(AP) દુબઇ: ઇઝરાયેલે શનિવારે સવારે ઇરાનની સૈન્ય છાવણીઓ પર હવાઇ હુમલો કર્યો હતો. અધિકારીઓેએ જણાવ્યું કે, 1 ઓક્ટોબરના રોજ થયેલા બૈલેસ્ટિક મિસાઇલના હુમલાનો બદલો લેવા માટે ઇઝરાયેલે ઇરાનની સૈન્ય છાવણીઓ પર હવાઇ હુમલો કર્યો હતો. ઇસ્લામિક રિપબ્લિકમાં થયેલા નુકસાન વિશે અત્યારે કોઇ જાણકારી નથી.
ઇઝરાયેલ દ્વારા કેટલાક અઠવાડિયા પહેલા અપાયેલી ધમકી પછી આ હુમલો એવા સમયમાં થયો છે જ્યારે મધ્ય પૂર્વમાં હમાસ નામના ઉગ્રવાદી જૂથે ઇઝરાયેલ પર કરાયેલા પહેલા હુમલાના 1 વર્ષથી વધારે સમય પછી તાજેતરમાં જ, આ પ્રદેશ યુદ્ધની અણી પર છે. ત્યારથી લઇને અત્યારે ઇઝરાયેલે ગાઝાપટ્ટીમાં વિનાશકારી હુમલો કર્યો છે અને પાડોસી લેબનોન પર આક્રમણ કર્યું છે. જેમાં તહેરાન દ્વારા લાંબા સમયથી સશસ્ત્ર અને મદદગાર ઉગ્રવાદીઓને ટાર્ગેટ કર્યા છે.
ઇઝરાયેલી સેનાએ શનિવારે થયેલા હુમલાને "ઇરાનની સૈન્ય છાવણીઓ પર ચોક્કસ હુમલો" જણાવ્યું છે પરંતુ તેઓએ આનું તાત્કાલિક કારણ નથી આપ્યું.
ઇઝરાયેલી સેન્ય પ્રવક્તા રિયર એડમિરલ ડૈનિયલ હગારીએ પહેલાથી રેકોર્ડ કરેલા વિડીયો નિવેદનમાં જણાવ્યું કે, "ઇરાનમાં શાસન અને ક્ષેત્રના તેના સમર્થકો 7 ઓક્ટોબરથી સતત ઇઝરાયેલ પર હુમલો કરી રહ્યા છે. જેમાં ઇરાનની જમીન પરથી સીધો હુમલો શામેલ છે" "દુનિયાના દરેક ઘણા સાર્વભૌમ દેશની જેમ, ઇઝરાયલ રાજ્યને પણ જવાબ દેવાનો અધિકાર અને કર્તવ્ય છે"
ઇરાનની રાજધાની તહેરાનમાં વિસ્ફોટના પડઘાઓ સાંભળી શકાય છે. ત્યાંની સરકારી મીડિયામાં શરુઆતમાં વિસ્ફોટની વાત સ્વીકાર કરી અને કહ્યું કે, કેટલાક અવાજો શહેરની ચારે તરફ અને હાજર એર ડિફેન્સ સિસ્ટમ્સમાંથી આવ્યા હતા.
તેહરાનના એક રહેવાસીએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે, ઓછામાં ઓછા 7 વિસ્ફોટનો અવાજ સંભળાયો. જેના લીધે આજુબાજુનો વિસ્તાર થથરી ગયો. બદલાના ડરથી નામ ન જણાવવાની શરતે રહેવાસીએ આ વાત કહી હતી.
ફ્લાઇટ ટ્રેકિંગ ડેટાથી ખબર પડે છે કે, હુમલાની ખબર ફેલાતા જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને પશ્ચિમી ઇરાનની આસપાસ ડાઇવર્ટ કરવાની શરુ કરી દેવામાં આવી હતી. પરંતુ એક સંક્ષિપ્ત સંદર્ભ સિવાય ઇરાનીયન સ્ટેટ ટેલિવિઝને બીજી કોઇ માહિતી આપી નહોતી અને ત્યાં સુધી હુમલાને ઓછો આંકવાના પ્રયાસમાં તહેરાનની એક શાક માર્કેટમાં ટ્રકોને લોડ કરતા લોકોના લાઇવ ફૂટેજ બતાવવાના શરુ કરી દીધા હતા.
સીરિયન સમાચાર એજન્સી SANAએ એક અનામી સૈન્ય અધિકારીનો હવાલો આપીને જણાવ્યું કે, શનિવારની સવારે સીરિયાની દક્ષિણ અને મધ્ય ક્ષેત્રોની કેટલીક સૈન્ય છાવણીઓને કબ્જા વાળી સીરિયન ગોલાન અને લેબનોનના વિસ્તારની દિશાથી મિસાઇલ ચલાવીને નિશાને લીધું હતું. તેણે કહ્યું કે, સીરિયાની આકાશી સુરક્ષા બળોએ કેટલીક મિસાઇલોને પાડી દીધી હતી. જાનહાનિની કોઇ તાત્કાલિક માહિતી નથી મળી.
ઇરાને ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા ઇઝરાયેલ- હમાસ યુદ્ધની વચ્ચે હાલના કેટલાક મહિનાઓમાં ઇઝરાયેલ પર 2 બૈલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો છે. જે 7 ઓક્ટોબર 2023માં ઇઝરાયલ પર હમાસના હુમલાની સાથે શરુ થયું હતું. તે શરુઆતી હુમલામાં લગભગ 1200 લોકોના મોત થયા હતા અને 250 અન્ય લોકોને બંદી બનાવીને સમુદ્ર કાંઠાના વિસ્તારમાં લઇ જવાયા હતા.
સ્થાનીય સ્વાસ્થ્ય અધિકારીઓ મુજબ ત્યારથી અત્યાર સુધી ગાઝામાં 42,000થી વધારે ફિલિસ્તીનીઓ મારી નાખવામાં આવ્યા છે. જે નાગરિકો અને લડાકું વચ્ચે કોઇ અંતર નથી કરતા સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે, ઇઝરાયેલી સેનાન ઉતર ગાઝા શહેર જબાલિયાની નજીક પહોંચવાના લીધે સેંકડો હજારો લોકો બહું જ ઓછું ભોજન કે પુરવઠા સાથે ફસાઇ ગયા છે. જ્યારે આ ક્ષેત્રમાં ભોજન અને બીજી મદદની ઉણપ છે. પશ્ચિમ કાંઠે ઇઝરાયલી લશ્કરી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં સેંકડો વધુ માર્યા ગયા છે.
ઇઝરાયેલે લેબનોન ઉપર આક્રમણ કર્યું છે અને ઘણા આકાશી હુમલા કર્યા છે. જેથી લેબનોન થથરી ગયું છે.
શનિવારે આ હુમલો એવા સમયે થયો જ્યારે અમેરિકી વિદેશ મંત્રી એંટની બ્લિંકન મધ્ય પૂર્વની મુલાકાત કર્યા પછી પાછા અમેરિકા ફરી રહ્યા હતા. જ્યાં તેમણે અને અન્ય અધિકારીઓેએ ઇઝરાયેલને પ્રતિસાદ આપવાની ચેતવણી આપી હતી. જેથી આ વિસ્તારમાં સંઘર્ષ વધુ ન વધે અને ઇરાનના ન્યુક્લિયર પ્લાન્ટોને આમાં શામેલ ન કરવામાં આવે.
વ્હાઇટ હાઉસની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા સીન સેવેટે એક નિવેદનમાં કહ્યું કે, અમને જાણવા મળ્યું છે કે, ઇઝરાયેલ ઇરાનના સૈન્ય મથકોને ટાર્ગેટ કરીને હુમલો કરી રહ્યું છે અને તેમણે પત્રકારોને તેમાના અભિયાન વિશે વધારે માહિતી માટે ઇઝરાયેલ સરકાર સાથે સંપર્ક કરવાનું કહ્યું હતું.
બે અમેરિકન અધિકારીઓેએ કહ્યું કે, ઇઝરાયેલે હુમલાઓ વિશે અમેરિકાને પહેલેથી જ જણાવી દીધું હતું. તેઓએ કહ્યું કે, આ ઓપરેશનમાં અમેરિકાની કોઇ ભાગીદારી નથી. અધિકારીઓએ નામ ન જણાવવાની શરતે ઓપરેશન વિશે માહિતી આપી હતી.
1 ઓક્ટોબરે ઇરાનમાં મોટી સંખ્યામાં મિસાઇલ હુમલા પછી ઇઝરાયેલે ઇરાન પર આકરા પ્રહારો કરવાની કસમ ખાધી હતી. ઇરાનના જણાવ્યા અનુસાર આ હુમલો લેબનોનમાં તેના પ્રતિનિધિ હિઝબુલ્લાહ વિરુદ્ધ ઇઝરાયેલના ઘાતક હુમલાના જવાબમાં હતો અને કોઇ પણ જવાબી હુમલાના જવાબ આપવાનું વચન આપ્યું હતું.
1979 માં ઇસ્લામિક ક્રાંતિ પછી ઇઝરાયેલ અને ઇરાન એકબીજાના કટ્ટર દુશ્મન હતા. ઇઝરાયેલ ઇરાનને પોતાનો સૌથી મોટો ખતરો માનતું હતું. કેમ કે, તેના નેતા ઇઝરાયેલના વિનાશની વાત કરતા હતા. ઇઝરાયેલ વિરોધી ઉગ્રવાદી જૂથોને સમર્થન આપે છે અને દેશના પરમાણુ કાર્યક્રમને પોતાનું સમર્થન આપે છે.
ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ઘણા વર્ષોથી છાયા યુદ્ધ ચાલી રહ્યું છે. એક સંદિગ્ધ ઇઝરાયેલી હત્યા અભિયાનમાં ઉચ્ચ ઇરાની પરમાણુ વૈજ્ઞાનિકની હત્યા કરી નાખી હતી, ઇરાની પરમાણુ સંસ્થાનોને હૈક કરવામાં આવી છે અથવા તો તોડફોડ કરવામાં આવી છે. આ બધા રહસ્યમયી હુમલાઓમાં ઇઝરાયેલને દોષિત માનવામાં આવે છે. ત્યારે હાલના વર્ષોમાં મધ્ય પૂર્વમાં શિપિંગ પર અનેક હુમલાઓ માટે ઈરાનને દોષી ઠેરવવામાં આવે છે, જે પછી યમનમાં હૂતી વિદ્રોહીઓ દ્વારા લાલ સાગર કોરિડોરના માધ્યમથી શિપિંગ હુમલાઓમાં બદલી ગયું હતું.
પરંતુ 7 ઓક્ટોબરે હમાસના હુમલા પછી લડાઇ ધીમે ધીમે ખુલીને સામે આવી છે. હાલમાં જ ઇઝરાયેલે પોતાનું ધ્યાન હિઝબુલ્લાહ પર કેન્દ્રિત કર્યું છે. જે ગાઝામાં યુદ્ધ શરુ થયા પછી ઇઝરાયેલ પર રોકેટ છોડી રહ્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન સીરિયા અને લેબનોનમાં ઇઝરાયેલી હુમલાઓમાં ઘણા ઉચ્ચ ઇરાની સૈન્ય અધિકારીઓ માર્યા ગયા છે.
ઇરાને છેલ્લા વર્ષે એપ્રિલમાં ઇઝરાયેલ પર મિસાઇલ્સ અને ડ્રોન્સનો હુમલો કર્યો છે. જ્યારે સીરિયામાં ઇરાની રાજદ્વારી પોસ્ટ પર ઇઝરાયેલી હુમલાઓમાં 2 ઇરાની જનરલ્સની મોત થઇ ગઇ હતી. મિસાઇલ્સ અને ડ્રોન્સથી ન્યૂનતમ નુકસાન થયું છે. ઇઝરાયેલે પશ્ચિમી દેશો સાથે સંયમ રાખવાની જગ્યાએ સીમિત હુમલાઓ કરીને જવાબ આપ્યો હતો.
પરંતુ ઓક્ટોબરના પ્રારંભે ઇરાનના મિસાઇલ હુમલા પછી. ઇઝરાયેલે કડક પ્રતિસાદ આપવાનો વાયદો આપ્યો હતો.
શુક્રવારે દક્ષિણ ગાઝાના નિવાસીય વિસ્તારોમાં ઇઝરાયેલી હુમલાઓમાં 38 લોકો માર્યા ગયા હતા. જેમાં એક જ પરિવારના 13 બાળકો શામેલ હતા. એવું ફિલિસ્તીની સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું હતું.
ઉત્તર ગાઝામાં સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે, ઇઝરાયેલી સેનાએ કમાલ અદવાન હોસ્પિટલ પર રેડ કરી હતી. જે આ ક્ષેત્રમાં અત્યારે પણ કામ કરી રહેલી કેટલીક ચિકિત્સા સુવિધાઓમાંની એક છે. ઇઝરાયેલે હાલ જ અઠવાડિયામાં ઉત્તરમાં હમાસ વિરુદ્ધ પોતાના હુમલાઓ ફરીથી શરુ કર્યો હતો અને મદદ જૂથો ભયાનક માનવીય સ્થિતિઓ પર ચિંતા વ્યક્ત કરી છે.
લેબનોન દેશના દક્ષિણ-પૂર્વમાં ઇઝરાયેલી હુમલાઓમાં ત્રણ પત્રકારો મારી નખાયા હતા. જે આવા સમાચાર માધ્યમો માટે કાર્ય કરી રહ્યા હતા, જેમના વિશે માનવામાં આવે છે તે હિઝબુલ્લાહ સાથે સંબંધિત છે.
આ પણ વાંચો: