ETV Bharat / politics

જીતના વિશ્વાસ સાથે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપના ચંદુભાઇ શિહોરાએ ભર્યુ ઉમેદવારી પત્ર - Chandubhai Shihora filed nomination

સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ પણ જિલ્લા કલેકટર કચેરી ખાતે ભવ્ય રોડ શો યોજી બપોરે ૧૨.૩૯ કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું અને જંગી બહુમતીથી જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપના ચંદુભાઇ શિહોરાએ ભર્યુ ઉમેદવારી પત્ર

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 15, 2024, 8:58 PM IST

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપના ચંદુભાઇ શિહોરાએ ભર્યુ ઉમેદવારી પત્ર

સુરેન્દ્રનગર: સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ પણ જિલ્લા કલેકટર કચેરી ખાતે ભવ્ય રોડ શો યોજી બપોરે ૧૨.૩૯ કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું અને જંગી બહુમતીથી જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ તકે કેબિનેટ મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા તેમજ જીલ્લાના તમામ ધારાસભ્યો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કોળી સમાજના મતદારોનું પ્રભુત્વ રહેલુ છે અને છેલ્લી બે ટર્મથી આ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ રહી છે, ત્યારે આગામી લોકસભાની ચૂંટણીના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ જીલ્લા કલેકટર કચેરી ખાતે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. જેમાં સૌ પ્રથમ શહેરના મેળાના મેદાન ખાતે ચંદુભાઈ શિહોરાના સમર્થનમાં ભાજપની જાહેર સભા યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત મહાનુભાવો અને હોદેદારો દ્વારા ચંદુભાઈ શિહોરાને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું હતુ.

જાહેરસભા બાદ શહેરના મેળાના મેદાન ખાતે થી જીલ્લા કલેકટર કચેરી સુધી ભવ્ય રોડ શો યોજી બપોરે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમજ મતદારોની વચ્ચે રહી દરેક સમસ્યાનો ઉકેલ લાવવાની અને પ્રજા વચ્ચે રહેવાની ખાતરી આપી હતી અને કોંગ્રેસ પર વિવિધ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે.જાડેજા, રાજ્યસભાના સાંસદ કેશરીસિંહ ઝાલા, લોકસભા મત વિસ્તારમાં આવતી તમામ ૦૭ વિધાનસભાના ધારાસભ્યો, જીલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત હોદેદારો,આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

  1. સુરેન્દ્રનગર લોકસભા બેઠક જંગી બહુમતીથી જીતીશ, કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાનો પ્રબળ વિશ્વાસ - Surendranagar Lok Sabha Seat
  2. લોકસભા ચૂૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમાભાઈનું કોંગ્રેસમાંથી રાજીનામું - Somabhai resigns from Congress

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.