હૈદરાબાદઃ સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અને અમિતાભ બચ્ચન સ્ટારર એક્શન ડ્રામા ફિલ્મ વેટ્ટૈયન રિલીઝ થવા જઈ રહી છે. લગભગ 33 વર્ષ પછી, રજનીકાંત અને અમિતાભ બચ્ચન ફરી એકવાર પડદા પર સાથે પાછા ફર્યા છે. બંને સુપરસ્ટારના ચાહકો ફિલ્મ વેટ્ટૈયનની રાહ જોઈ રહ્યા છે. વેટ્ટૈયન 10મી ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. આ પહેલા રજનીકાંતે પોતાના સુપરસ્ટાર કો-સ્ટાર વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. રજનીકાંતને અમિતાભ બચ્ચનના એ દિવસો યાદ આવ્યા છે, જ્યારે તેઓ કંગાળ થઈને રસ્તા પર આવી ગયા હતા.
રજનીકાંતનો બિગ બી વિશે ખુલાસો: રજનીકાંતે ફિલ્મ વેટ્ટૈયનના ઑડિયો લૉન્ચ ઈવેન્ટમાં અમિતાભ બચ્ચન વિશે ખુલાસો કર્યો હતો કે, પીક કેરિયર દરમિયાન બિગ બી બધું છોડીને પહાડોમાં સ્થાયી થવાના હતા, પરંતુ તેમણે પોતાની પ્રોડક્શન કંપની ABCL બનાવી અને કમનસીબે તેમની ફિલ્મ પ્રોડક્શન કંપની નાદાર થઈ ગઈ અને દેવાના બોજ હેઠળ દબાયેલા હોવાને કારણે તેમને તેમનો જુહુનો બંગલો તેમજ મુંબઈમાં આવેલી તેમની ઘણી મિલકતો વેચવી પડી હતી, પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક લોકો અમિતાભ બચ્ચનના ડૂબવાથી ખુશ હતા, પરંતુ તે પોતાનું દેવું ઉતારવા માટે દિવસમાં 18-18 કલાક કામ કરતા હતા.
કેવી રીતે બદલાયું અમિતાબ બચ્ચનનું નસીબ: તમને જણાવી દઈએ કે, વર્ષ 2000માં યશ ચોપરાએ અમિતાભ બચ્ચનને ફિલ્મ મોહબ્બતેંમાં કાસ્ટ કર્યા હતા અને અહીંથી તેમનું નસીબ બદલાઈ ગયું. રજનીકાંતે જણાવ્યું, 'એક દિવસ તેઓ મંકી કેપ પહેરીને યશ ચોપરાના ઘરે પહોંચ્યા, તેમણે યશ પાસે કામ માંગ્યું, યશે એક ચેક કાઢ્યો અને આપી દીધો, પરંતુ અમિતજીએ તે લેવાની ના પાડી દીધી, અને કહ્યું, હું કામના બદલામાં જ આ લઈશ, આ રીતે અમિતજીને ફિલ્મ મોહબ્બતેં મળી, જે પછી તેમને કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરવાનો સુવર્ણ મોકો મળ્યો.'
બીમાર હોવા છતાં 18-18 કલાક કામ કર્યું: રજનીકાંતે વધુમાં કહ્યું કે, ખરાબ દિવસોમાં અમિતજીએ તમામ પ્રકારની જાહેરાતો કરી, જ્યારે મુંબઈમાં લોકો તેમને જોઈને હસવા લાગ્યા, ત્રણ વર્ષથી બીમાર હોવા છતાં અમિતજીએ દિવસમાં 18-18 કલાક કામ કર્યું, આ રીતે તેમણે લોન ચૂકવી, જૂનું ઘર પાછું મેળવ્યું, અને એ જ ગલીમાં ત્રણ નવા મકાનો પણ ખરીદ્યા, તેથી તે અમિતાભ બચ્ચન છે જે આજે 82 વર્ષની ઉંમરે દિવસમાં 10 કલાક કામ કરે છે.
આ પણ વાંચો: