હૈદ્રાબાદ: લોકસભાની ચૂંટણીની સાથે સોશિયલ મીડિયા પર ઘણા ભ્રામક સમાચાર અને દાવાઓ ફેલાઈ રહ્યા છે. છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર અમિત શાહનો એક વીડિયો પણ ફરતો થઈ રહ્યો છે. જેમાં અમિત શાહ એવું કહે છે કે, જો ભાજપની સરકાર આવશે તો, એસસી, એસટી, ઓબીસીનું અનામત ખતમ કરી દેવામાં આવશે. આ વીડિયો એડિટ થતાં જ ભાજપે વિરોધ કર્યો હતો. દિલ્હી પોલીસે આ અંગે એફઆઈઆર નોંધી છે. હવે આ મામલે વધુ તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ભાજપે વિરોધ નોંધાવ્યો: અમિત શાહનો એડિટેડ વીડિયો વાયરલ થયા બાદ દિલ્હી પોલીસને બે ફરિયાદ મળી. એક ફરિયાદ ભાજપે અને બીજી ગૃહ મંત્રાલયે નોંધાવી હતી. ફરિયાદના આધારે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ સાયબર વિંગ IFSO યુનિટે FIR નોંધી છે. એડિટ કરાયેલા વીડિયોમાં અમિત શાહ એસસી, એસટી અને ઓબીસીની અનામત ખતમ કરવાની વાત કરતા જોવા મળ્યા હતા. આ મામલે ભાજપે વિરોધ પણ નોંધાવ્યો છે. આથી ભાજપ અને ગૃહ મંત્રાલયની ફરિયાદ બાદ દિલ્હી પોલીસ પણ એક્શનમાં આવી ગઇ છે. દિલ્હી પોલીસે IPCની કલમ 153/153A/465/469/171G અને IT એક્ટની કલમ 66C હેઠળ કેસ નોંધીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
એડિટેડ વિડીયો થયો વાયરલ: અમિત શાહનો એડિટેડ વિડીયો વાયરલ થયો.જેમાં, તેમણે આરક્ષણ સમાપ્ત કરવાની વાત કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભાજપ નેતા અમિત માલવિયાએ પોસ્ટ કરીને આ વિશેની જાણકારી પણ આપી હતી. આ સાથે તેમણે મૂળ વિડીયો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં અમિત શાહ SC, ST કે OBC વિશે કઈ બોલ્યા જ નહોતા. તેમણે આરક્ષણ વિશે કહ્યું હતું કે, ભાજપની સરકાર આવશે તો ધાર્મિક આધાર પર મુસ્લિમોને આપવામાં આવેલું ‘અસંવૈધાનિક (ગેરબંધારણીય) અનામત’ સમાપ્ત કરી નાખશે. દિલ્હી પોલીસે ગૃહમંત્રીના એડિટેડ વિડીયોને લઈને X અને ફેસબુકને લેટર લખીને માહિતી માંગી છે કે, આ એડિટેડ વિડીયો કયા સોશિયલ મીડિયા યુઝરે પોસ્ટ કર્યો હતો.
- અમિત શાહના 'ડોક્ટર્ડ' વીડિયો સંદર્ભે FIR દાખલ, તેલંગાણાના CM રેવંત રેડ્ડીની થશે પુછપરછ - FAKE VIDEOS
- કોંગ્રેસ આ બેઠકો જીતે તો પાયલટનું કદ વધશે, દિલ્હીની રાજનીતિ પર પણ થશે અસર - લોકસભા ચૂંટણી 2024 - Lok Sabha Election 2024