કાઠમંડુ: નેપાળના કાઠમંડુમાં ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ (TIA) પર શૌર્ય એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું છે. નેપાળના સરકારી ટેલિવિઝન મુજબ, બુધવારે કાઠમંડુ એરપોર્ટ પરથી ટેકઓફ કરતી વખતે 19 લોકો સાથેનું વિમાન રનવે પરથી સરકી ગયું અને ક્રેશ થયું.
18 people killed in Saurya Airline crash in Kathmandu, Pilot survives crash
— ANI Digital (@ani_digital) July 24, 2024
Read @ANI Story | https://t.co/a9usUiuT9O#planecrash #nepal pic.twitter.com/wxW2gXD8Mx
આ દૂર્ઘટનામાં 18 લોકોનાં મોત થયા હોવાની પુષ્ટી થઈ છે. તો બીજી તરફ નેપાળમાં આજે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાવાયો છે, અને સૌર્ય વિમાન દુર્ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે.
Nepal to fly flags half-mast today; five-membered committee formed to investigate Saurya plane crash
— ANI Digital (@ani_digital) July 24, 2024
Read @ANI Story | https://t.co/d9hRVLwG9V#Nepal #SauryaAirlines #planecrash pic.twitter.com/YyakAgEvfy
આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે એરક્રાફ્ટ 9N-AME (CRJ 200) કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું. ધ હિમાલયન અનુસાર, આ અંગે TIAના માહિતી અધિકારી જ્ઞાનેન્દ્ર ભુલે જણાવ્યું કે, વિમાનમાં કોઈ મુસાફરો નહોતા, પરંતુ કેટલાક ટેકનિકલ સ્ટાફ સવાર હતા.
Plane crashes during takeoff at Tribhuvan International Airport in Kathmandu. Updates to follow. #Kathmandu #PlaneCrash #Nepal pic.twitter.com/XFpMbQwAGR
— Sarkarihelpline.com (@SarkariHelpline) July 24, 2024
પ્લેનના પાયલટને બચાવી લેવામાં આવ્યો: રિપોર્ટ અનુસાર પ્લેનમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. હાલ અગ્નિશમન દળ અને સુરક્ષાકર્મીઓ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, પ્લેનના કેપ્ટન મનીષ શાક્યને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને સારવાર માટે સિનમંગલની કેએમસી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ઘટનાનો વીડિયો સામે આવ્યો છે: દરમિયાન આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોને સરકારી હેલ્પલાઈન દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં એક ઈમારત પાસે ધુમાડો નીકળતો જોઈ શકાય છે.