ચેમ્પિયન્સ ટ્રોફી 2025:
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો મુદ્દો અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. આ ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજાશે. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. આવી સ્થિતિમાં ICCએ પાકિસ્તાન પાસેથી હાઈબ્રિડ મોડલમાં હોસ્ટિંગની માંગ કરી છે. જો કે આ મુદ્દે પાકિસ્તાન તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પીસીબીએ રવિવારે આઈસીસીને ઈમેલની પુષ્ટિ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતે પાકિસ્તાન જવાની ના પાડી દીધી છે.
🚨 CHAMPIONS TROPHY IN SOUTH AFRICA 🚨
— Johns. (@CricCrazyJohns) November 12, 2024
- If PCB doesn't agree with the Hybrid model, the tournament is likely to be shifted to South Africa. [Sports Tak] pic.twitter.com/EL2itopig0
પાકિસ્તાનનું મૌન:
પીટીઆઈ અનુસાર, સમાચાર સામે આવ્યા છે કે જ્યાં સુધી પીસીબી ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીમાંથી ખસી જવાનો નિર્ણય ન લે ત્યાં સુધી ભારતની વર્તમાન યોજના યુએઈમાં મેચ અને દુબઈમાં ફાઈનલની યજમાની કરવાની છે. વાસ્તવમાં, BCCIએ ICCને કહ્યું છે કે હાઈબ્રિડ મોડલ તેમને માત્ર દુબઈમાં જ સ્વીકાર્ય છે, પાકિસ્તાનમાં નહીં. ICCએ આ અંગે પાકિસ્તાનને જાણ કરી છે, પરંતુ તેમની તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જોકે, ICCએ PCBને ખાતરી આપી છે કે તેમને સંપૂર્ણ હોસ્ટિંગ ફી અને હાઇબ્રિડ મોડલ હેઠળ મોટાભાગની મેચો મળશે.
🚨 SOUTH AFRICA LIKELY TO HOST 2025 CHAMPIONS TROPHY IF PAKISTAN REFUSES FOR HYBRID MODEL...!!! 🚨 (Sports Tak). pic.twitter.com/g9xhXrN5LI
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 12, 2024
કયો દેશ ટૂર્નામેન્ટની યજમાની કરશે?:
જો પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી માટે ICCની ઓફર સ્વીકારતું નથી અને PCB ટૂર્નામેન્ટની યજમાની પાછી ખેંચી લેવાનો નિર્ણય કરે છે, તો ICC સમગ્ર ટૂર્નામેન્ટને દક્ષિણ આફ્રિકામાં શિફ્ટ કરવા પર વિચાર કરી શકે છે. અગાઉ, PCBના એક સૂત્રએ કહ્યું હતું કે, હાઇબ્રિડ મોડલ પર હજુ સુધી કોઈ ચર્ચા થઈ નથી અને તેઓ ICC પાસેથી વધુ સ્પષ્ટતા માંગશે. દક્ષિણ આફ્રિકાએ ભૂતકાળમાં પણ ઘણી મોટી ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. 2027 ODI વર્લ્ડ કપ પણ દક્ષિણ આફ્રિકામાં રમાશે. આ સિવાય જો ટૂર્નામેન્ટ સાઉથ આફ્રિકામાં રમાશે તો એશિયન ફેન્સ માટે પણ સારી વાત હશે. વાસ્તવમાં, દક્ષિણ આફ્રિકામાં મેચોનો સમય એશિયા કરતા ઘણો સારો છે.
આ પણ વાંચો: