અમદાવાદ: IPL 2025ની આગામી સીઝન માટે તમામ 10 ટીમોએ પોતાના રિટેઈન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. રિટેન્શનમાં ટીમો વધુમાં વધુ 6 ખેલાડીઓને પોતાની પાસે રાખી શકતી હતી. ગુજરાત ટાઈટન્સે પણ કુલ 5 ખેલાડીઓને રિટેઈન લિસ્ટમાં રાખ્યા છે, જ્યારે શમી, મિલર સહિત 22 ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે. એવામાં આગામી સીઝનમાં તમામ ટીમોમાં મોટા ફેરબદલ જોવા મળી શકે છે.
કયા ખેલાડીઓને GTએ રિટેઈન કર્યા?
વર્ષ 2022ની ચેમ્પિયન ટીમે ફરી એકવાર યુવા કેપ્ટન શુભમન ગિલને રાખ્યો છે. આ ઉપરાંત રાશિદ ખાન, સાંઈ સુદર્શન, શાહરુખ ખાન અને રાહુલ તેવટિયાને રિટેઈન કરવામાં આવ્યા છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે લિસ્ટમાંથી ડેવિડ મિલર, કેન વિલિયમ્સન તથા મોહમ્મદ શમી જેવા મોટા ખેલાડીઓના નામ ગાયબ છે.
🖐 ➡ 🔒#AavaDe pic.twitter.com/y8fIfSLxMW
— Gujarat Titans (@gujarat_titans) October 31, 2024
ગુજરાત ટાઈટન્સે કયા ખેલાડીઓને રિલીઝ કર્યા?
- ડેવિડ મિલર - બેટર
- મેથ્યૂ વેડ - વિકેટ કીપર
- રિદ્ધિમાન સાહા - વિકેટ કીપર
- બી.આર શરથ - વિકેટ કીપર
- કેન વિલિયમ્સન - બેટર
- અભિનમ મનોહર - ઓલરાઉન્ડર
- દર્શન નાલકંડે - ઓલરાઉન્ડર
- વિજય શંકર - ઓલરાઉન્ડર
- અઝ્મતુલ્લાહ ઓમરઝાઈ - ઓલરાઉન્ડર
- સંદીપ વોરિયર - બોલર
- ગુરનૂર બ્રાર - બોલર
- જયંત યાદવ - બોલર
- મોહમ્મદ શમી - બોલર
- કાર્તિક ત્યાગી - બોલર
- સુશાંત મિશ્રા - બોલર
- સ્પેન્સર જોહન્શન - બોલર
- નૂર અહેમદ - બોલર
- સાંઈ કિશોર - બોલર
- ઉમેશ યાદવ - બોલર
- જોશુઆ લિટલ - બોલર
- મોહિત શર્મા - બોલર
- માનવ સુથાર - બોલર
ગુજરાત ટાઈટન્સના પર્સમાં હવે કેટલી રકમ?
નોંધનીય છે કે, આ પાંચ ખેલાડીઓને રીટેઈન કરવા માટે ગુજરાત ટાઈટન્સની ટીમે 51 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. તમામ ફ્રેન્ચાઈઝીના પર્સમાં 120 કરોડની રકમ છે. ગુજરાત ટાઈટન્સની વેસબાઈટ પરથી મળતી માહિતી મુજબ, 5 રિટેન્શન બાદ ફ્રેન્ચાઈઝના પર્સમાં 69 કરોડ રૂપિયાની રકમ છે. ત્યારે જોવાનું રહેશે કે ફ્રેન્ચાઈઝી આગામી ઓક્શનમાં કયા ખેલાડીઓ પર બોલી લગાવશે.
આ પણ વાંચો: