ETV Bharat / politics

અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસે જેની ઠુંમરને બનાવ્યા ઉમેદવાર, આવી છે રાજકીય-સામજીક કારકિર્દી... - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024

લોકસભા ચૂંટણી 2024ને લઈને કોંગ્રેસે આજે ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ગુજરાતના 11 ઉમેદવારોના નામ સહિત કુલ 57 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જે અંતર્ગત અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસ જેની ઠુંમરને ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે જાણીએ કે, કોણ છે જેની ઠુંમર અને કેવી છે તેમની અત્યાર સુધીની રાજકીય કારકિર્દી...

અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસે જેની ઠુંમરને બનાવ્યા ઉમેદવાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 21, 2024, 10:30 PM IST

અમરેલી: કોંગ્રેસ દ્વારા આજે લોકસભાના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ગુજરાતના 11 ઉમેદવારો નામ જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત અમરેલી બેઠક પરથી પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ અને પૂર્વ સાંસદ વીરજી ઠુંમરના પુત્રી જેની ઠુંમરની પસંદગી કરવામાં આવી છે. વિદેશમાં અભ્યાસ કરવાની સાથે જેની ઠુંમરે અમરેલી જિલ્લા પંચાયત માંથી રાજકારણની શરૂઆત કરીને આજે પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે.

અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસે જેની ઠુંમરને બનાવ્યા ઉમેદવાર
અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસે જેની ઠુંમરને બનાવ્યા ઉમેદવાર

અમરેલી બેઠક પરથી જેની ઠુંમર ઉમેદવાર: કોંગ્રેસે આજે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતના 11 ઉમેદવારોના નામોની પણ જાહેરાત કરવામાં આવી છે જેમાં રાજકીય રીતે ખૂબ જ મહત્વની ગણાતી અમરેલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસે યુવાન મહીલા નેતા અને મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ જેની ઠુંમરને પાર્ટી એ ચૂંટણી જંગમાં ઉતાર્યા છે જેની ઠુંમર અમરેલીના પૂર્વ સાંસદ વિરજી ઠુમરના પુત્રી પણ છે વીરજી ઠુમર અમરેલીના સાંસદ અને લાઠી બાબરાના ધારાસભ્ય હતા ત્યારથી જ જેની ઠુંમર રાજકીય રીતે પદાર્પણ પણ કરી રહ્યા હતા ત્યારે આજે પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ પદ સુધીની રાજકીય સફરને ધ્યાને રાખીને કોંગ્રેસ શીર્ષસ્થ નેતૃત્વ એ સૌથી મહત્વની ગણાતી અમરેલી લોકસભા બેઠક પરથી તેમની પસંદગી કરી છે

જેની ઠુંમરની કારકિર્દી: જેની ઠુંમરનો જન્મ 23 એપ્રિલ 1984ના દિવસે અમરેલીમાં થયો હતો. જેની ઠુંમર લંડનની મિડલસેક્સ યુનિવર્સિટીમાંથી માનવ સંસાધન વ્યવસ્થાપનમાં એમબીએની પદવી ધરાવે છે. લેટન કોલેજ લંડન માંથી જેનીએ યુકે માનવ સંસાધન વ્યવસ્થાપનમાં ડિપ્લોમા ફોર્સ કોલેજ લંડન યુકે માંથી કોમ્પ્યુટર સાયન્સમાં અને નિરમા યુનિવર્સિટી માંથી કોમ્પ્યુટર સાયન્સમાં સ્નાતક બન્યા બાદ બે વર્ષ સુધી ફ્લોરિડાની એટલાન્ટિક યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો છે. વર્ષ 2009માં તેમના પિતા વિરજીભાઈ ઠુંમર અમરેલી લોકસભાની ચૂંટણી લડતા હતા ત્યારે તેમણે કરેલો વ્યવસ્થાપનનો અભ્યાસ ચૂંટણીના વ્યવસ્થાપનની સંપૂર્ણ જવાબદારી નિભાવવાની સાથે જેની ઠુંમરે વર્ષ 2009માં મોટાભાગની રાજકીય ગતિવિધિઓમાં પોતે સ્વયં આગળ પડતો ભાગ લઈને તેના પિતા વિરજી ઠુંમરના રાજકીય વારસાને આગળ ધપાવવામાં સતત પ્રયત્નશીલ રહ્યા છે.

રાજકીય સફરની શરૂઆત: જેની ઠુમરે રાજકીય સફરની શરૂઆત બાબરા તાલુકાની મોટા દેવળીયા જિલ્લા પંચાયત સીટ પરથી વર્ષ 2015માં પ્રથમ વખત ચૂંટણી લડીને જીતવાની સાથે રાજકારણની શરૂઆત કરી હતી. પ્રથમ વખત જિલ્લા પંચાયતના સભ્ય બનવાની સાથે જેની ઠુંમરના હાથમાં અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ પણ આવ્યું હતું. અઢી વર્ષ સુધી મહિલા પ્રમુખ તરીકે જેની ઠુમરે અમરેલી જિલ્લા પંચાયતનો વહીવટ પણ સંભાળ્યો છે. વારસામાં મળેલા રાજકારણને કારણે જેની ઠુંમર આજે રાજકીય રીતે એક પરિપકવ નેતા તરીકે અમરેલી અને સમગ્ર ગુજરાત કોંગ્રેસમાં સારી નામના ધરાવે છે. ત્યારે અમરેલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસે ભાજપને ટક્કર આપવા માટે યુવાન શિક્ષિત અને મહિલા નેતાની પસંદગી કરી છે.

  1. કોંગ્રેસે ત્રીજી યાદી કરી જાહેર, અમિત શાહ સામે સોનલ પટેલ, આણંદથી અમિત ચાવડા લડશે - lok sabha election 2024
  2. Rohan Gupta: જનતાની વચ્ચે સચોટ મુદ્દા લઈને જઈશું, અમને વિશ્વાસ છે કે, અમે જીતીશું: રોહન ગુપ્તા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.