ETV Bharat / politics

ગુજરાતના સ્થાપના દિવસે સાબરકાંઠામાં PM મોદી, અહીંથી કરશે ગુજરાતમાં પ્રચારના શ્રીગણેશ - lok Sabha election 2024 - LOK SABHA ELECTION 2024

લોકસભા 2024 ની ચૂંટણી ના ત્રીજા તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે 1લી મેના રોજ ગુજરાતની સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરકાંઠા ખાતે સભા સંબોધશે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના સરહદમાં આવેલ આમોદરા ગામની સીમમાં જંગી વિજય વિશ્વાસ સભા યોજાશે. આ સભા માટેની તમામ તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા આટોપી લેવામાં આવી છે...PM Narendra Modi public meeting at sabarkantha

આવતીકાલે સાબરકાંઠામાં PM મોદી
આવતીકાલે સાબરકાંઠામાં PM મોદી
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 30, 2024, 10:20 PM IST

સાબરકાંઠાના આમોદરા ગામ ખાતે પ્રધાનમંત્રી મોદીની જાહેરસભાને લઈને તૈયારી

સાબરકાંઠા: લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનો મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે મુખ્ય રાજકીય પક્ષો દ્વારા લોકોને આકર્ષવા માટે અનેક સભાઓ તેમજ અલગ અલગ પ્રકારના પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સાબરકાંઠા બેઠક પોતાના હસ્તક કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

PM મોદીની જાહેરસભાને લઈને ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ

ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ સભાનું આયોજન સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના સરહદી વિસ્તાર પાસે આવેલા આમોદરા ગામ ખાતે કરવામાં આવ્યું છે. આમોદરા ગામના સરકારી પડતર જગ્યા પર આ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. સભામંડપ તેમજ પાર્કિંગ તેમજ તમામ પ્રકારની તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ટોપી દેવામાં આવી છે અને તંત્ર દ્વારા સુરક્ષા બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે.

મોટી સંખ્યા સભા સ્થળે લોકો ઉમટવાના હોવાથી 25હજાર થી વધુ લોકોની બેઠક વ્યવસ્થા અને પાર્કિંગ વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ પૂર્વ સહિતની લોકસભાને બેઠકનું પ્રધાનમંત્રી દ્વારા સભા સંબોધવામાં આવશે તેમજ ગાંધીનગર રેન્જના તમામ પોલીસ કર્મીઓ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આજે તંત્ર દ્વારા કોઈપણ જાતની અનિચ્છની ઘટના ન સર્જાય તેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. ત્યારે આવતીકાલે ગુજરાત સ્થાપના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સ્થાનિકોને સંબોધન કરશે.

  1. ગુજરાત સ્થાપના દિવસ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં બે દિવસ ઝંઝાવાતી પ્રચાર - PM Modi visit gujarat
  2. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 મેના રોજ પલામુમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે - PM Modi rally in palamu

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.