricketracker) September 5, 2024
જયસ્વાલ ફોર્મ દેખાયો, પરંતુ…
ઈન્ડિયા B માટે ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જેસવાલ ફોર્મમાં દેખાઈ રહ્યો હતો પરંતુ સ્કોરને લંબાવી શક્યો નહોતો. તેણે 59 બોલમાં 30 રનની ઇનિંગ રમી જેમાં 6 ચોગ્ગા સામેલ હતા. તેણે પોતાની ઇનિંગ દરમિયાન 6 ચોગ્ગા ફટકાર્યા હતા. તે ઓફસાઈડમાં શોટ લેવાનો પ્રયાસ કરતી વખતે અહેમદના હાથે કેચ થઈ ગયો હતો.
આકાશદીપની શાનદાર બોલિંગ
ઈન્ડિયા A ના બોલિંગ પ્રદર્શનની વાત કરીએ તો, ભારતીય ટીમના ત્રણ બોલરો આકાશદીપ, ખલીલ અહેમદ અને અવેશ ખાને 3-3 વિકેટ લીધી હતી. આ સિવાય શિવમ દુબે, કુલદીપ યાદવ અને તનુષ કોટિયનને અત્યાર સુધી એક પણ વિકેટ મળી નથી.