ETV Bharat / politics

રાજકોટની રાજનૈતિક રણભૂમિ પર રૂપાલા V/s ધાનાણીની પાવર પ્લે ઈનિંગ્સનાં શ્રીગણેશ - Rajkot lok sabha seat

સમગ્ર ગુજરાતમાં આજે જયારે ઉમેદવારીઓ નોંધાવવામાં આવી તેમાં સૌરાષ્ટ્રમાં ઘેડ પંથકમાં આવેલી પોરબંદરની બેઠક પર ભાજપનાં મનસુખ મંડાવીયાની લોકસભા માટેની ઉમેદવારી, તેમજ ધારાસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસ પક્ષમાથી ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડીયાની ઉમેદવારીએ આકર્ષણ જમાવ્યું હતું.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 15, 2024, 10:45 PM IST

ભાજપ નેતા રાજુ ધ્રૂવની રૂપાલાના ફોર્મ ભરવાને પ્રતિક્રિયા

રાજકોટ: હજુ તો ગઈકાલે રતનપર ખાતે યોજાયેલ ક્ષત્રિય સભાનો કસુંબી કૈફ ઉતર્યો નથી, ત્યાં તો આજે રાજકોટ ખાતે ભારતીય જનતા પક્ષે તેનાં ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાનું ઉમેદવારીપત્ર ભરવા માટે જે ઉત્સાહરૂપી તૈયારીઓ યોજવાની છે તે તૈયારીઓને છેલ્લો-છેલ્લો ઓપ અપાઈ ગયો છે. આ અંગે સત્તાવાર વાત મીડિયા સમક્ષ મુકવામાં આવી હતી, તો બીજી તરફ પાટીદાર પાવરલેન્ડ અમરેલીથી એક સમયે ગુજરાત વિધાનસભામાં સૌથી યુવાવયનાં વિરોધ પક્ષનાં નેતા અને અમરેલીમાંથી ધારાસભ્ય રહી ચૂકેલા પરેશ ધાનાણીને આજે રક્તતિલક કરીને યુદ્ધભૂમિમાં ઉતારવા માટે આવાહન કરવામાં આવ્યું હતું, તો બીજી તરફ મનસુખ માંડવીયા પોરબંદર ખાતે લોકસભાની ચૂંટણી માટે અને અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભાની પેટા ચૂંટણી માટે તેમનું નામાંકનપત્ર રજુ કર્યું હતું, વધુ વિગતો માટે વાંચો આ અહેવાલ ...

મનસુખ માંડવિયાએ પોરબંદર લોકસભા ચૂંટણી માટે ભર્યુ ફોર્મ

તેમાં પણ મનસુખ મંડાવીયા જ્યારે ઉમેદવારીપત્રક ચૂંટણી અધિકારીને રજુ કરવા ગયા ત્યારે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા અને રઘુવંશી સમાજના પરીમલ નાથવાણીને સાથે બાજુમાં ઉભેલા જોઈને મીડિયા, રાજનૈતિક તેમજ સામાજીક ગલિયારાઓમાં પોરબંદર બેઠક મુદ્દે સારી એવી ચર્ચાઓ જોવા મળી છે. પોરબંદર બેઠક આમ તો પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠક છે પણ રઘુવંશી સમાજનાં મતદાતાઓની સંખ્યા તેમજ પરીમલ નથવાણી સાથે રાજનૈતિક રીતે સંકળાયેલા જામનગરનાં લોકસભાનાં ઉમેદવાર પૂનમ માડમ, જેઓ આહીર જ્ઞાતિમાંથી છે તે આહીર જ્ઞાતિનાં પણ સારા એવા મતો છે. પરીમલ નથવાણીની આજનાં દિવસે પોરબંદર ખાતે મનસુખ માંડવીયા જ્યારે નામાંકનપત્ર ભરી રહ્યા હોય ત્યારે તેમની હાજરીએ દરિયાકાંઠાનાં ટાઢકવાળા શહેરી વિસ્તારમાં રાજનૈતિક તાપમાનમાં વધારો કર્યો છે.

અર્જૂન મોઢવાડિયાએ પોરબંદર વિઘાનસભા પેટાચૂંટણી માટે ભર્યુ ફોર્મ

નથવાણીએ પોરબંદર ખાતે મનસુખભાઈ માંડવીયાનાં મિત્ર તરીકે હાજરી આપી હોવાની વાતને પણ સમર્થન મળી રહ્યું છે ત્યારે એક વાત એવી પણ સામે આવી રહી છે કે તેઓ અર્જુન મોઢવાડીયાને પણ મળ્યા હતા, પણ નામાંકન ભરતી વેળાએ તેઓ માત્ર મનસુખભાઈની આસપાસ જ નજર આવ્યા હતા અને અર્જુનભાઈ જ્યારે નામાંકન ભરી રહ્યા હતા ત્યારે નથવાણી અર્જુનભાઈ સાથે ક્યાંયે તસ્વીરમાં પણ દ્રષ્ટિમાન થયા ન હતા.

સાંસદ પરિમલ સહિતના અગ્રણી સાથે મનસુખ માંડવિયા

તો બીજી તરફ વિવાદમાં રહેલી રાજકોટ લોકસભાની બેઠક પર જ્યારે પુરષોત્તમ રૂપાલા મંગળવારે નામાંકન પત્ર ભરવા જશે ત્યારે આ સંદર્ભે શહેરનાં પક્ષનાં એકમે કેવી તડામાર તૈયારીઓ આદરી છે તે વિષે પક્ષ પ્રવક્તાએ મીડિયા સમક્ષ વાત કરી હતી અને જણવ્યું હતું કે રાજકોટનાં રાષ્ટ્રીય અને રાજ્યનાં ફલક પર નામ મોટું કરનારા નેતાઓ આ કાર્યક્રમમાં હાજર રહેશે. જ્યારે નગારે ઘા લાગ્યો જ છે તો કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણી પણ આ ફાસ્ટ પેસ્ડ ડિજિટલ અને સોશિયલ મીડિયા ન્યુઝ ડ્રિવન એન્વાયરોન્મેન્ટમાં ઓપ્ટિક્સ અને ન્યુઝ હેડલાઈન્સ મેનેજ કરવામાં કેમ પાછળ રહી શકે અને જ્યારે માહોલ ચૂંટણીનો હોય અને જંગ શરુ થઈ ચુક્યો હોય. આજે ગુજરાત કોંગ્રેસનાં મહિલા પ્રમુખ જેનીબેન ઠુમ્મરે જાણે કોઈ વીરો (ભાઈ) યુદ્ધભૂમિમાં યુદ્ધ લાડવા ઉતરી રહ્યો હોય ત્યારે જેમ કોઈ બેન તેનાં ભાઈનાં મસ્તિસ્ક પર વિજય તિલક કરે તેમ જેનીબહેને પોતાનાં અંગુઠામાંથી લોહી વહાવી ધાનાણીનાં મસ્તિષ્ક પર રક્તતિલક કરીને તેને વિદાય કરી હતી. આવતીકાલથી પરેશ ધાનાણીનો ચૂંટણી પ્રચાર-પ્રસારનો કાર્યક્રમ પણ આવી ગયો છે અને ધમધમવા મંડ્યો છે જેમાં મંદિરોમાં દર્શને જવાથી માંડીને સામાજિક મેળાવડાઓ, પ્રેસ-પ્રતિનિધિઓ સાથે પત્રકાર પરિષદ અને ગઠબંધનનાં કાર્યકરો સાથે સીધાનાં સંવાદ યોજવાની કવાયતો હાથ ધરવામાં આવી છે.

પરેશ ધાનાણીને તિલક કરીને શુભકામના
પરેશ ધાનાણીને તિલક કરીને શુભકામના

અત્યાર સુધી રાજકોટ સિવાયે જ્યાં ચૂંટણીનો માહોલ જરા પણ અનુભવવાતો ન હતો તે તમામ સ્થળોમાં હવે લોકશાહીનો કરંટ અનુભવવાનું શરુ થઇ ચૂક્યું છે, જેમ જેમ ચૂંટણીની તારીખ 7મી મે નજીક આવશે તેમ ઉનાળુ તાપમાન અને લૂ સાથે રાજકીય વાતાવરણમાં પણ જબરદસ્ત ગરમી નો અહેસાસ થવાની સંભાવનાઓ નક્કરી શકાય તેમ નથી, 19મી એપ્રિલ સુધીમાં કોણ રણભૂમિ માં રહે છે અને કોણ રણછોડ બનશે તે સ્પષ્ટ થઈ જશે જ, પણ મતદાન મથક પર હવે 440 વોલ્ટનાં મતરૂપી ઝાટકાઓ લાગતા કોના ફ્યુઝ ઉડી જાય છે અને કોના ઈન્વર્ટર કાર્યરત રહેશે, એની જાણ તો 4થી જૂને જ થશે.

  1. ક્ષત્રિયોના જૂવાળમાં રૂપાલા રહેેશે અડીખમ કે પછી રાજકોટ બેઠક પર સર્જાશે લોકસભા 2009 વખતની પરિસ્થિતિ ? - Parshottam Rupala statement
  2. ક્ષત્રિયોનાં વિરોધ વચ્ચે રૂપાલા 16મી એપ્રિલે વિજય મુહૂર્તમાં રાજકોટથી ઉમેદવારીપત્રક ભરશે - Loksabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.