ETV Bharat / politics

આઝાદી બાદથી કોંગ્રેસનો ગઢ મનાતા ખેડા લોકસભા બેઠકનું 2014 માં ચિત્ર બદલાયું, 2024 લોકસભા ચૂંટણી પરિવર્તન લાવશે ? - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

ખેડા જિલ્લો તમાકુની ખેતી માટે જાણીતો છે. જ્યારે ખેડા લોકસભા બેઠકમાં અમદાવાદ જિલ્લાના બે વિસ્તારનો પણ સમાવેશ થાય છે. ખેડા લોકસભા બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ રહી છે. જોકે 2014 થી આ બેઠકનું ચિત્ર બદલાયું છે. હવે 2024 લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ખેડા લોકસભા બેઠકની શું વિશેષતા છે, કેવો છે રાજકીય માહોલ અને રસપ્રદ રાજકીય ઈતિહાસ, જાણીએ આ અહેવાલમાં

ખેડા લોકસભા બેઠક
ખેડા લોકસભા બેઠક
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 7, 2024, 7:03 AM IST

ખેડા : પીળા પાંદડાના પ્રદેશ ચરોતરનો ખેડા જિલ્લો તમાકુની ખેતી માટે જાણીતો છે. સાક્ષર નગરી નડિયાદ તેનું મુખ્ય મથક છે. અહીં વડતાલ, નડિયાદ અને ફાગવેલ જેવા જાણીતા તીર્થ સ્થળો આવેલા છે.

ખેડા લોકસભા બેઠક :

  • ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ

વર્ષ 2014 માં ખેડા લોકસભા બેઠક પર પ્રથમ વખત કોંગ્રેસના દિગ્ગજ દિનશા પટેલને હરાવી દેવુસિંહ ચૌહાણે વિજય મેળવ્યો હતો. ત્યારબાદની 2019 ચૂંટણીમાં પણ ભાજપે દેવુસિંહ પર વિશ્વાસ મૂકી તેમને રીપીટ કરતા વધારે સરસાઈથી જીત મેળવી હતી.

ફરી એક વખત ભાજપ દ્વારા દેવુસિંહ ચૌહાણને રિપીટ કરવામાં આવ્યા છે. તેઓ વર્ષ 2007 અને 2012 એમ બે ટર્મથી વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2019 માં તેમને કેન્દ્રીય સંચાર રાજ્ય પ્રધાન બનાવાયા છે. દેવુસિંહ ચૌહાણ સતત 2 ટર્મથી ખેડા લોકસભા બેઠક પર જીતી રહ્યા છે. તેઓ ક્ષત્રિય ઉમેદવાર છે તેમજ જનતા વચ્ચે તેમની બહોળી લોકપ્રિયતા પણ જોવા મળી રહી છે. જનતાની વચ્ચે રહી કામ કરવા માટે દેવુસિંહ જાણીતા છે.

  • કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભી

ખેડા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે કાળુસિંહ ડાભી ચૂંટણી લડશે. તેઓ વર્ષ 2017 માં કપડવંજ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વર્ષ 2022માં રાજેશ ઝાલા સામે તેમનો પરાજય થયો હતો.

કાળુસિંહ ડાભીએ સરપંચ પદથી શરૂઆત કર્યા બાદ ધારાસભ્ય સુધી સફર ખેડી છે. હવે ખેડા લોકસભામાં સાંસદ સભ્ય માટે કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે. કઠલાલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ કાળુસિંહ ડાભીએ જવાબદારી નિભાવી છે. વર્ષ 1985થી ગ્રામ પંચાયતના સભ્ય બન્યા બાદ સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ત્યારબાદ બે વખત કપડવંજ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા છે. જેમાં એક વખત જીત મળી તો એક વખત હાર મળી હતી.

ખેડા લોકસભા બેઠકનો રાજકીય ઈતિહાસ
ખેડા લોકસભા બેઠકનો રાજકીય ઈતિહાસ

ખેડા લોકસભા બેઠકના મતદારો :

ચૂંટણી કમિશનના ડેટા અનુસાર ખેડા લોકસભા મતવિસ્તારમાં કુલ 10,18,497 પુરુષ મતદારો, મહિલા મતદારો 9,73,370 તેમજ અન્ય 101 અન્ય મતદારો મળીને કુલ 19,91,968 નોંધાયેલા મતદારો છે. લોકસભા મતવિસ્તાર અનુસાર કુલ 2,032 મતદાન મથકમાં મતદાન થશે.

ખેડા જિલ્લામાં વિધાનસભા મતવિસ્તાર અનુસાર કુલ દિવ્યાંગ મતદારોની સંખ્યા 21,087 છે. ઉપરાંત કુલ 635 સેવા મતદારો તથા કુલ 704 મહાનુભાવ મતદારો છે. વધુમાં કુલ 12,289 મતદારો 85 વર્ષથી વધુ વયના છે.

ખેડા લોકસભા બેઠકની વિશેષતા :

ખેડા લોકસભા બેઠકની વિશેષતા જોઈએ તો અમદાવાદના બે વિસ્તારનો પણ તેમાં સમાવેશ થાય છે. અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ અને ધોળકા વિસ્તાર ખેડા લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ છે. તો સાક્ષર નગરી અને સેવાતીર્થ એવા સંતરામ મંદિર નડિયાદ, ક્ષત્રિય તીર્થ ફાગવેલ અને સ્વામીનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થ વડતાલનો આ બેઠકમાં સમાવેશ થાય છે. સહકારી ક્ષેત્ર પણ અહીની વિશેષતા છે. ખેતી અને પશુપાલન માટે જાણીતો છે. સાથે જ લોકોમાં રાજકીય જાગૃતિ પણ ખૂબ જોવા મળે છે.

ખેડા લોકસભા બેઠકના મતદારો
ખેડા લોકસભા બેઠકના મતદારો

ખેડા લોકસભા બેઠકનો રાજકીય ઈતિહાસ :

ખેડા લોકસભા બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ રહી છે. વર્ષ 1952 થી 2009 દરમિયાન માત્ર ત્રણ વખત એટલે કે 1957, 1989 અને 1991 માં આ બેઠક અન્ય પક્ષને ફાળે આવી છે. તે સિવાય સતત અહીં કોંગ્રેસ જીતી છે. જોકે 2014 થી આ બેઠકનું ચિત્ર બદલાયું છે. જેમાં સતત પાંચ ટર્મથી જીતતા કોંગ્રેસના ઉમેદવારને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી બે ટર્મથી અહીં ભાજપના ઉમેદવાર વધારે સરસાઈથી જીત મેળવી રહ્યા છે. 2014 અને 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે ભવ્ય જીત મેળવી છે.

ખેડા લોકસભા બેઠકનું મહત્વ :

આ બેઠક મધ્ય ગુજરાતના બે જિલ્લા અમદાવાદ અને ખેડાના વિસ્તારોનો સમાવેશ કરતી બેઠક છે. જેને લઈ બંને જિલ્લાના રાજકારણમાં તેનું મહત્વ રહેલું છે. આ લોકસભા બેઠકમાં ખેડા અને અમદાવાદ જિલ્લાની કુલ સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, જે તમામ હાલ ભાજપને ફાળે છે. ખેડા જિલ્લાના માતર, મહેમદાવાદ, નડિયાદ, મહુધા અને કપડવંજ તથા અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ અને ધોળકા વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં કુલ 19 લાખ જેટલા મતદારો છે. રાજકીય પ્રયોગશાળા તરીકે આ બેઠકની ઓળખ અને મહત્વ રહેલું છે. આઝાદીના આંદોલનમાં પણ વિશેષ મહત્વ રહેલું છે. તેમજ સરદાર પટેલની જન્મભૂમિ પણ અહીં છે. જેને લઈ આ બેઠક વિશેષ મહત્વ ધરાવે છે.

ખેડા લોકસભા બેઠકના મહત્વના સાંસદ
ખેડા લોકસભા બેઠકના મહત્વના સાંસદ

સામાજિક અને જ્ઞાતિ ગણિત :

ખેડા લોકસભા બેઠક ક્ષત્રિય અને પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠક છે. અહીં ઓબીસી મતદારો પરિણામ પર અસર કરનાર મહત્વનું પરિબળ છે. ઉપરાંત અહીં ખેડૂત મતદાર તેમજ શિક્ષિત મતદારોની મોટી સંખ્યા પણ પરિણામ પર અસર કરનાર અગત્યનું પરિબળ છે. અહીં વર્ષોથી જ્ઞાતિ-જાતિ આધારિત રાજકારણ જોવા મળી રહ્યું છે. જોકે હવે મતદારો રોજગારી અને વિસ્તારના વિકાસ જેવા મુદ્દાઓને મહત્વ આપતા થયા છે.

પરિણામ પર અસર કરતા પરિબળ :

વર્ષોથી જાતિ-જ્ઞાતિ આધારિત રાજકારણમાં રાજકીય પક્ષોએ મતદારોની બહુમતી ધરાવતી જાતિ કે જ્ઞાતિના વ્યક્તિને ઉમેદવાર તરીકે ચૂંટણી લડાવી છે. જેમાં પોતાની જાતિ કે જ્ઞાતિના આધારે મતદારો ઉમેદવારને ચૂંટતા હતા. જોકે હવે ખેડાની જનતા જાતિ આધારિત રાજકારણ સાથે હવે વિસ્તારનો વિકાસ અને લોકોના કામ કરે તેવા ઉમેદવારને મત આપવાનું પસંદ કરી રહી છે. જેને લઈ હવે જાતિ-જ્ઞાતિ સમીકરણ સાથે વિકાસનો મુદ્દો પણ પરિણામ પર અસર કરનાર મહત્વનું પરિબળ છે.

પરિણામ પર અસર કરતા પરિબળ
પરિણામ પર અસર કરતા પરિબળ

ખેડા લોકસભા બેઠકના મહત્વના સાંસદ :

ખેડા લોકસભા બેઠક પર સ્વાતંત્ર્ય સેનાની અને સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી મણીબેન પટેલ વર્ષ 1952 ની પ્રથમ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 1957માં સ્વતંત્ર પક્ષના ઠાકોર ફતેસિંહ ડાભી તથા વર્ષ 1962 અને 1967 માં પ્રવિણસિંહ સોલંકી સાંસદ બન્યા હતા.

સ્વાતંત્ર્ય સેનાની, ઉદ્યોગપતિ અને સામાજીક આગેવાન ધર્મસિંહ દેસાઈ કોંગ્રેસના ઉમેદવાર તરીકે વર્ષ 1971 અને 1977 માં ચુંટાઈ આવ્યા છે. ત્યારબાદ વર્ષ 1980 અને 1984 માં અજીતસિંહ ડાભી પણ કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા.

વર્ષ 1989 માં જનતાદળના પ્રભાતસિંહ ચૌહાણ અને વર્ષ 1991 માં ભાજપના ડો. કે. ડી. જેસવાણી ચૂંટાયા હતા. જ્યારે કોંગ્રેસના પીઢ નેતા પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિનશા પટેલ સતત પાંચ ટર્મથી (1996,1998,1999,2004,2009) આ બેઠક પરથી ચૂંટાયા હતા.

2014 થી આ બેઠકનું ચિત્ર બદલાયું છે. વર્ષ 2014 અને 2019 એમ છેલ્લી બે ટર્મથી અહીં ભાજપના દેવુસિંહ ચૌહાણ ચૂંટાઈ આવે છે, જેઓ હાલ ચૂંટણી લડી રહ્યા છે.

  1. ખેડા બેઠક પર કાળુસિંહ ડાભીની કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ વચ્ચે ટક્કર, કોંગ્રેસનો અજેય ગઢ ગણાતા વિસ્તારમાં અસ્તિત્વ માટે લડત
  2. Kheda Lok Sabha Seat: ખેડા લોકસભાનો ચૂંટણી સંગ્રામ, વિશ્લેષકની નજરે...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.