ETV Bharat / entertainment

'પુષ્પા 2' ફાયર હૈ ! 2 દિવસમાં 400 કરોડની કમાણી, ભારતમાં રૂ. 250 કરોડ પાર - PUSHPA 2 BOX OFFICE

પુષ્પા 2 પ્રથમ વીકએન્ડમાં સરળતાથી રૂ. 500 કરોડનો આંકડો પાર કરશે. ફિલ્મે બે દિવસમાં 400 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

પુષ્પા 2
પુષ્પા 2 (MOVIE POSTER)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 7, 2024, 1:08 PM IST

હૈદરાબાદ: 'પુષ્પા 2: ધ રુલ' બોક્સ ઓફિસ કલેક્શન ડે 2: દક્ષિણ ફિલ્મોના સુપરસ્ટાર અલ્લુ અર્જુને પોતાની એક્શન ડ્રામા ફિલ્મ 'પુષ્પા 2' ની કમાણીથી બોક્સ ઓફિસ પર સફળતાનો ધ્વજ પહેલા દિવસથી જ લગાવી દીધો છે. આશરે 350 કરોડના બજેટમાં બનેલી 'પુષ્પા 2'એ ઓપનિંગ ડેના કલેક્શનથી જ પોતાનું 90 ટકા મેકિંગ બજેટ કવર કરી લીધું હતું. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની જોડી દર્શકોનું ખૂબ જ મનોરંજન કરી રહી છે. પુષ્પા 2 એ પહેલા દિવસથી જ વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ પર 294 કરોડ રુપિચાનો બિઝનેસ કર્યો છે. ફિલ્મ 'પુષ્પા 2' એ પહેલા દિવસથી ભારતમાં હિન્દી બેલ્ટમાં આશરે 72 કરોડ રુપિયાનો કારોબાર કર્યો હતો. ફિલ્મે બીજા દિવસે કેટલું કલેક્શન કર્યું અને કુલ કલેક્શન શું હતું આવો જાણીએ.

પુષ્પાએ ભારતમાં 250 કરોડ રુપિયાથી વધારે કમાણી કરી

તમને જણાવી જઇએ કે, પુષ્પા 2 ભારતની બધી જ ભાષામાં 174.9 કરોડ રુપિયાથી ખાતું ખોલ્યું છે. બીજા દિવસે ભારતમાં પુષ્પાએ 90.10 કરોડ રુપિયાનું નેટ કલેક્શન કર્યું હતું, સૈકનિલ્ક અનુસાર. ત્યારે ભારતમાં પુષ્પાનું નેટ કલેક્શન 2 દિવસમાં 250 કરોડ રુપિયાને પાર કરી જશે. પુષ્પા 2 નું સ્થાનિક બોક્સ ઓફિસ પર કુલ નેટ કલેક્શન 265 કરોડ થઇ ગયું છે. ત્યારે પુષ્પા 2 એ વર્લ્ડ વાઇડ 2 દિવસમાં જ 400 કરોડનો આંકડો પાર કરી લીધો છે. તમને જણાવી દઇએ કે, બીજા દિવસની કમાણીથી પુષ્પા 2 એ શાહરુખ ખાનની ફિલ્મ જવાન સહિત બધી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. જવાને બીજા દિવસે ભારતમાં 70 કરોડ રુપિયાથી વધારેની કમાણી કરી હતી.

ભારતીય સિનેમાની તમામ ફિલ્મોના રેકોર્ડ તૂટી ગયા

પુષ્પા 2 એ રામ ચરણ અને જુનિયર NTR સ્ટારર માસ એક્શન ફિલ્મ RRRના ઓપનિંગ ડે કલેક્શનનો રૂ. 225 કરોડનો રેકોર્ડ તોડ્યો છે. પુષ્પા વર્લ્ડવાઇડ ભારતીય અને દક્ષિણ સિનેમાની સૌથી મોટી ઓપનર બની ગઈ છે અને અલ્લુ અર્જુનની કારકિર્દીની સૌથી મોટી ઓપનર પણ બની ગઈ છે. તમને જણાવી દઈએ કે, પુષ્પા 2 એ ભારતીય ફિલ્મ ઉદ્યોગની તમામ સૌથી મોટી ઓપનિંગ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. તમને જણાવી દઈએ કે, સુકુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ પુષ્પા 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. ફિલ્મ પુષ્પા આજે રિલીઝના ત્રીજા દિવસે અને વીકેન્ડમાં રૂ. 500 કરોડથી વધુનું કલેક્શન કરવા જઈ રહી છે.

આ પણ વાંચો:

  1. 'પુષ્પા 2' સહિત 4 ફિલ્મોએ ભારતમાં 100 કરોડની કમાણી કરી, કોણ તોડશે અલ્લુ અર્જુનનો રેકોર્ડ?
  2. હૈદરાબાદમાં 'પુષ્પા 2'ના પ્રીમિયર શો દરમિયાન નાસભાગ મચી, 1 મહિલાનું મોત, અનેક ઘાયલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.