ETV Bharat / opinion

કેન્સર મૂનશોટ પ્રોગ્રામ જેના પર QUAD દેશો સહયોગ કરશે, જાણો તેનાથી ભારતને કેટલો થશે ફાયદો ? - CANCER MOONSHOT PROGRAMME

યુ.એસ.માં 21 સપ્ટેમ્બરે યોજાનારી ક્વાડ સમિટ દરમિયાન મુખ્ય પહેલની જાહેરાત થવાની ધારણા છે, તે જૂથના ચાર દેશો વચ્ચે કેન્સર મૂનશોટ પ્રોગ્રામ પર સહયોગ છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ છે કે કેન્સર મૂનશોટ પ્રોગ્રામ શું છે અને તેના હેતુઓ શું છે? આ કાર્યક્રમનો ભાગ બનવાથી ભારતને કેટલો ફાયદો થશે? CANCER MOONSHOT PROGRAMME

પ્રેસિડેન્ટ બિડેન, પીએમ એન્થોની અલ્બેનીઝ, પીએમ કિશિદા અને પીએમ મોદી
પ્રેસિડેન્ટ બિડેન, પીએમ એન્થોની અલ્બેનીઝ, પીએમ કિશિદા અને પીએમ મોદી (AFP)
author img

By Aroonim Bhuyan

Published : Sep 21, 2024, 5:14 PM IST

Updated : Sep 21, 2024, 10:33 PM IST

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગામી યુએસ મુલાકાત દરમિયાન ક્વાડ સમિટ દરમિયાન મુખ્ય પહેલોની જાહેરાત કરવામાં આવશે. કેન્સર મૂનશોટ પ્રોગ્રામ પર જૂથના ચાર સભ્ય દેશો વચ્ચેનો સહયોગ શામેલ છે. PM મોદીના પ્રસ્થાન પહેલા ગુરુવારે અહીં મીડિયાને સંબોધન કરતાં વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું કે, ક્વાડ સમિટ દરમિયાન આયોજિત થનારો કેન્સર મૂનશોટ કાર્યક્રમ મુખ્ય પ્રાથમિકતા હશે.

કેન્સર મૂનશોટ પર એક અલગ સંયુક્ત તથ્યપત્ર હશે: આપને જણાવી દઈએ કે, યુએસ પ્રમુખ જો બાઇડેન 21 સપ્ટેમ્બરના રોજ પોતાના વતન વિલ્મિંગ્ટન, ડેલાવેરમાં આ વર્ષની ક્વાડ સમિટનું આયોજન કરશે. કેન્સર મૂનશોટ પ્રોગ્રામને એક માઇલસ્ટોન ગણાવતા, મિસ્ત્રીએ જણાવ્યું હતું કે "ક્વાડનો હેતુ દર્દીઓ અને તેમના પરિવારો પર કેન્સરની અસરને રોકવા, શોધવા, સારવાર અને ઘટાડવા માટે નવીન વ્યૂહરચનાઓેને અમલમાં મૂકવાનો છે." તેઓએ કહ્યું કે, "અમે ઇન્ડો-પેસિફિક પ્રદેશમાં સર્વાઇકલ કેન્સરના બોજને ઘટાડવા માટે સહયોગ કરવાનો ઇરાદો ધરાવીએ છીએ," તેમણે વધુમાં કહ્યું કે હકીકતમાં, કેન્સર મૂનશોટ પર એક અલગ સંયુક્ત તથ્યપત્ર હશે.

કેન્સર મૂનશોટ કાર્યક્રમ શું છે:કેન્સર મૂનશોટ કાર્યક્રમને કેન્સર સંશોધનમાં વૈજ્ઞાનિક શોધમાં ઝડપ લાવવા વધારે સહયોગને વધારવા અને કેન્સર ડેટાના શેરિંગમાં સુધાર કરવા માટે શરુ કરવામાં આવી હતી. કેન્સર સંશોધનના તે ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરીને જે નવા રોકાણના પરિણામસ્વરુપ અમેરિકન લોકોને સૌથી વધારે ફાયદો આપવાની સંભાવના રાખે છે. કેન્સર મૂનશોટ દર્દીઓ, વકીલો, વૈજ્ઞાનિકો અને ડોક્ટર્સના મોટા સમુદાયને એક સાથે લાવે છે. આ કાર્યક્રમ કેન્સરને નાબૂદ કરવા માટેના સંશોધનને આગળ વધારવા માટે સમર્પિત છે.

પહેલનું નેતૃત્વ જો બાઇડન કરી રહ્યા છે: જાન્યુઆરી 2016માં પોતાના છેલ્લા સ્ટેટ ઓફ ધી યુનિયન સંબોધન વખતે તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા પ્રથમ વાર જાહેર કરાયેલા કેન્સર મૂનશોટને કેન્સર સંશોધનને આગળ વધારવા માટે મહત્વપૂર્ણ ધ્યાન અને ભંડોળ મેળવ્ચું છે. આ પહેલનું નેતૃત્વ જો બાઇડન કરી રહ્યા છે. જે તે સમયે ઉપરાષ્ટ્રપતિ હતા. આ કાર્યક્રમ તેમના માટે વ્યક્તિગત છે. કેમ કે તેમના દિકરા બ્યૂ બાઇડનનું વર્ષ 2015માં મગજના કેન્સરથી અવસાન થયું હતું.

કેન્સર મૂનશોટનો લક્ષ્ય શું છે?: 2016માં પાસ થયેલા 21મી સદીના ઇલાજ એક્ટના માધ્યમથી શરુઆતમાં ભંડોળથી ચાલતું કેન્સર મૂનશોટ પ્રયત્નનો મહત્વકાંક્ષી લક્ષ્ય ફક્ત 5 વર્ષોમાં કેન્સરનો રોકવા માટે તેના નિદાન અને ઉપચારમાં 1 દાયકાની પ્રગતિ કરવાનું હતું. રાષ્ટ્રપતિ ઓબામાએ તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ બાઇડનને વ્હાઇટ હાઉસ કેન્સર મૂનશોટ ટાસ્ક ફોર્સના પ્રમુખ પદ માટે નિયુક્ત કરવામાં આવ્યું હતું. જેનું કામ નિમ્નલિખિત નિષ્કર્ષો અને ભલામણનો વિગતવાર સેટ તૈયાર કરવાનો હતો.

કેન્સર અને તેના નિવારણ, વહેલાસર નિદાન, સારવાર અને ઉપચારની સમજને વેગ આપવું.

  • દર્દીની પહોંચ અને સંભાળમાં સુધારો કરવો.
  • નવી શોધ, ડેટા અને કોમ્પ્યુટેશનલ ક્ષમતાઓની વધુ ઍક્સેસને સમર્થન આપવું.
  • કેન્સર ઉપચારોના વિકાસને પ્રોત્સાહિત કરવાનું છે.
  • કોઈપણ બિનજરૂરી નિયમનકારી અવરોધોની ઓળખાણ કરવી અને તેનું નિરાકરણ કરવું અને વહીવટી સુધારામાં તેજી લાવવા માટેના માર્ગો પર વિચાર કરવો.
  • સંઘીય સંસાધનોના શ્રેષ્ઠ રોકાણની ખાતરી કરવી.
  • જાહેર-ખાનગી ભાગીદારી વિકસાવવા અને ખાનગી ક્ષેત્ર સાથે સંઘીય સરકારના પ્રયાસોના સંકલનને વધારવા માટેની તકો ઓળખવી.

બ્લૂ રિબન પેનલની સ્થાપના કરવામાં આવી: આ ખાતરી કરવા માટે કેન્સર મૂનશોટના લક્ષ્ય અને દૃષ્ટીકોણ ઉચ્ચ વિજ્ઞાન પર આધારિત છે. રાષ્ટ્રપતિ ઓબામાએ કેન્સર મૂનશોટ ટાસ્ક ફોર્સને રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત રાષ્ટ્રીય કેન્સર સલાહકાર બોર્ડ(NCAB) સહિતના બાહ્ય વિશેષજ્ઞોની સાથે વિચાર વિમર્શ કરવાનો આદેશ આપ્યો હતો. બોર્ડને સલાહ આપવામાં મદદ કરવા માટે NCAB ના કાર્યકારી જૂથ તરીકે નિષ્ણાતોની બ્લૂ રિબન પેનલની સ્થાપના કરવામાં આવી હતી.

પેનલમાં વૈજ્ઞાનિક ક્ષેત્રોના અગ્રણીઓ શામેલ: બ્લૂ રિબન પેનલમાં જીવ વિજ્ઞાન, રોગપ્રતિકારક શક્તિ વિજ્ઞાન, જીનોમિક્સ, નિદાન, જૈવ સૂચના વિજ્ઞાન અને કેન્સરને રોકવા અને તેના નિદાન સહિતની વૈજ્ઞાનિક ક્ષેત્રોની એક વિસ્તૃત શ્રૃંખલાના અગ્રણીઓ શામેલ છે, સભ્યોમાં ક્લિનિકલ પરીક્ષણો અને કેન્સર સ્વાસ્થ્ય અસમાનતાઓમાં વિશેષતા ધરાવતા તપાસકર્તાઓ, તેમજ કેન્સર હિમાયત જૂથો અને ફાર્માસ્યુટિકલ અને બાયોટેકનોલોજી કંપનીઓના પ્રતિનિધિઓ પણ સામેલ છે. યુએસના નેશનલ કેન્સર ઇન્સ્ટીટ્યુટની વેબસાઇટ અનુસાર 2016માં કેન્સર મૂનશોટના લોન્ચ પછી ઉલ્લેખનીય પ્રગતિ અને ઉલ્લેખનીય વૈજ્ઞાનિક સિધ્ધિ હાંસિલ કરી છે. આજ સુધી NCI એ 70થી વધારે કાર્યક્રમો અને એસોસિએશનો અને 250 થી વધુ સંશોધન પ્રોજેક્ટ્સને સમર્થન આપ્યું છે.

કેન્સર મૂનશોટ કાર્યક્રમથી ભારતને શું લાભ થશે?: ભારતમાં થનારી મોટા ભાગની મોતોમાં કેન્સર સહિત બિન-ચેપી રોગો લગભગ 63 ટકા છે. ભારતમાં કેન્સરના મામલે 2020ની સરખામણીમાં 2025માં લગભગ 13 ટકાનો વધારો થવાનો અંદાજ છે. જૂન 2023માં, રાષ્ટ્રપતિ બાઇડેન અને વડા પ્રધાન મોદીએ નવી પ્રતિબદ્ધતાઓની જાહેરાત કરીને યુએસ અને ભારત વચ્ચે મજબૂત સ્વાસ્થ્ય ભાગીદારીની પુનઃ પુષ્ટિ કરી છે.

આ પણ વાંચો:

Last Updated : Sep 21, 2024, 10:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.