ETV Bharat / international

અકસ્માતગ્રસ્ત કાર્ગો શિપ ડાલીના ક્રૂમાં 20 ભારતીય, તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી જહાજ પર રહેશે - Cargo Ship Dali

26 માર્ચની સવારે બાલ્ટીમોરમાં ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ સાથે અથડાયેલા કન્ટેનર જહાજ ડાલી પર 20 ભારતીયો અને એક શ્રીલંકાના ક્રૂ ફરજ પર તૈનાત છે. આ અકસ્માતની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ ત્યાં જ રહેશે.

અકસ્માતગ્રસ્ત કાર્ગો શિપ ડાલીના ક્રૂમાં 20 ભારતીય

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 2, 2024, 12:49 PM IST

ન્યૂયોર્ક : ગયા અઠવાડિયે બાલ્ટીમોર કી બ્રિજ સાથે કન્ટેનર જહાજ અથડાયાની ઘટનામાં જહાજનું ક્રૂ ફસાયું છે. જહાજના 20 ભારતીયો અને એક શ્રીલંકાના ક્રૂ તેમની સામાન્ય ફરજોમાં વ્યસ્ત છે અને જ્યાં સુધી અકસ્માતની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ બોર્ડ પર રહેશે. બોર્ડમાં 21 ક્રૂ મેમ્બર હોવાની પુષ્ટિ થઈ છે.

ગ્રેસ ઓશીયન Pte અને સિનર્જી મરીનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ક્રૂ મેમ્બર્સ જહાજ પર તેમની સામાન્ય ફરજમાં વ્યસ્ત છે, તેમજ બોર્ડમાં નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અને કોસ્ટ ગાર્ડ તપાસકર્તાઓને મદદ કરે છે.

કન્ટેનર જહાજ અકસ્માત : કન્ટેનર જહાજ ડાલી 26 માર્ચની વહેલી સવારે બાલ્ટીમોરમાં પટાપ્સકો નદી પરના 2.6 કિમી લાંબા ચાર માર્ગીય ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ સાથે અથડાયું હતું. 984 ફૂટનું કાર્ગો જહાજ શ્રીલંકાના કોલંબો તરફ જઈ રહ્યું હતું. કન્ટેનર જહાજ ડાલીનું ક્રૂ જહાજ પર છે. ક્રૂને કેટલા સમય સુધી જહાજ પર સવાર રહેવું પડશે તે અંગે પ્રવક્તાએ કહ્યું, આ સમયે અમને ખબર નથી કે તપાસ પ્રક્રિયામાં કેટલો સમય લાગશે અને જ્યાં સુધી તે પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ક્રૂ બોર્ડ પર રહેશે.

સિંગાપોર ધ્વજવાળું ડાલી જહાજ : સિંગાપોર ધ્વજવાળું ડાલી જહાજ ગ્રેસ ઓશન Pte લિમિટેડની માલિકીની છે, તેનું સંચાલન સિનર્જી મરીન ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. અગાઉ NOG બાલ્ટીમોર ઈન્ટરનેશનલ સીફેરર્સ સેન્ટરે કહ્યું હતું કે, કન્ટેનર જહાજ પર સવાર ભારતીય ક્રૂ સ્વસ્થ છે. દિલ્હીમાં વિદેશ મંત્રાલયે (MEA) અગાઉ કહ્યું હતું કે, ડાલી જહાજમાં 20 ભારતીયો હતા અને વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસ તેમના અને સ્થાનિક અધિકારીઓ સાથે નજીકના સંપર્કમાં છે.

તમામ ક્રૂની સ્થિતિ : ગયા અઠવાડિયે US સત્તાધીશોએ ડાલી બોર્ડ પરના કર્મચારીઓની મુલાકાત લેવાનું શરૂ કર્યું. સિનર્જી ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, NTSB ટીમ બુધવારે જહાજ પણ પહોંચી અને તેમની તપાસના ભાગરૂપે દસ્તાવેજ, યાત્રાના ડેટા રેકોર્ડ એક્સટ્રેક્ટ અને અન્ય પુરાવા એકત્ર કર્યા હતા. ગ્રેસ ઓશન એન્ડ સિનર્જીએ જહાજમાં સવાર તમામ ક્રૂ સભ્યો અને બે પાઇલોટની સલામતીની પુષ્ટિ કરી છે. જોકે તેઓએ કહ્યું કે, એક ઘાયલ ક્રૂ મેમ્બરને સારવાર આપવામાં આવી છે અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

અકસ્માતનો મૃત્યુઆંક : જ્યારે અકસ્માત થયો ત્યારે બ્રિજ પર ખાડાઓનું સમારકામ કરી રહેલા બાંધકામ ટીમના છ લોકોના મોત થયા હોવાનું માનવામાં આવે છે. ડાઇવર્સની ટીમે નદીમાં ડૂબી ગયેલી લાલ પીકઅપ ટ્રકમાંથી બાંધકામ કામદારોમાંથી બે મૃતદેહ બહાર કાઢ્યા હતા અને બાકીના ચાર પીડિતોની શોધ ચાલુ હતી.

આવી રીતે ટળી મોટી જાનહાની : US રાષ્ટ્રપતિ જો બાઈડને જણાવ્યું હતું કે, ડાલી પરના ક્રૂએ પરિવહન કર્મચારીઓને જહાજ પરનું નિયંત્રણ ગુમાવવા વિશે ચેતવણી આપી હતી. જેનાથી સત્તાવાળાઓએ વિનાશક અથડામણ પહેલા બાલ્ટીમોર બ્રિજને ટ્રાફિક માટે બંધ કરી દીધો હતો, જેનાથી ઘણા જીવન બચ્યા હતા.

  1. પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, 6 ચીની નાગરિકોના મોત - Suicide Attack In Pakistan
  2. મોસ્કો આતંકવાદી હુમલા મામલે ISએ હુમલાની જવાબદારી લીધી, કહ્યું કે ચાર આતંકીઓએ તબાહી મચાવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.