ETV Bharat / politics

Vadodara lok sabha seat: સાવલીના ભાજપ MLA કેતન ઈનામદારનું નાટકીય 'રાજીનામું', તો મધૂ શ્રીવાસ્તવે પણ ભાજપને આપી ચિમકી - MLA Ketan Inamdar

વડોદરા જિલ્લાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું ધરી દેતા મામલો વધુ ગરમાયો હતો. જોકે આખા દિવસના રાજકીય હાઈવોલ્ટેજના ડ્રામા બાદ તેમણે રાજીનામું પરત ખેંચી લીધું હતું.

સાવલીના ભાજપ MLA કેતન ઈનામદારનું રાજીનામું

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 19, 2024, 3:55 PM IST

Updated : Mar 19, 2024, 5:09 PM IST

સુરત: તાજેતરમાં લોકસભા 2024ની ચૂંટણી આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં વડોદરાથી ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટનું નામ જાહેર થતા જ સ્થાનિક રાજકારણમાં ભડકાની સ્થિતી સર્જાઇ છે. ટિકિટ જાહેર થયાના બીજા જ દિવસે માજી મેયર અને મહિલા મોરચાના અગ્રણી ડો. જ્યોતિબેન પંડ્યાએ અવાજ ઉઠાવ્યો હતો. અને સ્પષ્ટ કહ્યું હતું કે, એવી કઇ મજબૂરી છે કે ત્રીજી વખત સાંસદને રિપિટ કરવા પડે. જેથી સ્થાનિક રાજકારણ ગરમાયું હતું. એટલું જ નહીં પરંતુ કરણીસેનાના અગ્રણી મહેન્દ્રસિંહ પણ ભાજપ કાર્યાલયે પહોંચી રંજનબેનને રિપિટ કરવા સામે સવાલો ઉઠાવ્યા હતા.

રાજીનામું પરત ખેંચ્યું: સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામાં બાદ તેમને સમજાવવાના પ્રયત્નો શરૂ થઈ ગયા હતા. જામનગરના ધારાસભ્ય અને વડોદરા જિલ્લાના પ્રભારી સાવલી ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં એક કલાકની બેઠક બાદ તેમને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હોવાનો સંદેશો મળતા કેતન ઈનામદાર ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી. જ્યારબાદ તેમણે રાજીનામું પરત ખેંચવાનો નિર્ણય કર્યો હતો. હર્ષ સંઘવીના પ્રયાસથી મામલો શાંત પડ્યો. આમ, કેતન ઈનામદાર માની જતા વડોદરા ભાજપની આગ ઓલવાઈ છે.

ભાજપમાંથી રાજીનામાનું તરકટ: સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે નિવેદનમાં જણાવે છે કે જૂના કાર્યકર્તાઓની અવગણના ન થાય તેવી અપીલ છે. લોકસભા બેઠક માટે રંજનબેન ભટ્ટને જીતાડવા માટે હું મદદ કરીશ. પોતાના માન-સન્માનના ભોગે કોઇ વસ્તુ નહિ ચલાવી લેવાય નહીં. કેતન ઇનામદાર દ્વારા ઇમેલ મારફતે રાજીનામું આપવામાં આવ્યું છે. જેનો સ્વિકાર અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યો છે કે નહિ તે હજી સ્પષ્ટ થયું નથી. કેતન ઇનામદાર દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં પણ કોઇ ચોક્કસ મુદ્દાને લઇને સ્પષ્ટતા જોવા મળતી નથી. તેમણે ત્રણ લીટીમાં રાજીનામુ લખ્યું છે.પરંતુ માત્ર લીટીના રાજીનામાએ સમગ્ર રાજકારણને હચમચાવી દીધું હતું.

વાઘોડિયાના માજી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ભાજપને ચિમકી

વાઘોડિયાના માજી ધારાસભ્યનો પણ વિરોધ: વડોદરા લોકસભા બેઠક ઉપર ભારતી જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટનું નામ જાહેર થતાં ની સાથે જ સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ભારે વિવાદ સર્જાયો એટલું જ નહીં પરંતુ તાજેતરમાં જ વાઘોડિયા વિધાનસભાના માજી ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, હાલમાં ભારતીય જનતા પાર્ટીમાંથી લોકો રાજીનામાની વર્ષા વરસાવી રહ્યા છે. જેનું મુખ્ય કારણ કે તેઓનો અવાજ ઉપર સુધી પહોંચતો નથી અને તેઓની અવગણના થતી હોય છે .પરંતુ આ મધુ શ્રીવાસ્તવ એ પોતે વટનો કટ્ટો હોવાથી તેને પણ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.

મધુ શ્રીવાસ્તવની ભાજપને ચિમકી: વડોદરા લોકસભામાં રંજનબેનને ત્રીજી વખત રિપીટ કરવામાં આવતા વાઘોડિયાના માજી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ જણાવ્યું હતું કે, સતત ત્રીજીવાર રિપિટ કરાતા મારો એ બાબતે સખત વિરોધ છે, એટલું જ નહીં પરંતુ સાંસદને હરાવવા માટે હું પણ સક્રિય થઈશ. એટલું જ નહીં પરંતુ વાઘોડિયા વિધાનસભા ભારતીય જનતા પાર્ટી રહી જ નથી અને વાઘોડિયા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો પાયો મેં નાખ્યો હતો. પરંતુ હું એટલો વટનો કટકો છું કે, ફરી પક્ષમાં જવા રાજી પણ નથી .હાલમાં રાજીનામાની વર્ષા વરસી રહી છે પરંતુ તે લોકો પણ પક્ષથી નારાજગી વ્યક્ત કરી છે. જેને લઈને રાજીનામાની વર્ષા વરસી રહી છે પરંતુ આ મધુ શ્રીવાસ્તવ છે એ પોત વટનો કટકો છું. રંજનબેન ભટ્ટના કાર્યકાળમાં તેઓએ કેટલાક બિલ્ડરો જોડે ભાગીદારી પણ કરી છે. કેટલાક મોલ સાથે ભાગીદારી છે એ બધો પડદા ફાસ્ટ ટૂંક સમયમાં બહાર આવશે એવું મધુ શ્રીવાસ્તવ જણાવ્યું હતું.

  1. Loksabha Election 2024: અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર ઉમેદવારી પરત કર્યા બાદ રોહન ગુપ્તાનો ખુલાસો, મનીષ દોશીએ આપી પ્રતિક્રિયા
  2. BJP Releases Second List : ભાજપે લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, હસમુખ પટેલ અને રંજન ભટ્ટ રીપીટ

Last Updated : Mar 19, 2024, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.