ETV Bharat / politics

આજે ગુજરાતમાં પ્રિયંકા ગાંધી વાડ્રા, વલસાડના ધરમપુરમાં ગજવશે જાહેર સભા - lok sabha election 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 27, 2024, 5:34 AM IST

આજે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અર્થે આવી રહ્યા છે. વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં તેઓ લસાડના ધરમપુરમાં એક ચૂંટણી સભાને સંબોધશે અને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરશે.

congress leader priyanka gandhi
congress leader priyanka gandhi

વલસાડ: વલસાડ-ડાંગ લોકસભા બેઠક ઉપર ચૂંટણી પહેલાં પ્રચાર જંગ જામ્યો છે, ત્યારે મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે બંને પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં આજે (27 એપ્રિલ) કોંગ્રેસના મહાસચિવ અને સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી વાડ્રા વલસાડના ધરમપુર ખાતે આવી રહ્યાં છે. પ્રિયંકા ગાંધી ધરમપુરના દરબાર ગઢ કમ્પાઉન્ડમાં સવારે 10:00 વાગે સભા સંબોધશે. પ્રિયંકા ગાંધીની સભાને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રિંયકા ગાંધીની આ જનસભા દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિ સિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહેશે.

નિર્ણાયક ચૂંટણી જંગ: વલસાડ-ડાંગ લોકસભા બેઠક ઉપર ધરમપુર વિધાનસભા બેઠકના મોટાભાગના મતદારો વચ્ચે આનંદ પટેલ દ્વારા પાર્થ તાપી રીવર લિંક પ્રોજેક્ટના વિરોધ માટે રેલી, ડ્રાઇવરોના કાળા કાયદા માટે વિરોધ રેલી તેમજ જંગલ જમીનના કાયદા માટે વિરોધ રેલી કરી લોકોની વચ્ચે જઈને ન્યાય માટેની ગુહાર લગાવી હતી. તે માટે મોટાભાગના લોકો તેમને સમર્થન આપી રહ્યાં છે.

ધરમપુરના નેતાઓ શાખની દાવ ઉપર છે: આદિવાસી નેતા અનંત પટેલે સૌથી વધુ ધરણા પ્રદર્શન રેલીઓ આવેદનપત્ર જેવા કાર્યક્રમો ધરમપુરમાં યોજ્યા છે. એટલું જ નહીં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખનું ગામ પણ ધરમપુર છે. મહામંત્રી પણ ધરમપુર નજીકના બારોલીયા ગામના વતની છે. ધરમપુર વિધાનસભા ક્ષેત્રમાં આવતા ગામ કચિગામના છે. સાથે જ ભાજપના લોકસભાના સંયોજક પણ ધરમપુરના બારોલીયા ગામના વતની છે. ત્યારે આ તમામની શાખ હાલ દાવ ઉપર લાગી હોય તેવું જણાઈ રહ્યું છે.

વલસાડ જિલ્લો ભાજપનો ગઢ: વલસાડ જિલ્લામાં પાંચ વિધાનસભામાં અને નગરપાલિકામાં ભાજપનો ભગવો છે. વલસાડ જિલ્લાની વલસાડ ધરમપુર પારડી ઉમરગામ અને કપરાડા વિધાનસભામાં ભાજપનો ભગવો લહેરાયો છે. સાથે જ તમામ નગરપાલિકાઓમાં પણ ભાજપનો ભગવો છે. એવા સમયમાં ભાજપના ગઢમાં પ્રચાર અર્થે પ્રિયંકા ગાંધી વલસાડ લોકસભા બેઠક ઉપર આવી રહ્યા છે. ત્યારે તેમની સભા મતદારોને આકર્ષવા માટે કેટલી સાર્થક રહેશે એ તો સમય બતાવશે.

  1. વલસાડ જીલ્લામાં એક પણ ફોર્મ ખેંચાયું નહિ, બે અપક્ષ સહીત કુલ ૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે - VALSAD DANG LOK SABHA Seat
  2. 5 લાખ કરતાં વધુ વોટની લીડથી વલસાડ બેઠક જીતીશું: ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો દાવો - valsad lok sabha seat

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.