ETV Bharat / politics

અમે 400 નો લક્ષ્યાંક પાર કરીશું અને કોંગ્રેસના ઉમેદવાર ડિપોઝિટ ગુમાવશે : દેવુસિંહ ચૌહાણ - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

લોકસભા ચૂંટણી 2024 આડે ગણતરીના દિવસો બાકી છે. તમામ પક્ષના ઉમેદવાર વિવિધ મુદ્દાઓ લઈને જનતા વચ્ચે વોટ માંગવા પહોંચ્યા છે. ત્યારે ખેડા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે  ETV Bharat સાથે ખાસ વાતચીત કરી લોકસભા ચૂંટણી પ્રચારની રણનીતિ જણાવી હતી.

ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ સાથે ખાસ વાતચીત

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 15, 2024, 7:42 PM IST

Updated : Apr 15, 2024, 10:04 PM IST

દેવુસિંહ ચૌહાણે ઈટીવી ભારત સાથે કરી ખાસ વાતચીત

ખેડા : લોકસભા ચૂંટણી 2024 ને લઈને તમામ પક્ષના ઉમેદવાર હાલ પ્રચારમાં વ્યસ્ત છે. ખેડા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે ETV Bharat સાથે ખાસ વાત કરી હતી. આ દરમિયાન દેવુસિંહ તેમની રણનીતિ, ક્યા વિકાસ કાર્યોને અગ્રતા આપશે તથા મોંઘવારી અને બેરોજગારી સહિતના વિવિધ મુદ્દે વાત કરી હતી. દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, અમે 400 નો લક્ષ્યાંક પાર કરીશું અને કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જશે. જુઓ દેવુસિંહ ચૌહાણ સાથેની ખાસ વાતચીતના મુખ્ય અંશ

  • લોકસભા ચૂંટણી 2024 માં આપની રણનીતિ શું રહેશે ? ક્યા મુદ્દે મત માંગશો ?

દેવુસિંહ ચૌહાણ : છેલ્લા દસ વર્ષમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં જનતાએ સામાજિક અને આર્થિક પરિવર્તનનો અનુભવ કર્યો છે. વિશ્વમાં ભારતના નાગરિક તરીકે ભારતીયોએ પ્રતિષ્ઠા અનુભવી છે. દેશમાં 2014 પહેલા સતત આંતરિક સલામતીના પ્રશ્નો, સરહદી સલામતીના પ્રશ્નો, દેશની વિદેશ નીતિ અને આર્થિક નીતિ સહિત વિવિધ બાબતે સમગ્ર વિશ્વમાં સૌથી નબળી ઈકોનોમીમાં ભારત હતું. દેશની આર્થિક સ્થિતિ 11 મા સ્થાને હતી, જે આજે પાંચમા સ્થાને છે.

આર્થિક ગતિવિધિઓમાં ભારતને સામેલ કરવાની પીએમ મોદીની નીતિ અને નિયત દેશહિત માટે છે. પીએમ મોદીએ સમાજ હિત અને રાષ્ટ્રહિતમાં લીધેલા નિર્ણયો જેવા કે, 370 કલમ હટાવવી, ત્રિપલ તલાક હટાવવું, દેશમાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ, સિટિઝન એક્ટ બનાવવો. ઉપરાંત નારી શક્તિને વંદન કરવા માટેનો 50 ટકા રિઝર્વેશન અધિનિયમ બનાવવાનું કામ સરકારે કર્યું છે.

આવા અનેક દેશ હિતમાં અને સમાજ સહિતના નિર્ણયો સરકારે લીધો છે. આ તમામ બાબતો લઈને અમે સમાજ વચ્ચે જઈશું. નરેન્દ્ર મોદી આ જ ધરતીના પનોતા પુત્ર છે, એમનું ગૃહ રાજ્ય છે. ગુજરાતની જનતા નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપતી આવી છે. વર્ષ 2014 અને 2019 લોકસભા ચૂંટણીમાં ગુજરાતની જતનાએ છવ્વીસે છવ્વીસ બેઠકોમાં આશીર્વાદ આપતા આવી છે. આ વખતે પણ પ્રચંડ જન સમર્થન મળશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે.

  • ખેડા લોકસભા વિસ્તારમાં ક્યા કાર્યોને અગ્રતા આપશો ?

દેવુસિંહ ચૌહાણ : ભારત સરકારની અન્ડર આવતી રેલવે સુવિધા, નેશનલ હાઈવે, સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ પર ધ્યાન આપીશું. તાજેતરમાં દેશમાં એક હજારથી વધારે રેલવે સ્ટેશનને રિ-ડેવલપ કરવાની વાત છે, ત્યારે નડિયાદ રેલવે સ્ટેશનનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉપરાંત નડીયાદની વર્ષો જૂની સમસ્યાઓ અંગે પણ કામ કરવામાં આવશે. જ્યાં પાણી ભરાવાની સમસ્યા હતી ત્યાં લગભગ 80 કરોડના ખર્ચે એક નવો રસ્તો બનશે. ખેડા જિલ્લામાં જ્યાં જ્યાં રેલવે પસાર થાય છે ત્યાં રેલવે ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજના નિર્માણ સહિતની તમામ દિશામાં ખૂબ મોટું કામ થયું છે. આવનાર અરસામાં આ બધું કામ અમે પૂર્ણ કરીશું. ખેડા અને આણંદ જિલ્લાની જનતાને બુલેટ ટ્રેનનો સૌથી મોટો લાભ મળવાનો છે. આવનારા વખતમાં આ બુલેટ ટ્રેનથી વ્યવહાર ચાલુ થશે ત્યારે આ ક્ષેત્રમાં તેની સંલગ્ન ખૂબ મોટું ડેવલપમેન્ટ આવવાનું છે.

  • મોંઘવારી અને બેરોજગારીના મુદ્દા પર આપની શું વ્યૂહરચના રહેશે ?

દેવુસિંહ ચૌહાણ : સામાન્ય રીતે આપણે ત્યાં દરેક ચૂંટણીમાં આ એક ગાજતો મુદ્દો છે. દસ વર્ષ પહેલા બે આંકડાને પાર વટાવીને મોંઘવારી વધતી હતી. પરંતુ તમે જોઈ શકો છો કે, જ્યારે વિશ્વમાં કોઈ મોંઘવારી કંટ્રોલ કરી શક્યુ નથી, એવા સમયમાં છેલ્લા દસ વર્ષમાં આપણે ત્યાં કંટ્રોલ થયો છે.

કોરોના મહામારીના આવ્યા પછી વિશ્વમાં એવા કોઈ દેશ નથી કે જે મોંઘવારીના ભરડામાં ન હોય. આપણા પાડોશી દેશોની વાત કરીએ તો તેમની આર્થિક સ્થિતિ તો એટલી નબળી થઈ ગઈ છે કે દેવાળું ફૂંક્યું છે. શ્રીલંકા અથવા પાકિસ્તાન જેવા દેશની હાલત અત્યંત ખરાબ છે. ત્યારે વિશ્વમાં મોંઘવારીને કંટ્રોલ કરવાનું કામ અને આ મહામારીના પડકારને પહોંચી વળવાનું કામ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયું છે.

એક પ્રકારે વિશ્વબંધુ તરીકે ભારતે 100 થી વધારે દેશોને વેક્સિન અને દવાઓ પણ પહોંચાડી છે, એના કારણે ભારતની પ્રતિષ્ઠા વધી છે. આવી મહામારીને હેન્ડલ કરવા માટે અન્ય દેશોએ જેમ સીધા નાણાં ખાતામાં નાખ્યા અને લોકોએ ઉડાવ્યા એના બદલે આત્મનિર્ભર બનાવવાની એક નવી રણનીતિની સાથે દેશના નાગરિકોને મદદ કરવાનું કામ નરેન્દ્ર મોદી કર્યું છે. વિશ્વમાં આવી મહામારી આવે ત્યારે લોકો ભૂખમરાથી મરતા હતા. ત્યારે નરેન્દ્ર મોદીએ 80 કરોડ ગરીબ જનતાને બે ટાઈમ મફત અનાજ પહોંચાડવાનું કામ પણ કર્યું છે.

  • ખેડા લોકસભા બેઠક પર 400 પારના ટાર્ગેટ અંગે શું કહેશો ?

દેવુસિંહ ચૌહાણ : હું માનું છું કે રાષ્ટ્રીય સ્તરે વિપક્ષોએ પ્રતિષ્ઠા અને વિશ્વાસ ગુમાવ્યો છે. વિશેષરૂપે કોંગ્રેસ અને કોંગ્રેસની સાથે થયેલા ગઠબંધનના વિપક્ષના લોકોની પરિવારવાદ, ભ્રષ્ટાચારવાદ અને મતની લાલચમાં તુષ્ટિકરણની રાજનીતિના કારણે દેશ અને એમની પ્રતિષ્ઠાને પણ નુકશાન થયું છે. છતાં પણ હજુ આ એમની નિષ્ફળ રણનીતિ છે તે સમજી શક્યા નથી. દેશની જનતા ખૂબ આગળ વધી ગઈ છે. દેશની જનતા આ તમામ રાજકીય પક્ષોના સ્વાર્થ અને સત્તા લાલસાને ઓળખી ગઈ છે.

અમે 2014માં 272 માંગ્યા હતા, ત્યારે જનતાએ એકલા હાથે 282 આપ્યા અને ભાજપ સરકાર બનાવે એટલું સમર્થન કર્યું હતું. 2019 માં અમે 300 માંગ્યા હતા, તો જનતાએ ભાજપને 303 સીટ આપી હતી. 2024 માં ભારતીય જનતા પાર્ટીએ 370 બેઠક અને NDA ગઠબંધને 400 પારનું લક્ષ્યાંક રાખ્યું છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે આ લક્ષ્યાંકને પાર કરીશું.

  • ખેડા લોકસભા બેઠક બાબતે શું કહેશો ?

દેવુસિંહ ચૌહાણ : ખેડામાં છેલ્લે 2009 માં પાતળી સરસાઈથી આ બેઠક ગુમાવેલી, પરંતુ 2014 અને 2019 માં ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી દેશમાં વડાપ્રધાન હતા ત્યારે મોટી સંખ્યામાં મતદાન પણ થયું છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ હતાશ નિરાશ છે. એક પ્રકારે કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક પણ કોંગ્રેસને મત આપવા તૈયાર નથી. આ સંજોગોમાં ખેડા લોકસભાના ઉમેદવારની ડિપોઝીટ જાય એવા સંજોગો ઉભા થયા છે.

  1. આઝાદી બાદથી કોંગ્રેસનો ગઢ મનાતા ખેડા લોકસભા બેઠકનું 2014 માં ચિત્ર બદલાયું, 2024 લોકસભા ચૂંટણી પરિવર્તન લાવશે ?
  2. Kheda Lok Sabha Seat: સતત ત્રીજી વખત સાંસદ દેવુસિંહ ચૌહાણને ખેડા લોકસભા બેઠક પરથી રિપીટ કરાયા

Last Updated : Apr 15, 2024, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.