ETV Bharat / politics

આણંદ લોકસભા બેઠક પર હવે પાટીદાર v/s ક્ષત્રિયની જંગ, અમિત ચાવડાને ટિકિટ મળતાં ભાજપના મિતેશ પટેલ સામે લડશે ચૂંટણી - Anand Lok Sabha Seat

નવી દિલ્હી ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં નામો પર મહોર વાગી ગયા બાદ આજે ગુજરાતની 11 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આણંદ લોકસભા બેઠક પર અમિત ચાવડાને ટિકિટ મળવાની શક્યતાઓ સાચી ઠરી હતી. અમિત ચાવડાનું નામ જાહેર થતાં કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આણંદ લોકસભામાં હવે પાટીદાર v/s ક્ષત્રિયની જંગ જોવા મળશે.

આણંદ લોકસભા બેઠક
આણંદ લોકસભા બેઠક
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 22, 2024, 6:35 AM IST

આણંદ: ગુજરાતની 26 લોકસભા બેઠક ઉપર આગામી 7મી મેના રોજ મતદાન થવાનું છે. આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસમાંથી અમિત ચાવડાનું નામ જાહેર થઈ ગયું છે. થોડા દિવસ અગાઉ નવી દિલ્હી ખાતે યોજાયેલી કોંગ્રેસ વકીંગ કમિટિની બેઠકમાં ઘણાં નામો ઉપર મંજૂરીની મહોર વાગી ગયા બાદ આજે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતની 26 બેઠકો માંથી 24 બેઠકો પર કૉંગ્રેશ ચૂંટણી લડવા માટે તૈયારી કરી રહ્યું છે તેવામાં આજે જાહેર થયેલી યાદીમાં 11 બેઠકો પર નામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં આણંદ લોકસભા બેઠક પર અમિત ચાવડાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

આ નામો પણ હતા હરોળમાં: પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ બેઠક પરથી ભરતસિંહ સોલંકી દ્વારા ચૂંટણી લડવાના કરાયેલા ઈન્કાર બાદ આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાનું નામ સામે આવ્યું હતું. હાઈકમાન્ડ દ્વારા તેમના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી છે. થોડા સમય અગાઉ બોરસદની સત્યાગ્રહ છાવણી ખાતે અમિત ચાવડાની અધ્યક્ષતામાં કોંગ્રેસના કાર્યકરોની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાભરમાંથી કોંગ્રેસના નેતાઓ અને આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને તમામે એકી સુરમાં અમિત ચાવડાના નામ પર સર્વસંમતિ સાધી હતી. જો કે અમિત ચાવડા ઉપરાંત બોરસદના પુર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર અને પુર્વ આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ નટવરસિંહ મહિડાના નામો પણ ચર્ચાયા હતા. પરંતુ આખરે અમિત ચાવડા ઉપર કળશ ઢોળાયો હતો. જે નામ દિલ્હી ખાતે પહોંચ્યું હતું જેના પર આજે મંજૂરીની મહોર સાથે જાહેર કરવામાં આવ્યું છે.

અમિત ચાવડા
અમિત ચાવડા

કોણ છે અમિત ચાવડા: પરંપરાગત રીતે કોંગ્રેસની મજબૂત બેઠક ગણાતી આણંદ સીટ પરથી કોંગ્રેસે ફરી એકવાર સોલંકી-ચાવડા પરિવાર પર દાવ અજમાવ્યો છે. મધ્ય ગુજરાતની આણંદ સીટ પર સોલંકી અને ચાવડા પરિવારનો ભૂતકાળમાં દબદબો રહ્યો છે. આણંદ સીટ પરથી અમિત ચાવડાના દાદા ઈશ્વરસિંહ ચાવડા વર્ષો સુધી સાંસદ રહ્યા હતા. પરંતુ છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બંને પરિવારનો દબદબો ઘટાડ્યો છે. ગત વિધાનસભા ચૂંટણીમાં આણંદ જિલ્લાની મોટાભાગની સીટો પર ભારતીય જનતા પાર્ટીને સફળતા મળી છે. આણંદ બેઠક પરથી અંકલાવના ધારાસભ્ય અને વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડા ચૂંટણી લડશે. 48 વર્ષીય અમિત ચાવડાએ કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. અમિત ચાવડા પાંચ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. તેમણે શ્રેષ્ઠ યુવા ધારાસભ્ય તરીકેનો પુરસ્કાર જીત્યો છે. અમિત ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ગત બે લોકસભા ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ હારી જતા તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. ભરતસિંહના ઇનકાર બાદ કોંગ્રેસે અમિત ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે.

હવે આણંદ લોકસભા બેઠક પર ફરી એક વખત ક્ષત્રિય અને પાટીદાર ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે. આણંદ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ 2019માં જીતેલા મિતેશ પટેલને રિપીટ કર્યા છે.

કોણ છે મિતેષ પટેલ: મિતેષ પટેલ યુવા અને ઉત્સાહી પ્રજા પ્રતિનિધિ તરીકેની છબી ધરાવતા નીવિવાદિત રાજકારણી છે જે પ્રજામાં સર્વ સ્વીકૃત પ્રતિભા ધરાવે છે, વર્ષ 2019માં મિતેષ પટેલને આણંદ જિલ્લાના મતદારોએ ખોબલે ખોબલે મત આપીને દેશની સૌથી મોટી પંચાયતમાં સાંસદ બનાવીને મોકલ્યા હતાં. જ્યાં તેમના કાર્યકાળ દરમિયાન તેમણે સતત વિસ્તારની સમસ્યાઓ માટે અવાજ ઉઠાવી સરકારી સેવાઓનો લાભ પ્રજા સુધી વધુમાં વધુ કેવી રીતે પહોંચે તે માટે હંમેશા પ્રયત્નો કરી હકારાત્મક પરિણામો લાવી આપ્યા છે.

રાજકીય કારકિર્દી: મિતેષ પટેલ દ્વારા સાંસદ તરીકે 97 ટકા જેટલી હાજરી ગૃહમાં આપી છે જેમાં 42 કરતા વધારે ડેબિટમાં સામેલ થયા છે,અંદાજિત વિસ્તાર અને રાષ્ટ્ર સ્તરના 221 જેટલા પ્રશ્નો તેમના ધ્વારા ગૃહમાં ઉઠાવવામાં આવ્યા છે તેમાં પણ વિશ્વ સ્તરે દેશનું સંબોધન ઇન્ડિયાને બદલે ભારત અથવા ભારતવર્ષ તરીકે કરવામાં આવે તેવી તેમની રજૂઆતની નોંધ સમગ્ર દેશે લીધી હતી. સાથે તેમના દ્વારા ઉડ્ડયન કોડ માં VT ( વિક્ટોરિયા ટેરીટરી) ના બદલે BT (ભારત ટેરીટરી) તરીકે સંબોધવામાં આવે તે રજૂઆતથી તેમની રાષ્ટ્રદાઝનું ઉદાહરણ પૂરું પાડયું હતું.

  1. અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસે જેની ઠુંમરને બનાવ્યા ઉમેદવાર, આવી છે રાજકીય-સામજીક કારકિર્દી... - lok sabha election 2024
  2. જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસે પાટીદાર ચેહરાની કરી પસંદગી..જાણો કેવી છે રણનીતિ ? - lok sabha election 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.