ETV Bharat / international

India honor list: ભારતે સંયુક્ત રાષ્ટ્રની આ સન્માન યાદીમાં મેળવ્યું સ્થાન, જાણો... - ભારતનું સ્થાન

ભારતે સંયુક્ત રાષ્ટ્રની ‘સન્માન યાદી’માં સ્થાન મેળવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના સભ્યોમાં ભારત માત્ર 36 દેશોમાંનો એક છે, જેણે સંયુક્ત રાષ્ટ્રના સામાન્ય બજેટ માટે પોતાની ચુકવણી સમય મર્યાદા પહેલાં કરી દીધી છે. વાંચો સંપૂર્ણ સમાચાર ...

ભારતે સંયુક્ત રાષ્ટ્રની આ સન્માન યાદીમાં મેળવ્યું સ્થાન

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 2, 2024, 11:43 AM IST

સંયુક્ત રાષ્ટ્ર: યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન ડુજારિકના જણાવ્યા અનુસાર, ભારતે સંયુક્ત રાષ્ટ્રના સામાન્ય બજેટનું વાર્ષિક 32.895 મિલિયન ડોલરનું ચૂકવણું કરી દીધું છે. ગુરુવારે તેમની દૈનિક બ્રીફિંગમાં, આ યોગદાન માટે નવી દિલ્હીનો આભાર વ્યક્ત કર્યો હતો. જેથી ભારતે "સમ્માન યાદી" માં સ્થાન મેળવ્યું છે. યુએન જનરલ એસેમ્બલીની યોગદાન સમિતિ અનુસાર, ભારત સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્યોમાંથી માત્ર 36 દેશોમાંથી એક છે. જેણે સંયુક્ત રાષ્ટ્રના સામાન્ય બજેટ માટે પોતાનું વાર્ષિક મૂલ્યાંકનનું ચુકવણું બુધવારની સમય મર્યાદા સુધીમાં ભરી દીધું.

રાષ્ટ્રીય યોગદાનની ગણતરી એક જટિલ ફોર્મ્યુલા દ્વારા કરવામાં આવે છે, જે કુલ રાષ્ટ્રીય આવકના કદ પર આધારિત છે. આ ફોર્મ્યુલાને કારણે, વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવા છતાં, ભારતનું મુલ્યાંકન સંયુક્ત રાષ્ટ્રના 3.465 અબજ ડોલરના બજેટના માત્ર 1.044 ટકા છે. આમ બ્રાઝિલ અને મેક્સિકો જેવા વિકાસશીલ દેશો કરતાં ભારતની ભાગીદારી ઓછી છે.

સામાન્ય બજેટ માટે નવી દિલ્હીનું કુલ મૂલ્યાંકન $36.18 મિલિયન છે, પરંતુ તેને $3.85 મિલિયનની ક્રેડિટ આપવામાં આવી છે, જે કર્મચારીઓના મૂલ્યાંકનમાંથી મેળવેલ ક્રેડિટ છે. સંયુક્ત રાષ્ટ્રના $3.59 બિલિયનના કુલ બજેટમાં ભારતનું યોગદાન 1.044 ટકા છે. સંયુક્ત રાષ્ટ્રના નિયમિત બજેટમાં યુનાઇટેડ સ્ટેટ્સ સૌથી મોટો ફાળો આપનાર દેશ છે, જે કુલ બજેટના 22 ટકા, $762.43 મિલિયન ચૂકવે છે. ત્યારબાદ ચીન છે, જે બજેટના 15.25 ટકા અથવા $528.64 મિલિયન ચૂકવે છે.

  1. Imran Khan Cypher case : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને 10 વર્ષની જેલ, જાણો સમગ્ર મામલો...
  2. Indian Student Murder: અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની ઘાતકી હત્યા, માતા-પિતા આઘાતમાં ગરકાવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.