ઈસ્લામાબાદ: વિદેશ મંત્રી એસ જયશંકર મંગળવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સંમેલનમાં ભાગ લેવા માટે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે વિદેશ પ્રધાન જયશંકર અને અન્ય SCO નેતાઓનું રાત્રિભોજન માટે સ્વાગત કર્યું હતું. આ દરમિયાન જયશંકર અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે હાથ મિલાવ્યા હતા.
બુધવારે ઇસ્લામાબાદમાં 23મી SCO સમિટ યોજાવાની છે. જયશંકર 24 કલાકથી ઓછા સમય માટે પાકિસ્તાનમાં રહેશે. અહેવાલો અનુસાર, જયશંકર આજે રાત્રે પાકિસ્તાની વડાપ્રધાન શહેબાઝ શરીફ દ્વારા આયોજિત અનૌપચારિક રાત્રિભોજનમાં ભાગ લેશે.
Islamabad: EAM Dr S Jaishankar and Pakistan PM Shehbaz Sharif shake hands as the latter welcomes EAM and other SCO Council Heads of Government to a dinner hosted by him.
— ANI (@ANI) October 15, 2024
EAM is in Pakistan to participate in the 23rd Meeting of SCO Council of Heads of Government. pic.twitter.com/D0BsoMqpG5
વિદેશ મંત્રાલયે કહ્યું કે આ બેઠક SCOના વેપાર અને આર્થિક એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે SCO કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ (CHG)ની 23મી બેઠક 16 ઓક્ટોબર 2024ના રોજ ઈસ્લામાબાદમાં પાકિસ્તાનની અધ્યક્ષતામાં યોજાશે. તે સંસ્થાના વ્યવસાય અને આર્થિક કાર્યસૂચિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે."
જયશંકર SCOની 23મી બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ભારત SCOમાં સક્રિયપણે ભાગ લેવાનું ચાલુ રાખે છે, જેમાં SCO ફ્રેમવર્કની અંદર વિવિધ મિકેનિઝમ્સ અને પહેલો સામેલ છે."
વિદેશ મંત્રીએ કહ્યું છે કે, જયશંકરની ઈસ્લામાબાદની મુલાકાત દરમિયાન ભારત-પાકિસ્તાન સંબંધો પર ચર્ચા કરવામાં આવશે નહીં, તેમની મુલાકાત બહુપક્ષીય કાર્યક્રમ SCO સમિટ 2024ને લઈને છે. જયશંકરે એ વાત પર પણ ભાર મૂક્યો છે કે તેઓ માત્ર એટલા માટે પાકિસ્તાનની મુલાકાતે છે કારણ કે તેઓ SCOના અગ્રણી સભ્ય છે.
બંને પડોશીઓ વચ્ચેના સંબંધોમાં ચાલી રહેલા તણાવ વચ્ચે છેલ્લા ઘણા વર્ષોમાં ભારત તરફથી આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત છે.
આ પણ વાંચો: