બેઈજિંગ: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસના વિદેશ પ્રવાસ માટે ગુરુવારે સવારે ચીન પહોંચ્યા છે. તેમની આ મુલાકાત મોસ્કો અને બેઇજિંગ વચ્ચેના સંબંધોને ગાઢ બનેલી એક ઝાંખી છે. સીએનએનના અહેવાલ પ્રમાણે, ગયા અઠવાડિયે રશિયાના રાષ્ટ્રપતિ તરીકે ફરી એક વાર પદવી મેળવ્યા બાદ પુતિનની આ પહેલી વિદેશ યાત્રા છે. સીએનએનએ તેના અહેવાલમાં લખ્યું છે કે, પશ્ચિમ સાથેના ભારે મુકાબલા વચ્ચે બેઇજિંગ અને મોસ્કો વચ્ચેના આ ગાઢ સંબંધોનો સંકેત છે.
પુતિન ચીનના પ્રવાસે: અગાઉ, એવી જાહેરાત કરવામાં આવી હતી કે યુક્રેનના રાષ્ટ્રપતિ પુતિન આવનાર તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસો બંધ કરશે, કારણ કે રશિયા એ ઉત્તર-પૂર્વીય ખાર્કિવ જગ્યાએ ધણી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. સીએનએનના અહેવાલ પ્રમાણે, જિનપિંગ અને પુતિનની આ મુલાકાત દરમિયાન તેમના દેશોના વેપાર, સુરક્ષા અને ઉર્જા સંબંધો ઉપરાંત રશિયા-યુક્રેન મુદ્દાઓ તેમજ ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ અંગે વિચારવિમર્શ કરવામાં આવશે.
વિદેશનીતિ સંકલનને મજબૂત બનાવવાનો ધ્યેય: પુતિને ચીનની મીડિયા, ઝિન્હુઆ સાથેની મુલાકાતમાં બંને દેશના 'નીતિવિષયક ભાગીદારીના નવા ઉચ્ચ સ્તર'ની પણ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમનો ધ્યેય "વિદેશ નીતિ સંકલનને મજબૂત બનાવવા" અને "ઉદ્યોગ અને ઉચ્ચ તકનીક, બાહ્ય અવકાશ અને પરમાણુ ઉર્જાનો શાંતિપૂર્ણ ઉપયોગ, AI, નવીનીકરણીય ઉર્જા અને અન્ય નવીન ક્ષેત્રોમાં સહકારને ગાઢ બનાવવાનો છે."
બંને દેશોના વેપાર અને સુરક્ષા સંબંધો મજબૂત: પુતિને યુક્રેનમાં આવેલ મુશ્કેલીઓને ઉકેલવા માટે ચીનના પદ્ધતિની પણ પ્રશંસા કરી હતી. જાણવા જેવી બાબત એ છે કે, બેઇજિંગે ક્યારેય રશિયાના હુમલાની નિંદા કરી નથી, ઉપરાંત તે આ બાબતમાં 'તટસ્થતા'નો દાવો કરે છે. ચીને વધુમાં ઉમેરતા કહ્યું છે કે, બંને પક્ષોની પરિસ્થિતીને ધ્યાનમાં રાખવી જરૂરી છે. રશિયા યુક્રેન સાથેના વાટાઘાટની શરૂઆતથી જ આ બંને નેતાઓએ તેમના દેશોના વેપાર અને સુરક્ષા સંબંધોને મજબૂત કરવાનું શરૂ કર્યું છે.
ચીન અને મોસ્કો વચ્ચેનો વેપાર વધ્યો: યુદ્ધના કારણે ઘણા દેશોએ રશિયા સામે પ્રતિબંધો લગાવ્યા હતા તેના પરિણામે હવે ચીન અને મોસ્કો વચ્ચેનો વેપાર વધ્યો છે. હાલમાં તે મોત સ્તરે જોવા મળે છે. હુમલા બાદની જિનપિંગ અને પુતિન વચ્ચે આ ચોથી મુલાકાત છે. આ દરમિયાન પુતિનની બેઇજિંગની આ બીજી મુલાકાત છે. સીએનએનના અહેવાલ મુજબ, ચીનના રાષ્ટ્રપતિ તરીકે પદ મેળવ્યા બાદ જિનપિંગએ 2023માં મોસ્કોની મુલાકાત પણ લીધી હતી.
રાજકીય સંબંધોના 75 વર્ષ: ક્રેમલિને મંગળવારે જણાવ્યું હતું કે, બંને નેતાઓ અનેક દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર કરે તેવા અણસાર છે. ચીનની મીડિયાએ પણ માહિતી આપી છે કે, એક વિશેષ સમારોહમાં બંને દેશો તેમના રાજકીય સંબંધોના 75 વર્ષ પૂરા થવાની ઉજવણી કરશે. બેઇજિંગમાં જિનપિંગને મળવા ઉપરાંત, પુતિન રશિયાના ફાર ઇસ્ટની સરહદે ચીનના ઉત્તર-પૂર્વીય હેઇલોંગજિયાંગ પ્રાંતની રાજધાની હાર્બિનની પણ મુલાકાત લે તેવી શક્યતા છે, જ્યાં તેઓ વેપાર અને સહકાર મંચોમાં ભાગ લેશે.