નવી દિલ્હીઃ લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે, થોડા દિવસમાં જ પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. બીજી તરફ ભાજપમાં ભરતી મેળો યથાવત છે. અત્યાર સુધીમાં અનેક કોંગ્રેસના નેતાઓ રાજીનામા આપીને ભાજપમાં જોડાયા ચુક્યા છે. ત્યારે કોંગ્રેસના નવધુ એક નેતાએ ભાજપની વાટ પકડી છે.
રોહન ગુપ્તા ભાજપમાં જોડાયાઃ અમદાવાદના રોહન ગુપ્તા પણ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. દિલ્હી સ્થિતિ ભાજપ કાર્યલયમાં ભાજપના મહાસચિવ અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીની અધ્યક્ષતામાં તેમણે ભાજપનો પહેરીને વિધિવત રીત ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
કોંગ્રેસ આપી હતી લોકસભાની ટિકિટઃ કોંગ્રેસે અગાઉ તેમને અમદાવાદની પૂર્વ બેઠક પરથી ટિકિટ આપી હતી. જો કે રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતના કારણે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. રોહન ગુપ્તા AICCના આઈટી સેલના ચેયરમેન પણ રહી ચૂક્યાં છે.
કોંગ્રેસનો જાણીતો ચહેરોઃ કોંગ્રેસે અમદાવાદ પૂર્વથી યુવા નેતા રોહન ગુપ્તાને કોંગ્રેસે ભાજપ સામે મેદાનમાં ઉતાર્યા હતા. 48 વર્ષીય રોહન ગુપ્તા કોંગ્રેસનો જાણીતો ચહેરો રહી ચુક્યા છે અને સારા એવા વક્તા પણ છે. તમણે બીઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે સોશ્યલ મીડિયા હેડ તરીકેની જવાબદારી નીભાવી છે, તેમજ આઇટી સેલના અધ્યક્ષ તરીકેનો પણ સારો એવો અનુભવ છે. રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તા પણ કોંગ્રેસના નેતા હતા. રોહનને ટીવી ડિબેટમાં કોંગ્રેસનો પક્ષ રજૂ કરતા અનેકવાર જોઇ શકાયા છે.