સુરત : સંસ્કૃત અને સંસ્કૃતિ જળવાઈ રહે એના માટે ચેન્નાઈ ખાતે છેલ્લા 5 વર્ષ વર્ષેથી સંસ્કૃત શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરાય છે. આ વર્ષે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મળીને કુલ 63 ફિલ્મે ભાગ લીધો હતો. જેમાં સુરતની એમ કેફિલ્મ્સ પ્રોડક્શનની સંસ્કૃત શોર્ટફિલ્મ ‘શાશ્વતમ’ પ્રથમ વિજેતા રહી હતી. આ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ અપાયો હતો. આ ફિલ્મ અંગદાનનો સંદેશ આપે છે.
'શાશ્વતમ'પ્રથમ વિજેતા: સામાન્ય રીતે શોર્ટ ફિલ્મ ક્ષેત્રીય ભાષા હિન્દી ભાષા અથવા તો અંગ્રેજી ભાષામાં બનાવવામાં આવતી હોય છે પરંતુ ઘણા ઓછા લોકો છે જેઓ સંસ્કૃત ભાષામાં શોર્ટ ફિલ્મ બનાવતા હોય છે આવા જ લોકો માટે દર વર્ષે સંસ્કૃત શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસાર માટે આ ફેસ્ટિવલ નું આયોજન કરાય છે. અને ગુજરાત માટે ગૌરવની વાત છે કે આ ફિલ્મ ફેસ્ટિવલમાં સુરતની સંસ્કૃત શોર્ટ ફિલ્મ 'શાશ્વતમ'પ્રથમ વિજેતા રહી છે.દેવભાષા સંસ્કૃતના સંવર્ધન અર્થે આ ફિલ્મ શાશ્વતમ્ ફિલ્મનું નિર્માણ કરવામાં આવેલ છે.
અન્ય 3 એવોર્ડ પણ મળ્યા: એન. કાનિરકર- શ્રેષ્ઠ દિગ્દર્શક અને સિનેમેટોગ્રાફી (સતત બીજી વખત) 2 પુરસ્કાર જીત્યા. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા મહારુદ્ર કે. શર્માને સતત બીજી વખત શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો.
60 થી વધુ ફિલ્મોએ કરાવ્યુ હતું રજીસ્ટર: ફિલ્મના દિગ્દર્શક અને સિનેમેટોગ્રાફર મોનાક્ષ એન. કાનિરકરએ જણાવ્યુ હતુ, આપણાં સુરતમાં બનેલી સંસ્કૃત શોર્ટ ફિલ્મ "શાશ્વતમ્" ચેન્નઈ ખાતે યોજાયેલ આંતરાષ્ટ્રીય સંસ્કૃત ફિલ્મ ફેસ્ટિવલ ISSFF24 માં BEST MOVIE નો એવોર્ડ મેળવી ઝળકી છે, તથા અન્ય 04 એવોર્ડ મેળવ્યા છે, આ તમામ એવોર્ડ ધી કાશ્મીર ફાઈલ્સના ફિલ્મના નિર્માતા વિવેક રંજન અગ્નિહોત્રીના હસ્તે પ્રાપ્ત થયા છે. ભારતના ખૂબ પ્રતિષ્ઠિત "દાદા સાહેબ ફાળકે ફિલ્મ એવોર્ડ 2024" માં Winner of TOP નું ટાઇટલ પણ ફિલ્મને પ્રાપ્ત થયું છે.. આ ફિલ્મ ફેસ્ટિવલમાં 60 થી ઉપર ફિલ્મો રજીસ્ટર થયા હતા જેમાં કજાકિસ્તાન ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની પણ ફિલ્મો સામેલ છે. ફિલ્મ થતી અંગદાન સાથે સંસ્કૃત ભાષા ને લઈ લોકોમાં જાગૃતિ આવે આ હેતુ છે ફિલ્મનો ક્લાઇમેક્સ અંગદાન જાગૃતિ માટે શ્રેષ્ઠ છે. સંસ્કૃત ભાષા જાણનારને શોધવું અને તેમનાથી લોકો અભિનય કરાવવું એ મુશ્કેલ કાર્ય હતું.