અમદાવાદઃ ભારત અને ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે ત્રણ મેચની સિરીઝ રમાઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડને 59 રને હરાવ્યું. ન્યૂઝીલેન્ડની ટીમ થોડા દિવસો પહેલા જ મહિલા T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન બની હતી. ગુજરાતની રાધા યાદવનો બોલિંગમાં દબદબો રહ્યો હતો.
પ્રથમ બેટિંગ કરતા ભારતે કિવી ટીમને 228 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેનો પીછો કરતા કિવી ટીમ 168 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને ટીમ ઈન્ડિયાએ 59 રનથી મેચ જીતી લીધી હતી. ભારત તરફથી બેટિંગની વાત કરીએ તો તેજલ હસબનિસે સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. તેણે આ ઇનિંગ 64 બોલમાં 3 ચોગ્ગાની મદદથી રમી હતી.
દીપ્તિ શર્માના 51 બોલમાં 41 રન
આ સિવાય દીપ્તિ શર્માએ 51 બોલમાં 41 રન, યાશિકા ભાટિયાએ 33 બોલમાં 37 રન, જેમિમાહ રોડ્રિગ્સે 36 બોલમાં 35 રન બનાવ્યા હતા. આ તમામ બેટ્સમેનોમાં શેફાલી વર્માએ સૌથી ઝડપી 150 રનની સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરી હતી. શેફાલીએ 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 33 રન બનાવ્યા હતા.
A winning start to the ODI series in Ahmedabad 🤩#TeamIndia complete a 59 runs victory over New Zealand in the 1st #INDvNZ ODI and take a 1-0 lead 👏👏
— BCCI Women (@BCCIWomen) October 24, 2024
Scorecard - https://t.co/VGGT7lSS13@IDFCFIRSTBank pic.twitter.com/QUNOirPjbh
ભારતના 229 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડે બીજી ઓવરમાં જ પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે સુઝી બેટ્સ 4 બોલમાં 1 રન બનાવી સાયમા ઠાકોરનો શિકાર બની હતી. ન્યુઝીલેન્ડ માટે બ્રુક હેલીડેએ 54 બોલમાં સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. જ્યારે મેડી ગ્રીન 32 બોલમાં 32 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પછી ન્યૂઝીલેન્ડની ટીમ 168 રન જ બનાવી શકી હતી.
ICYMI‼@Deepti_Sharma06's crucial knock of 41(51). Watch 🔽 🎥#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank
— BCCI Women (@BCCIWomen) October 24, 2024
ભારત તરફથી ગુજરાતની ડેશીંગ બોલર રાધા યાદવે 3 અને સાયમા ઠાકુરે 2 વિકેટ લીધી હતી. આ સિવાય દીપ્તિ શર્માએ 1 અને અરુંધતિ રેડ્ડીએ પણ એક વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: