ETV Bharat / opinion

શું યુવાનોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે? શું કહે છે નિષ્ણાંતો ? - CANCER SHOWING DEMOGRAPHIC SHIFT

50 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં કેન્સરના વધુ અને વધુ કેસોનું નિદાન થઈ રહ્યું છે. વિશ્વભરના સંશોધકો આ વધારા માટેના કારણો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. સારા સમાચાર એ છે કે આ પ્રકારની ઘટનાઓ વધારે છે તેની સાથે જીવન બચાવવાનો દર પણ વધુ છે. વાંચો વરિષ્ઠ પત્રકાર તૌફિક રશીદનો અહેવાલ

શું યુવાનોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે?

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 29, 2024, 11:28 PM IST

Updated : Apr 2, 2024, 3:46 PM IST

હૈદરાબાદઃ કેન્સર અંગે માન્યતા હતી કે મોટી ઉંમરે થાય છે કારણ કે, 75 ટકા કેન્સરના દર્દીઓ 55 વર્ષ અને તેથી વધુ ઉંમરના હતા. જો કે હવે પરિસ્થિતિ બદલાઈ છે. નિષ્ણાતો કહે છે કે અમુક પ્રકારના કેન્સર જેવા કે એન્ડોક્રાઈન કેન્સર યુવા પેઢીમાં વધુ જોવા મળે છે.

બ્રિટનની ભાવિ રાણી અને વેલ્સની પ્રિન્સેસ કેટ મિડલટનને 42 વર્ષની ઉંમરે એન્ડોક્રાઈન કેન્સરનું નિદાન થયું હતું. અભિનેત્રી ઓલિવિયા મુન જેવી ઘણી હસ્તીઓ પણ આ કેન્સરમાંથી પસાર થઈ છે. 40 અને 50ના દાયકાના પ્રારંભમાં લોકોમાં કેન્સર થતું જોવા મળે છે. હોલીવુડમાં અને બોલિવૂડમાં કેન્સરને લીધે અભિનેતા ઈરફાન ખાન અને માર્વેલના સુપર હીરો ચેડવિક બોસમેનનું મૃત્યુ થયું હતું.

ઓક્ટોબર 2022માં બ્રિઘમ વિમેન્સ હોસ્પિટલના સંશોધકોએ જાહેર કર્યુ કે, સ્તન, કોલોન, અન્નનળી, કિડની, યકૃત અને સ્વાદુપિંડ સહિત પ્રારંભિક શરૂઆતના કેન્સરની ઘટનાઓ 1990ની આસપાસની શરૂઆત સાથે વિશ્વભરમાં અચાનક જ વધી ગઈ છે. નેચર રિવ્યુઝ ક્લિનિકલ ઓન્કોલોજીમાં પ્રકાશિત પરિણામો 50 વર્ષથી ઓછી ઉંમરના વધુ લોકોને કેમ કેન્સર થાય છે તે સમજવા માટે ઉપલબ્ધ ડેટાના વિસ્તૃત વિશ્લેષણ પર આધારિત હતા.

સંશોધકો અનુસાર આ અસર દર્શાવે છે કે કુટુંબમાં છેલ્લે જન્મેલા લોકોમાં વધુ જોખમ હોય છે. સંશોધકોએ શોધી કાઢ્યું કે દરેક પેઢી સાથે આ જોખમ વધી રહ્યું છે. દાખલા તરીકે 1960માં જન્મેલા લોકો 1950માં જન્મેલા લોકો કરતાં 50 વર્ષના થયા તે પહેલાં કેન્સરનું જોખમ વધારે હતું. ડેટા દર્શાવે છે કે ઓછામાં ઓછા 14 પ્રકારના કેન્સરમાં વધારો થયો છે.

ટીમે એ પણ શોધી કાઢ્યું કે, પ્રારંભિક જીવન "એક્સપોઝમ", જે વ્યક્તિના આહાર, જીવનશૈલી, વજન, પર્યાવરણીય સંસર્ગ અને માઈક્રોબાયોમમાં ફેરફાર છે તે આ વધારો તરફ દોરી ગયું છે.

અંતઃસ્ત્રાવી કેન્સરમાં સ્તન કેન્સર અને થાઈરોઈડ કેન્સરનો સમાવેશ થાય છે. આ કેન્સર તેમના 40 અને 50 ના દાયકામાં યુવાન લોકોમાં વધુ કે વધુ જોવા મળે છે. ભારતના અગ્રણી ઓન્કોલોજિસ્ટ પૈકીના એક ડૉ. સમીર કૌલે જણાવ્યું હતું કે જીન્સ અને બાહ્ય વાતાવરણમાં થતા ફેરફારો કારણભૂત છે. જેમ કે આપણે જે ખોરાક લઈએ છીએ, પર્યાવરણમાં પ્રદૂષણ અને આપણી બદલાતી જીવનશૈલી.

નાની ઉંમરે વ્યક્તિના આનુવંશિક જોખમ વધુ રહેલ છે. આપણે હવે સામાન્ય રીતે 50 વર્ષની ઉંમરે વારસાગત પરિબળોને ધ્યાનમાં લઈએ છીએ, તેથી આપણે કેન્સરનું ખૂબ જ વહેલા નિદાન કરી શકીએ છીએ. ડૉ. કૌલે ઉમેર્યુ કે, વૈજ્ઞાનિકો માત્ર વધુ સારી સ્ક્રીનીંગ માટે સંખ્યાને આભારી નથી પરંતુ અન્ય પરિબળો જેમ કે આલ્કોહોલનું સેવન, ઊંઘનો અભાવ, ધૂમ્રપાન, સ્થૂળતા, ડાયાબિટીસ અને શારીરિક પ્રવૃત્તિનો અભાવનો પણ સમાવેશ થાય છે.

વિશ્વભરના આંકડા હવે 50 વર્ષથી ઓછી ઉંમરના પુખ્ત વયના લોકોમાં વધુ વધારો સૂચવે છે. વૈશ્વિક ડેટા પર આધારિત વિવિધ મોડેલો અનુસાર, 2019 અને 2030 ની વચ્ચે કેન્સરના પ્રારંભિક કેસોની સંખ્યામાં 30% જેટલો વધારો થશે. એક લેખમાં આ મહિનાની શરૂઆતમાં પ્રકાશિત થયેલા અગ્રણી વિજ્ઞાન સામયિક નેચરમાં, નિષ્ણાતોએ લખ્યું છે કે કોલોરેક્ટલ કેન્સર જેવા કેન્સર જે સામાન્ય રીતે 60 ના દાયકાના મધ્ય કે તેથી વધુ ઉંમરના પુરૂષો પર હુમલો કરે છે યુનાઈટેડ સ્ટેટ્સમાં 50 વર્ષથી ઓછી ઉંમરના પુરુષોમાં કેન્સર મૃત્યુનું મુખ્ય કારણ બની ગયું છે. જ્યારે 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં આ કેન્સરની ઘટનાઓ વધી છે, ખાસ કરીને સ્ત્રીઓમાં. જ્યારે નિદાન વહેલું થાય ત્યારે બચવાની વધુ સારી તક હોય છે.

યુનાઈટેડ સ્ટેટ્સમાં, જ્યાં કેન્સરની ઘટનાઓ અંગેનો ડેટા ખાસ કરીને સઘન છે. 50 વર્ષથી નાના પુખ્ત વયના લોકોમાં 1990ના દાયકાના મધ્યભાગથી ગર્ભાશયના કેન્સરમાં દર વર્ષે 2% નો વધારો થયો છે. 2016 અને 2016ની વચ્ચે પ્રારંભિક શરૂઆતના સ્તન કેન્સરમાં દર વર્ષે 3.8% નો વધારો થયો છે.

યુનાઇટેડ સ્ટેટ્સમાં યુવા વયસ્કોમાં કેન્સરનો દર પુરૂષો કરતાં સ્ત્રીઓમાં વધુ છે. હિસ્પેનિક લોકોમાં બિન-હિસ્પેનિક શ્વેત લોકો કરતાં આ દર વધુ છે. સંશોધકો એ પણ તપાસ કરી રહ્યા છે કે શું માનવ શરીરમાં રહેતા સૂક્ષ્મજીવોમાં ફેરફાર, જેને માઇક્રોબાયોમ્સ કહેવાય છે, તે પણ સંભવિત કારણ છે. માઇક્રોબાયોમ કમ્પોઝિશનમાં વિક્ષેપ જેમ કે આહારમાં ફેરફાર અથવા એન્ટિબાયોટિક્સ, બળતરા વગેરે સંકળાયેલા છે.

કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આ વધારો થવા માટે કોઈ એક સામાન્ય કારણ નથી, પરંતુ ઘણા પરિબળો જવાબદાર છે. અન્ય તમામ રોગોની જેમ, તંદુરસ્ત જીવનશૈલી, યોગ્ય ખોરાક અને શરીરને આરામ કરવા માટે પૂરતી ઊંઘ લેવી જરુરી છે.

બ્લર્બ 1: 2022માં કેન્સરના અંદાજે 19.3 મિલિયન કેસ અને લગભગ 10 મિલિયન મૃત્યુ કેન્સરને કારણે થયા હતા . કેન્સર હવે વિશ્વભરમાં મૃત્યુનું બીજું મુખ્ય કારણ છે. વિશ્વમાં કેન્સરથી થતો મૃત્યુ દર 2040 સુધીમાં 40% વધવાનો અંદાજ છે.

બ્લર્બ 2: યુનિયન ફોર ઈન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ અનુસાર વિશ્વના અડધા કેન્સર અટકાવી શકાય તેવા છે. પ્રાથમિક કેન્સર નિવારણના પગલાંમાં એવા હસ્તક્ષેપોનો સમાવેશ થાય છે. જે જોખમી પરિબળોના સંપર્કમાં ફેરફાર કરીને કેન્સરની શરૂઆતને અવરોધે છે. જેમ કે તમાકુનો ધુમાડો, આલ્કોહોલ, વ્યવસાયિક કાર્સિનોજેન્સ, રેડિયેશન, વધુ વજન અને સ્થૂળતા અને અન્ય પરિબળો કે જે વર્તનમાં ફેરફાર દ્વારા સુધારી શકાય છે.

ગૌણ કેન્સર નિવારણનાં પગલાં કેન્સરને વહેલાં શોધી કાઢવા અને તેને વધુ ખરાબ થતા રોકવા સાથે સંબંધિત છે. તેમાં સ્ક્રીનીંગ ટેસ્ટનો સમાવેશ થાય છે જે કેન્સરને તેના વિકાસની શરૂઆતમાં ઓળખી શકે છે અને તેની સારવાર કરી શકે છે. જ્યારે વસ્તી તપાસ માટે અસરકારક પરીક્ષણો માત્ર થોડા કેન્સર (સ્તન, સર્વિક્સ, ફેફસા અને કોલોરેક્ટલ કેન્સર) માટે છે. ત્યારે પ્રાથમિક અને ગૌણ વ્યૂહરચનાઓ કેન્સરના બોજને ઘટાડી શકે છે.

  1. 'Next Generation' Cancer Treatment : વૈજ્ઞાનિકોએ 'નેક્સ્ટ જનરેશન' કેન્સરની સારવાર માટે સફળતા મેળવી
  2. Skin Cancer: ત્વચાના કેન્સરને રોકવામાં આ સારવાર મદદ કરે છે: અભ્યાસ

Last Updated : Apr 2, 2024, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.