ETV Bharat / sports

બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત, આ સ્ટાર ખેલાડીઓને અપાઈ રજા... - Indian Team against Bangladesh

author img

By ETV Bharat Sports Team

Published : Sep 9, 2024, 2:18 PM IST

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ ટેસ્ટ માટે ઘણા ખેલાડીઓને ટીમમાં જગ્યા મળી નથી. વાંચો વધુ આગળ… Indian Team against Bangladesh

ભારતીય ટેસ્ટ ટીમ
ભારતીય ટેસ્ટ ટીમ (Etv Bharat)

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ શ્રેણી માટે ઘણા ખેલાડીઓ પરત ફર્યા છે અને ઘણા ખેલાડીઓને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે લાલ બોલની ક્રિકેટમાં વાપસી કરી છે.

કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા બાદ તે લગભગ 20 મહિના પછી ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં પરત ફરશે. રોહિત શર્મા ભારતીય ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે, જ્યારે વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ બંનેને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. દુલીપ ટ્રોફીની પ્રથમ મેચમાં 9 વિકેટ ઝડપનાર આકાશ દીપનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે યુવા ઝડપી બોલર યશ દયાલને પ્રથમ વખત ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

મોહમ્મદ શમી ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગયો હોવા છતાં પસંદગીકારોના અધ્યક્ષ અજીત અગરકરે અગાઉ કહ્યું હતું કે, જમણા હાથના ફાસ્ટ બોલર બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં પુનરાગમન કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. બાંગ્લાદેશ સામે ભારતનું ટેસ્ટ સત્ર 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં શરૂ થશે. શ્રેણીની બીજી ટેસ્ટ 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ગ્રીન પાર્ક સ્ટેડિયમ, કાનપુરમાં રમાશે.

આ ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું નથી:

શ્રેયસ અય્યર - બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રેયસ અય્યરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જોકે, તે દુલીપ ટ્રોફીની પ્રથમ મેચમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં તે ફ્લોપ રહ્યો હતો.

મુકેશ કુમાર - ભારતીય ટીમના ફાસ્ટ બોલર મુકેશ કુમારને બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમમાં જગ્યા મળી નથી. તે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં કેટલીક મેચોમાં ટીમનો ભાગ હતો.

દેવદત્ત પડિક્કલ - બાંગ્લાદેશ સામેની આ મેચમાં દેવદત્ત પડિકલને પણ તક આપવામાં આવી નથી. જો કે, પડિકલે ઈંગ્લેન્ડ સામે તેની ટેસ્ટ ડેબ્યૂમાં અડધી સદી ફટકારી હતી. દુલીપ ટ્રોફીની પ્રથમ મેચમાં તે સારું પ્રદર્શન કરી શક્યો નહોતો.

કેએસ ભરત- કેએસ ભરતને ઈંગ્લેન્ડ સામે ઘણી તક આપવામાં આવી હતી, પરંતુ તેણે દરેક મેચમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. જેના કારણે તેને બાંગ્લાદેશ સામેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.

અવેશ ખાન- ભારતીય ટીમના ફાસ્ટ બોલર અવેશ ખાનને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. જો કે, તેણે હાલ ચાલી રહેલ દુલીપ ટ્રોફીમાં શાનદાર બોલિંગ કરી અને વિકેટ પણ લીધી છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ તેને પ્લેઈંગ-11માં રમવાની તક મળી ન હતી.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં 13 ટેસ્ટ રમાઈ છે જેમાંથી ભારતે 11માં જીત મેળવી છે જ્યારે બે મેચ ડ્રો રહી છે. બાંગ્લાદેશ પાકિસ્તાન સામે 2-0થી ઐતિહાસિક જીત નોંધાવ્યા બાદ આ શ્રેણીમાં પ્રવેશ કરશે, જ્યારે આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી-માર્ચમાં ઘરઆંગણે ઈંગ્લેન્ડને 4-1થી હરાવ્યા બાદ ભારતની આ પ્રથમ ટેસ્ટ હશે.

ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટ કીપર), ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ, યશ દયાલ, કુલદીપ યાદવ

આ પણ વાંચો:

  1. ICCનું પ્રતિનિધિમંડળ ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓની સમીક્ષા કરવા જશે પાકિસ્તાન... - CHAMPIONS TROPHY 2025
  2. ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન આવશે ટીમ ઈન્ડિયા, PCB ચીફનું મોટું નિવેદન... - Champions Trophy 2025

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.