ETV Bharat / politics

'આ દેશમાં રહેવું હશે તો જયશ્રી રામ બોલવું પડશે' કચ્છમાં પ્રચાર દરમિયાન નવનીત કૌર રાણાનું સંબોધન - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024

કચ્છ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દ્વારા કચ્છમાં પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે અમરાવતીથી લોકસભાના સાંસદ નવનીત કૌર રાણાએ કચ્છના જીલ્લા મથક ખાતે રોડ શો યોજ્યો હતો. પોતાના સંબોધનમાં તેમણે વિનોદ ચાવડા માટે મત માગ્યા હતા તો સાથે જ કોંગ્રેસની ભરપૂર ટીકા કરી હતી. mp navneet rana adrassed public road show at Bhuj

ભૂજમાં અમરાવતીના સાંસદ નવનીત કૌર રાણાનો રોડ શો
ભૂજમાં અમરાવતીના સાંસદ નવનીત કૌર રાણાનો રોડ શો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 4, 2024, 10:22 PM IST

વિનોદ ચાવડાના સમર્થનમાં ભૂજમાં અમરાવતીના સાંસદ નવનીત કૌર રાણાનો રોડ શો (Etv Bharat Gujarat)

ભૂજ: કચ્છ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના પ્રચાર માટે કચ્છ આવેલા અમરાવતીથી લોકસભાના ભાજપ સાંસદ નવનીત કૌર રાણાની ઉપસ્થિતિમાં ભુજના જાહેર માર્ગો અને જાહેર બજારમાં વિજય સંકલ્પ રેલી યોજાઇ હતી. નવનીત કૌર રાણાને ગદ્દા અને મોટો પુષ્પહાર અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રોડ શોમાં કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખ, ભુજ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય, ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. રોડ શોમાં વિવિધ સમાજના આગેવાનો અને વેપારી સંગઠન દ્વારા પણ પુષ્પવર્ષા મારફતે વિનોદ ચાવડાને શુભકામના પાઠવવામાં આવી હતી.

ચૂંટણી પ્રચાર માટે ભૂજ આવેલા અમરાવતીના સાંસદ નવનીત કૌરની મીડિયા સાથે વાતચીત (Etv Bharat Gujarat)

નવનીત કૌર રાણાનું સંબોધન: ભુજના જાહેર માર્ગો પર ઠેર ઠેર કેસરિયો રંગ જોવા મળ્યો હતો. વિનોદ ચાવડાએ કચ્છના જીલ્લા મથક ભુજ ખાતે ભવ્ય રોડ શો કરીને શકિત પ્રદર્શન કર્યું હતું. તો અમરાવતી લોકસભાના સાંસદ નવનીત કૌર રાણાએ પ્રજાને સંબોધતા જણાવ્યું હતું કે,આ વખતે કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને ત્રીજી વખત જીતાડીને લોકસભામાં મોકલવાના છે અને 5 લાખની વધુ લીડથી જીતાડવાના છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે કચ્છ માટે કામ કર્યું છે તે પૂરા દેશ માટે એક ઉદાહરણ છે. આ દેશમાં નરેન્દ્ર મોદીએ રાખથી ઉપાડીને સોનું કરીને વિકાસ કર્યું છે. ૉ

જયશ્રી રામ બોલવું પડશે: રાણાએ ઉમેર્યુ હતું કે કચ્છના લોકોને જ્યારે જરૂર હતી ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ માટે હાજર હતા અને દેશ વિદેશમાં જ્યાં પણ જાય છે ત્યારે તેઓ કચ્છની વાત અવશ્યથી કરતા હોય છે. લોકસભામાં નવનીત કૌર રાણાએ આ દેશમાં રહેવું હશે તો જયશ્રી રામ બોલવું પડશે એમ પણ કહ્યું હતું.

કોંગ્રેસ પર કર્યા શાબ્દિક પ્રહાર: કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ અયોધ્યામાં રામ લલ્લાને બિરાજમાન નથી કરી શક્યું તો શું વિકાસ કરશે. વિકાસ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી બતાવ્યો છે. જ્યારે ચા વેંચવા વાળો વડાપ્રધાન બને છે ત્યારે લોકસભામાં તેમને લોકોનો અવાજ ઉપાડે છે. કચ્છનો વિકાસ જોઈને લાગે છે કે અમરાવતીનો વિકાસ પણ કચ્છની જેમ વિકાસ થાય તેના માટે પ્રયત્નો કરવામાં આવશે. નવનીત કૌર રાણાએ માત્ર કચ્છમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં આ વખતે કમલ ખીલશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

દેશની આર્થિક વ્યવસ્થાને 5માં સ્થાનથી ત્રીજા સ્થાને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લઈ આવવામાં આવશે. જેના માટે મતદાન કરીને દેશના દરેક વ્યક્તિનું યોગદાન જરૂરી છે. કોંગ્રેસનો પંજો ખતરનાક છે તે માત્ર કોઈનું ગળું દબાવવા માટે કામ આવે છે. ફુલ તો માત્ર કમળ જ ખીલી શકે છે.

  1. કચ્છ-મોરબી લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાનું સાંસદ તરીકે રિપોર્ટ કાર્ડ - Lok Sabha Election 2024
  2. મોરબી શહેરમાં વિનોદ ચાવડાની જંગી રેલી, ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું - Vinod Chavda Rally in Morbi

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.