ગાંધીનગર: રાજ્યમાં આગામી એપ્રિલ મહિનામા રાજ્યસભાની 4 સીટ પરના સંસદ સભ્યોનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠક છે. લોકસભા ચૂંટણી વચ્ચે એપ્રિલ 2024માં ગુજરાત રાજ્યસભાના ચાર સભ્ય નિવૃત્ત થતાં ચાર બેઠક ખાલી પડશે. આ સભ્યોમાં ભાજપના પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, જ્યારે કોંગ્રેસના નારણ રાઠવા અને અમીબેન યાજ્ઞિક સામેલ છે, એટલે 2024માં કોંગ્રેસની આ બંને બેઠક પર ભાજપની નજર રહેશે. જોકે ગુજરાત વિધાનસભાનાં પરિણામોના આધારે ભાજપને ત્રણ બેઠક હાંસલ કરવામાં મુશ્કેલી નહીં પડે, પરંતુ ચોથી બેઠક માટે પ્રાયોરિટી વોટ કારગર રહેશે. સંખ્યાબળના અભાવે ગુજરાત કોંગ્રેસ ઉમેદવાર નહીં ઊભા રાખવા કર્યા છે નિર્ણય, 8 ફેબ્રુઆરી આવતીકાલે જાહેરનામું પ્રસિદ્ધ થતાં ઉમેદવારીપત્રો ભરજોવાની પ
કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાત રાજ્યસભાની 4 સીટ સહિત કુલ 15 રાજ્યમાં 56 સીટ માટે ચૂંટણીની જાહેરાત કરાઈ છે. 15 રાજ્યની 56 રાજ્યસભા બેઠક પર 27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. ચૂંટણીપંચે જણાવ્યું છે કે 56 રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ એપ્રિલ 2024માં પૂર્ણ થશે, જેના પર 27 ફેબ્રુઆરીના રોજ સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. ચૂંટણી માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે.
આ ઉપરાંત જૂન 2026માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સભ્ય નિવૃત્ત થઇ રહ્યા છે. એમાં ભાજપનાં રામભાઇ મોકરિયા, રમીલાબહેન બારા, નરહરિ અમીન, જ્યારે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ સામેલ છે. ભાજપ 2026માં થોડી મહેનત કરીને આ ચારેય બેઠક હાંસલ કરી શકે છે. આમ, રાજ્યની તમામ 11 રાજ્યસભા બેઠક માટે ભાજપે 2026 સુધી રાહ જોવી પડશે.
ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠક પરના સંસદસભ્ય
- પુરુષોત્તમ રૂપાલા (ભાજપ)
- મનસુખ માંડવિયા (ભાજપ)
- અમી યાજ્ઞિક (કોંગ્રેસ)
- નારણભાઇ રાઠવા (કોંગ્રેસ)
- રામભાઇ મોકરિયા (ભાજપ)
- રમીલાબહેન બારા (ભાજપ)
- નરહરિ અમીન (ભાજપ)
- શક્તિસિંહ ગોહિલ (કોંગ્રેસ)
- એસ. જયશંકર (ભાજપ)
- જુગલજી ઠાકોર (ભાજપ)
- દિનેશચંદ્ર અનાવાડિયા (ભાજપ)