ETV Bharat / press-releases

રાજપૂત સમાજ પોતાની અસ્મિતા માટે લડી રહ્યો છે લડત,રાજવી પરિવારોએ આપ્યું મોદીને સમર્થન - royal family support bjp and modi - ROYAL FAMILY SUPPORT BJP AND MODI

રાજપૂત પ્રજા પોતાની અસ્મિતાની લડાઈ સડક પર ખુલ્લેઆમ લડી રહી છે ત્યારે બંધ બારણે થયેલી રાજવીઓની બેઠકમાં ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીને સમર્થન આપવાનું નક્કી થઈ ગયું છે. રૂપાલા વિરુદ્ધ રાજપૂતોની લડાઈમાં એક જબરદસ્ત યુ-ટર્ન આવ્યો છે. royal family support bjp and modi

રાજપૂત સમાજ પોતાની અસ્મિતા માટે લડી રહ્યો છે લડત,રાજપૂત સમાજના ભાજપૂતો ગયા મોદીના શરણે

author img

By ETV Bharat Gujarati Team

Published : May 2, 2024, 12:43 PM IST

હૈદ્રાબાદ: આજે જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સૌરાષ્ટ્રમાં વઢવાણ, જુનાગઢ અને જામનગર ખાતે સભાઓ સંબોધવાના છે. એવા સમયે રૂપાલા વિરુદ્ધ રાજપૂતોની લડાઈમાં એક જબરદસ્ત યુ-ટર્ન આવ્યો છે. જે રાજવીઓએ રૂપાલા વિરુદ્ધ રાજપૂતના આંદોલનને લઈને આંદોલનના સમર્થનમાં પત્રો લખ્યા હતા, જે ટીકાઓ કરી હતી, જે ટિપ્પણીઓ કરી હતી, તે આજે અચાનક જ ફેરવી તોડવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં રાજવીઓની એક બેઠકમાં આજે નરેન્દ્ર ભાઈ મોદીના સમર્થનમાં આ રાજવીઓએ પત્રો પાઠવ્યા છે. અચાનક જ આખું રાજપૂતોનું જે આંદોલન છે, એ હવે નબળું પડવા જઈ રહ્યું હોય તેવો અણસાર આ બેઠકમાંથી છલકીને ઉભરાઈ રહ્યો છે.

ભાજપને 400 સીટ મળે તેવા સમર્થનપત્રો: ભાવનગર રાજવી પરિવાર તેમજ કચ્છના મહારાણીએ જે રીતે રૂપાલા વિરુદ્ધ રાજપૂતોના આંદોલનમાં રાજપૂતોના સમર્થનમાં જે પત્રો લખ્યા હતા. એમાં અત્યારે ફેરવી તોળવામાં આવ્યું છે. હવે આ જ રાજવીઓએ એ જ પત્રો મોદીના સમર્થનમાં અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભાજપને 400થી વધુ સીટ મળે તેવા સમર્થનપત્રો આજે રાજકોટના રાજવી પરિવારના ઠાકોરસાહેબ માંધાતાસિંહે પ્રેસ સમક્ષ વાંચ્યા હતા અને મોટેભાગે ભારતીય જનતા પાર્ટીની જે સનાતન ધર્મની, રાષ્ટ્રવાદની જે વિચારધારા છે તેને સમર્થન આપતા આ તમામ રાજવી પરિવારોએ નરેન્દ્રભાઈ ફરીથી 400થી વધુ સીટોથી ચૂંટાઈ આવે અને પ્રધાનમંત્રી બને તેવી આશા અને ઈચ્છા વ્યક્ત કરી હતી.

રાજવી પરિવારોએ ખુલ્લેઆમ સમર્થન આપ્યું: રાષ્ટ્રવાદ, ધર્મવાદ, સનાતનવાદ આ જ બધું સર્વોપરી છે. કમળની ધાર્મિક પવિત્રતા સમજાવતા ઍક સુર સાથે આ રાજવી પરિવારોએ ભારતીય જનતા પાર્ટીને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. એક સમયે બ્રિટિશરોની ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ઘૂંટણે જેમ રાજા રજવાડાઓ પડી ગયા હતા એ જ રીતે આજે રાજવી પરિવારો સત્તાના સમર્થનમાં ખુલ્લેઆમ આવી ગયા છે, અને આમ રાજપૂત નાગરિકો રસ્તા ઉપર અસ્મિતાની લડાઈ લડી રહ્યા છે. આગામી દિવસોમાં જીત કોની થશે તેના પર રાજકીય વિશ્લેષકો અને પોલિટિકલ પંડિતો નજર જમાવીને બેઠા છે.

  1. જૂનાગઢમાં કોંગ્રેસનું સંવિધાન બચાવો મહાસંમેલન, મુકુલ વાસનિકે ભાજપ સરકાર પર સાધ્યું નિશાન - Lok Sabha Election 2024
  2. હાલાર પંથક કે જામનગરમાં એક પણ ચૂંટણી દરમિયાન આવો માહોલ જોયો નથી: પરિમલ નથવાણી - Loksabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.