શિકાગો: અમેરિકામાં વધુ એક ભારતીય ક્રૂરતાનો ભોગ બન્યો છે. શિકાગોમાં મંગળવારે એક ભારતીય પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલાની ઘટનાને લઈને શિકાગો સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે કહ્યું કે, તેઓ પીડિત સૈયદ મઝાહિર અલીની સાથે-સાથે ભારતમાં તેમની પત્નીના સંપર્કમાં છે.
ભારતીય દૂતાવાસે આપ્યું મદદનું આશ્વાસન: ભારતીય વાણિજ્ય દૂતાવાસે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ શેર કરીને હૈદરાબાદમાં રહેતા પીડિતના પરિવારને શક્ય તમામ મદદ આપવાનું આશ્વાસન આપ્યું છે,. વાણિજ્ય દૂતાવાસે ભારતમાં રહેતા સૈયદ મઝાહિર અલીના પત્ની સૈયદા રૂકિયા ફાતિમા રઝવીના સંપર્કમાં છે અને તેમને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. આ મામલે ભારતીય દૂતાવાસે સ્થાનિક અધિકારીઓ સાથે પણ સંપર્ક કર્યો છે જેઓ આ મામલાની તપાસ કરી રહ્યાં છે.
હુમલાનો વીડિયો થયો વાયરલ: સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક CCTV ફુટેજના વીડિયોમાં દેખાઈ છે કે, શિકાગોની એક શેરીમાં ત્રણ હુમલાખોર અલીનો પીછો કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે અને ત્યાર બાદ અલી લોહીલુહાણ હાલતમાં દેખાય છે. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. મહત્વપૂર્ણ છે કે, ગત સપ્તાહમાં સંયુક્ત રાજ્ય અમેરિકામાં શ્રેયસ રેડ્ડી નામનો એક ભારતીય વિદ્યાર્થી ઓહિયોના સિનસિનાટીમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો, જોકે, તેના મૃત્યુંનું કારણ હજી પણ અકબંધ છે. અહેવાલો અનુસાર મૃતક ભારતીય વિદ્યાર્થી લિન્ડર સ્કૂલ ઓફ બિઝનેસનો વિદ્યાર્થી હતો.
ન્યૂયોર્કમા ભારતીય દૂતાવાસે આ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે તેઓ તેમના પરિવારના સંપર્કમાં છે અને તેમણે શક્ય તમામ મદદ ઉપલબ્ધ કરી રહ્યું છે. નોંધનીય છે કે, છેલ્લાં એક અઠવાડિયામાં આ ત્રીજા ભારતીયનું મૃત્યું થયું છે.
અસલામત અમેરિકા ?: ટિપ્પેકેનો કાઉન્ટી કોરોનર અનુસાર 30 જાન્યુઆરીના રોજ પર્ડ્યુ યુનિવર્સિટીના વિદ્યાર્થી નીલ આચાર્ય ઘણા દિવસો સુધી ગૂમ રહ્યાં બાદ કેમ્પસ માંથી જ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આવી જ રીતે 29 જાન્યુઆરીના રોજ અન્ય એક વિદ્યાર્થી જેની ઓળખ વિવેક સૈની તરીકે થઈ હતી જે અમેરિકાના જોર્જિયાના લિથોનિયામાં એક સ્ટોરની અંદર કામ કરતો હતો અને તેણે એક ભિક્ષુકની મદદ કરી હતી અને તેજ વ્યક્તિએ હથોડીના આડેધડ ઘા મારીને તેની નિર્મમ હત્યા કરી હતી.