અમદાવાદ: બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કિંગ ખાનની નાદુરસ્ત તબિયતના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે. અભિનેતા ગઈકાલે આઈપીએલનો પ્રથમ પ્લે-ઓફ જોવા માટે અમદાવાદ આવ્યો હતો, જે દરમિયાન તે ડિહાઈડ્રેશનને કારણે બીમાર પડ્યો હતો, ત્યારબાદ તેને તાત્કાલિક અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શાહરૂખના એડમિશન બાદ પોલીસે KD હોસ્પિટલની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જોકે, બાદમાં કિંગ ખાનને રજા આપવામાં આવી હતી.
રાત્રે 1 વાગે પોતાની હોટલ પરત ફર્યો: અમદાવાદમાં ભયંકર ગરમીના કારણે તેમની તબિયત અચાનક બગડી હતી. તે મુંબઈ પાછો ફર્યો નહોતો. આથી તેમને અમદાવાદની જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલાક રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, મોડી રાત્રે તેમની તબિયત બગડી હતી. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ પ્રાથમિક સારવાર બાદ તે રાત્રે 1 વાગે પોતાની હોટલ પરત ફર્યો હતો.
જૂહી ચાવલા તેના પતિ સાથે હોસ્પિટલ પહોંચી: હિટ વેવને કારણે શાહરૂખ ખાનને ડિહાઇડ્રેશન થયું અને તેને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. તાજેતરમાં, અભિનેત્રી અને KKRની સહ-માલિક જૂહી ચાવલા SRKની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચી હતી. તે તેના પતિ સાથે હોસ્પિટલથી બહાર નીકળતી જોવા મળી હતી.
ગૌરી ખાન પહોંચી અમદાવાદની KD હોસ્પિટલ: કેડી હોસ્પિટલ અમદાવાદમાં શાહરુખની સારવાર ચાલું છે, ત્યારે પત્નિ ગૌરીખાન KD હોસ્પિટલ પહોચી છે. સુહાનાખાન અને ગૌરીખાન ત્યાં હાજર છે. હાલ શાહરૂખ ખાનની તબિયત સ્થિર છે અને રીપોર્ટ પણ નોમેલ છે ત્યારે શાહરુખને શુકવારે રજા અપાશે.