હૈદરાબાદ: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ હવે રાજકારણમાં એન્ટ્રી મારી છે. તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)ના સભ્ય બન્યા છે. જામનગરથી ભાજપના ધારાસભ્ય અને જાડેજાના પત્ની રિવાબાએ આ અંગે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી હતી. તેમણે 'X' પોસ્ટ કરીને લખ્યું કે, 'રવિન્દ્ર જાડેજાએ ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું છે.' નોંધનીય છે કે, રવિન્દ્ર જાડેજાએ તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2024 બાદ ઈન્ટરનેશનલ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.
🪷 #SadasyataAbhiyaan2024 pic.twitter.com/he0QhsimNK
— Rivaba Ravindrasinh Jadeja (@Rivaba4BJP) September 2, 2024
ઘણીવાર રવિન્દ્ર જાડેજા પત્ની રીવાબા સાથે ચુંટણી પ્રચારમાં જોડાયા:
ભારતીય ક્રિકેટ રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબા સાથે અનેક વખત ચૂંટણી પ્રચારમાં જાડાય છે. ચૂંટણી દરમિયાન તેઓ પત્ની રીવાબા સાથે ભાજપ માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા, તેમણે ઘણાં રોડ શો પણ કર્યા. રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જામનગર ઉત્તર બેઠક પરથી ધારાસભ્ય છે. હવે રવિન્દ્ર જાડેજાએ ભાજપનું સભ્યપદ લીધું છે. T20 વર્લ્ડ કપ 2024 બાદ રીવાબા અને રવિન્દ્ર જાડેજાએ ટીમ ઈન્ડિયાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
રવિન્દ્ર જાડેજાનું શાનદાર પ્રદર્શન:
ટીમ ઈન્ડિયા માટે રવિન્દ્ર જાડેજાનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. તેમનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ સારો રહ્યો છે. રવિન્દ્ર જાડેજાએ T20 વર્લ્ડ કપ 2024 પછી T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જાડેજાએ ભારત માટે 74 T20 મેચ રમી છે. આ દરમિયાન 515 રન બનાવ્યા છે. તેમણે આ ફોર્મેટમાં 54 વિકેટ પણ લીધી છે. જાડેજાનું એક મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 15 રનમાં 3 વિકેટ લેવાનું રહ્યું છે. જાડેજા હજુ પણ ભારત માટે વનડે અને ટેસ્ટ રમશે. તેની સાથે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પણ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
આ ખેલાડી પણ બની ચુક્યા છે રાજકારણી:
- ભારતીય ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓએ ક્રિકેટને અલવિદા કહ્યાં બાદ અલગ અલગ ફીલ્ડમાં હાથ અજમાવી રહ્યા છે. જેમાંથી કેટલાક રાજકારણમાં ઘણા સફળ પણ થયા છે.
- હરભજન સિંહે પણ ક્રિકેટને અલવિદા કહ્યાં બાદ રાજનીતિની દુનિયામાં પોતાની કરિયર બનાવવાનો નિર્ણય લીધો હતો. હરભજન સિંહ રાજ્યસભા સાંસદ છે.
- ભારતીય ટીમના વર્તમાન કોચ ગૌતમ ગંભીર પણ ક્રિકેટમાંથી સંન્યાસ બાદ રાજકારણી બની ગયા હતા. ગૌતમ ગંભીર 2019 લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપમાં સામેલ થયા હતા. ગંભીરે ભાજપની ટિકિટ પર પૂર્વ દિલ્હીથી ચૂંટણી લડી હતી અને જીત મેળવી સાંસદ બન્યા હતા.
- વર્ષ 2002માં નેટવેસ્ટ ટ્રોફીની ફાઇનલમાં ભારતીય ટીમને જીત અપાવનારા મોહમ્મદ કૈફની ગણના શાનદાર ફિલ્ડરમાં થતી હતી. કૈફે 2014માં કોંગ્રેસની ટિકિટ પર ફૂલપૂરથી લોકસભા ચૂંટણી લડી હતી. જોકે, તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
- ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીન પણ રાજકારણમાં આવ્યા હતા. અઝહરની આંતરરાષ્ટ્રીય કરિયર જ્યારે ફિક્સિંગ વિવાદને કારણે સમાપ્ત થઇ તો વર્ષ 2009માં રાજકારણમાં પગ મુક્યો હતો. અઝહરૂદ્દીને ઉત્તર પ્રદેશની મુરાદાબાદ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર જીત મેળવી હતી અને સાંસદ બન્યા હતા.
આ પણ વાંચો…