મુંબઈ: 'OMG-2' એક્ટર પંકજ ત્રિપાઠીના ઘરે એક દુઃખદ ઘટના બની છે. તેની બહેન સરિતા તિવારી અને બનેવી રાજેશ તિવારી ઉર્ફે મુન્ના તિવારી ગયા શનિવારે (20 એપ્રિલ) સાંજે લગભગ 4 વાગ્યે એક માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. દુર્ભાગ્યે, રાજેશ તિવારીનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું, જ્યારે સરિતા તિવારી ગંભીર રીતે ઘાયલ છે. હાલ સરિતાની ધનબાદ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
અકસ્માત સાંજે 4 વાગ્યાની આસપાસ થયો: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અકસ્માત દિલ્હી-કોલકાતા નેશનલ હાઈવે-2 પર નિરસા માર્કેટમાં સાંજે 4 વાગ્યાની આસપાસ થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, રાજેશ અને સરિતા બિહારના ગોપાલગંજથી પશ્ચિમ બંગાળના ચિતરંજન જઈ રહ્યા હતા. પંકજના બનેવી રાજેશ તિવારી ઉર્ફે મુન્ના તિવારી કાર ચલાવતા હતા. જ્યારે બહેન સવિતા કારમાં સવાર હતા.
કાર ડિવાઈડર સાથે અથડાઈ: નિરસા માર્કેટ ચોક પહોંચતા પહેલા તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેના કારણે કારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ પોલીસને અકસ્માતની જાણ કરી, ત્યારબાદ રાજેશ અને સરિતાને ધનબાદ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરે રાજેશને મૃત જાહેર કર્યો. સાથે જ સરિતાની હાલત ગંભીર હોવાનું જણાવાયું હતું. તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બહેનને પગમાં ફ્રેક્ચર થયું છે: સમાચાર એજન્સીને સરિતાની સ્થિતિ વિશે માહિતી આપતાં, SNMMCHના ઇમરજન્સી એચઓડી ડૉ. દિનેશ કુમાર ગિન્દૌરિયાએ કહ્યું કે, પંકજ ત્રિપાઠીની બહેનને પગમાં ફ્રેક્ચર થયું છે. હાલ તેઓ ખતરાની બહાર છે.