મુંબઈઃ બી-ટાઉનમાંથી હાલમાં સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે કે મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડેનું 32 વર્ષની ઉંમરમાં સર્વાઇકલ કેન્સરના કારણે મૃત્યુ થયું છે. અભિનેત્રીની ટીમે સોશિયલ મીડિયા પર આવીને અભિનેત્રીના મૃત્યુની અંગેની જાહેરાત કરી હતી, જો કે, અભિનેત્રીના ઘણા સેલેબ્સ અને ચાહકોને હજુ પણ આ વાત પર વિશ્વાસ થતો નથી. બીજી તરફ, કંગના રનૌત સહિત ઘણા ચાહકો અને સેલેબ્સે અભિનેત્રીના આકસ્મિક મૃત્યુ પર આઘાતજનક પ્રતિક્રિયા આપીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. જોકે સવિતા ભાભી ફેમ અભિનેત્રી અને મોડલ રોઝલીન ખાને એક વીડિયો જાહેર કર્યો છે અને પૂનમ પાંડેના મૃત્યુના સમાચારને ખોટા ગણાવ્યા છે.
રોઝલીનનો વીડિયો સંદેશ: રોઝલીન ખાન પોતે સ્તન કેન્સરનો શિકાર થઈ હતી અને અભિનેત્રીએ મક્કમ મનોબલ અને હિમ્મક એકઠી કરીને આ જંગ જીતી લીધી છે. આવી સ્થિતિમાં રોઝલીને કહ્યું છે કે પૂનમ પાંડે મરી શકે નહીં. પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર સાંભળ્યા બાદ રોઝલીને તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. અભિનેત્રીએ શું કહ્યું સાંભળો આ વીડિયોમાં...
રોઝલીને પૂનમના મૃત્યુને ગણાવ્યું આ જૂઠ છે: 'પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર સાંભળીને હું ખૂબ જ દુઃખી છું, સર્વાઇકલ કેન્સરને કારણે કોઈ આટલી સરળ રીતે ન મૃત્યુ પામી શકે, તેણે ક્યારેય પણ સોશિયલ મીડિયા પર આ વિશે જણાવ્યું પણ નહોતું, તેથી મેં મારા ડૉક્ટર સાથે વાત કરી, તેમને પૂછ્યું કે, શું પૂનમ સર્વાઇકલ કેન્સરના ટર્મિનલ સ્ટેજમાં હતી? શું તેણે કીમોથેરાપી લીધી હતી? અને શું તે સારવાર વિના મૃત્યુ પામી હતી? હું આ સમાચાર પર વિશ્વાસ નથી કરતી, શું કોઈ મને કહી શકે કે આ સમાચાર સાચા છે? આ સમાચાર સાચા ન હોઈ શકે, કારણ કે સ્ટેજ 4 કેન્સરની સારવાર શક્ય છે, જો પરિવાર કહે કે સારવાર વિના, તે ટર્મિનલ સ્ટેજ પર હતી, તો હું તે માનીશ. પરંતુ આ સમાચાર પર વિશ્વાસ કરી શકાય નહીં, હું પોતે પણ ગત વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહી છું.
કોણ છે રોઝલીન ખાન ?: રોઝલીન એક મોડલ છે અને તેણે પોતાની કારકિર્દીની શરૂઆત મોડલિંગથી કરી હતી. તે પ્રાણી અધિકાર સંગઠન PETA સાથે સંકળાયેલી મોડેલ છે. વર્ષ 2013માં, તેણીએ ફિલ્મ ધમા ચૌકડીથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતું. ત્યાર બાદ તેણે વર્ષ 2013માં જ ફિલ્મ 'સવિતા ભાભી' કરી હતી. વર્ષ 2016 માં, તે જી લેને દો એક પલ ફિલ્મમાં નજરે પડી હતી. ત્યારબાદ વર્ષ 2018માં તે ટીવી શો ક્રાઈમ એલર્ટમાં જોવા મળી હતી. અભિનેત્રીને થોડા વર્ષો પહેલા જ સ્તન કેન્સર થયું હતું.