જૂનાગઢ: પ્રદેશ કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલીયાએ આજે પાછલા વર્ષ દરમિયાન પાક વીમાને લઈને જે ગોલમાલ થઈ છે તેના પુરાવા સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યા હતા. વર્ષ 2016થી લઈને 2020 સુધીના સમયગાળા દરમિયાન ખેડૂતોને પાક વીમાના નામે સરકારોએ છેતરપિંડી શરૂ કરી છે. તેને લઈને ખૂબ જ ગંભીર આક્ષેપો કર્યા છે.
વર્ષ 2016થી લઈને 2020 દરમિયાન અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ તેમજ કમોસમી વરસાદના ખિસ્સામાં સરકારે ખૂબ મોટું રાહત પેકેજ ખેડૂતોને આપ્યું હતું. પરંતુ આ રાહત આજે પણ ખેડૂતોથી ખૂબ દૂર જોવા મળે છે. પાક વીમા અંતર્ગત ખેડૂતોને પ્રતિ એક હેક્ટરે માણાવદર તાલુકાની વાત કરીએ તો 76000 જેટલી રકમ સરકારે ચૂકવવાની થતી હતી પરંતુ આજે એક પણ રૂપિયાની ચુકવણી કર્યા વગર ખેડૂતોને કેન્દ્ર અને રાજ્યની સરકાર આર્થિક પાયમાલ કરી રહી છે. - પાલ આંબલીયા, પ્રમુખ પ્રદેશ કોંગ્રેસ, કિસાન સેલ
પાક વીમા પત્રકની માંગ: પ્રદેશ કિશન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલીયાએ રાજ્યની સરકાર સમક્ષ પાક વીમા પત્રકોની માંગ કરી છે. વર્ષ 2019માં ખેતી નિયામક સામે પણ આ પ્રકારની માંગ કરવામાં આવી હતી. પરંતુ ત્યારે આ પ્રકારના કોઈપણ પત્રકો ત્રણ પર સુધી કોઈપણ ને ના આપી શકાય તેવી વાત રાજ્યના ખેતી નિયામકે કરી હતી. ત્યારબાદ ત્રણ વર્ષ પછી આર ટી આઇ કરવામાં આવી તેમ છતાં ખેડૂતોને પાક વીમા પત્રકની નકલો પૂરી પાડવામાં આવી નથી. જૂનાગઢ જિલ્લાના ભેસાણ અને માણાવદર તાલુકાના ખેડૂતોએ પાક વીમાને લઈને જે ક્રોસ કટીંગના આંકડાઓ રજૂ કર્યા છે તે મુજબની ચૂકવણી આજે પણ ખેડૂતોને થઈ નથી. જેમાં ભેસાણ તાલુકાના સૌથી વધુ 35 જેટલા ગામોનો સમાવેશ થાય છે.
પાક વીમા કંપની સાથે સરકારની સાઠગાંઠ: પ્રદેશ કિશાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલીયાએ પાક વીમાને લઈને સરકાર અને કંપનીઓ વચ્ચે કોઈ મોટી સાઠગાંઠ કે ભાગીદારી હોવાનો આક્ષેપ કરીને સરકાર પાક વીમા પત્રકો શા માટે જાહેર નથી કરતી તેને લઈને સવાલ ઊભા કર્યા હતા. જૂનાગઢ જિલ્લાના મોટાભાગના ગામોની વિગતો પાક વીમા પત્રકની રાજ્યનું ખેતી નિયામક કે સરકાર દ્વારા આપવામાં આવતી નથી. માણાવદર તાલુકામાં એક હેક્ટરે 77,000 નો પાક વીમો મળવાપાત્ર હતો. પરંતુ તેમાં ખેડૂતને ફૂટી કોડી પણ મળી નથી વધુમાં વર્ષ 2016થી લઈને 20 સુધીના સમયગાળા દરમિયાન 35 થી 40 હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર રાજ્યની સરકારે પાક વીમા અંતર્ગત કર્યો હોવાનો આક્ષેપ પણ પાલ આંબલીયાએ કર્યો છે.