નવી દિલ્હી: ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ જેવી વર્લ્ડ ક્લાસ રમતોમાં જુસ્સાના ઘણા ઉદાહરણો જોવા મળે છે. આવું જ એક ઉદાહરણ બ્રાઝિલના એક સ્વિમરનું છે. અગાઉ, 7 મહિનાની ઇજિપ્તની ફેન્સરે ગર્ભવતી હોવા છતાં, પેરિસ ઓલિમ્પિકમાં વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. ઘણા પેરાલિમ્પિક એથ્લેટ્સ છે જેમને બંને હાથ ન હોવા છતાં, પેરિસ પેરાલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે. વાંચો વધુ આગળ...
તેઓ માત્ર પેરાલિમ્પિક્સમાં જ ભાગ નથી લઈ રહ્યા પરંતુ મેડલ પણ જીતી રહ્યા છે. જેમાં ભારતની મહિલા સ્પીડસ્ટર શીતલ દેવી પણ છે અને અન્ય દેશોની તરવૈયાઓ પણ છે જે હાથ વગર સ્વિમિંગ કરીને મેડલ જીતી રહી છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે, કોઈ હાથ વગર તરી શકે છે? અને માત્ર સ્વિમિંગ જ નહીં પરંતુ પેરાલિમ્પિક્સમાં ભાગ લઈણે ગોલ્ડ મેડલ પણ જીતી રહ્યા છે.
🇧🇷 Brazil's flagbearer at the Opening Ceremony claimed gold in the pool 24 hours later!
— Paralympic Games (@Paralympics) August 29, 2024
Gabriel Geraldo dos Santos Araújo adding #Paralympics gold to his 6 World Championships golds 🥇 pic.twitter.com/RRQHbxlE4M
આવી જ એક બ્રાઝિલણો એથ્લેટ છે જે બંને હાથે અપંગ હોવા છતાં સ્વિમિંગ દ્વારા પોતાના દેશનું નામ રોશન કર્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, સામાન્ય લોકોની સમજની બહાર છે કે, કોઈ વ્યક્તિ હાથ વગર કેવી રીતે તરી શકે છે.
પરંતુ બ્રાઝિલના સ્વિમર ગેબ્રિયલ ઝિન્હોએ પેરિસ પેરાલિમ્પિક્સમાં પોતાનો ત્રીજો ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો એટલું જ નહીં, લોકોને હિંમતથી બતાવી દીધું કે, હાથ વિના સ્વિમિંગ શક્ય છે. પેરિસ પેરાલિમ્પિક્સમાં તેનો ત્રીજો સ્વિમિંગ ગોલ્ડ મેડલ જીત્યા બાદ ત્યાં હજાર સૌ કોઈએ તેને સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપ્યું હતું.
Samba in Paris 🇧🇷
— Paralympic Games (@Paralympics) August 29, 2024
From flag bearing to gold medal celebrating, Gabriel Geraldo dos Santos Araújo 🥇#Paralympics | #Paris2024 pic.twitter.com/OQarPAVc97
ગેબ્રિયલ, એક 22 વર્ષીય તરવૈયા કે જેની પાસે હાથ કે હાથ અને તૂટેલા પગ નથી, તેણે 100 મીટર બેકસ્ટ્રોક અને 50 મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ જીત્યા બાદ 200 મીટર ફ્રી સ્ટાઇલની S2 કેટેગરીમાં ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ગેબ્રિયલ ગેરાલ્ડો ડોસ સાન્તોસ અરાઉજો, જેને ગેબ્રિયલ ઝિન્હો તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે 200 મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગમાં 3 મિનિટ 58.92 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો. આ સાથે તેણે ટોક્યો 2020માં બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો.
નોંધનીય છે કે, S2 કેટેગરીમાં એવા તરવૈયાઓનો સમાવેશ થાય છે. જેમના પગ અને હાથ વધુ અસરગ્રસ્ત હોય છે. આ તરવૈયાઓ મોટે ભાગે તેમના હાથ અને ખભામાંથી ઉત્પન્ન થતી ઉર્જાનો ઉપયોગ કરીને તરી જાય છે. આવી જ એક ભારતની એથ્લેટ છે શીતલ દેવી, જેના બંને હાથ કપાયેલા છે છતાં પણ તે તીરંદાજીમાં ભાગ લીધો અને પેરિસ પેરાલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને સૌને ચોંકાવી દીધા છે. તમને જાણવી દઈએ કે શીતલ દુનિયાની એકમાત્ર એવી તીરંબાજ છે જે પગ વડે તીરંગબાજી કરે છે.