અમદાવાદ: ભાજપના નેતા અને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના નિવેદન પર કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ મનીષ દોશીએ નિવેદન આપ્યું હતું કે જૂનાગઢના ભાજપાના ચૂંટાયેલા સાંસદે જે પ્રકારે હિસાબ કરી દેવાની ચીમકી જાહેરમાં આપી છે. આ ભાષા હિંસાની ભાષા છે. ડર અને ભય ફેલાવાની ભાષા છે. ચૂંટાયેલા પ્રતિનીધી એ વિસ્તારની તમામ પ્રકારના જન પ્રતિનીધિ હોય શકે છે. પરંતુ તેમણે જે ભાષાનો પ્રયોગ કર્યો છે.
તે ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી પણ ડર ફેલાવનારી ભાજપાને હું પૂંછવા માંગું છું કે શું આ હિંસાની ભાષા એ ભાજપાની સત્તાવાર ભાષા છે? શું ભાજપા આ પ્રકારના જન પ્રતિનીધિઓને જ પ્રાથમિકતા આપે છે? જે રીતે ભય ઉભો કરીને લોકોમાં સંદેશ આપવા માંગે છે શું આ ભાજપાની સરકાર તેને સત્તાવાર ભાષા ગણે છે. આ તમામ પ્રશ્નોના જવાબ ભાજપાએ આપવા પડશે. કારણ કે આ ગાંધી સરકારનું ગુજરાત છે. જ્યાં આવી ભાષાનું જાહેર જીવનમાં પણ સ્થાન ન હોય શકે. ત્યારે પણ હું આ માંગ કરુ છું કે ભાજપાની આ ભાષા ચૂંટાયેલા સાંસદે જૂનાગઢની જનતાને વાકેફ કરવી જોઈએ.