ETV Bharat / entertainment

કિરણ રાવની કોમેડી ડ્રામા લાપતા લેડીઝ 97માં ઓસ્કાર એવોર્ડ્સમાં સામેલ થઈ - Laapataa Ladies In Oscars 2025

author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

કિરણ રાવની કોમેડી ડ્રામા લાપતા લેડીઝ 97માં ઓસ્કાર એવોર્ડ્સમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મને બેસ્ટ ફોરેન લેંગ્વેજ કેટેગરીમાં પસંદ કરવામાં આવી છે. લાપતા લેડીઝને વિવેચકો અને પ્રેક્ષકો તરફથી ઘણો પ્રેમ મળ્યો અને ઘણા એવોર્ડ્સ પણ જીત્યા, હવે આખરે ઓસ્કાર 2025માં તેની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે. Laapataa Ladies In Oscars 2025

લાપતા લેડિઝ ફિલ્મ
લાપતા લેડિઝ ફિલ્મ ((Film Poster))

મુંબઈ: કિરણ રાવની કોમેડી ડ્રામા લાપતા લેડીઝ 97માં ઓસ્કાર એવોર્ડ્સમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મને બેસ્ટ ફોરેન લેંગ્વેજ કેટેગરીમાં પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્દેશન કિરણ રાવ દ્વારા કરવામાં આવ્યું છે અને આમિર ખાન તેના સહ-નિર્માતા છે. ફિલ્મ આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થઈ હતી અને દર્શકોને ખૂબ પસંદ આવી હતી. ફિલ્મમાં નિતાંશી ગોયલ, પ્રતિભા રાંતા, સ્પર્શ શ્રીવાસ્તવ, છાયા કદમ અને રવિ કિશન મહત્વની ભૂમિકામાં છે. હાલમાં જ કિરણ રાવે કહ્યું હતું કે, લાપતા લેડીઝ ઓસ્કારમાં જાય તે તેનું સપનું છે. જે પછી ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સભ્યો ચેન્નાઈમાં એકઠા થયા અને જાહેરાત કરી કે તેઓ 97માં એકેડેમી એવોર્ડ્સમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે લાપતા લેડીઝને મોકલી રહ્યાં છે.

આમિર ખાન પ્રોડક્શન અને કિંડલિંગ પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'લાપતા લેડીઝ'થી કિરણ રાવ ધોબીઘાટ બાદ દિગ્દર્શનમાં પરત ફર્યા છે. તેની થિયેટરમાં રિલીઝ પહેલાં, ફિલ્મ 2023 માં ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF) માં દર્શાવવામાં આવી હતી. તેને ફેસ્ટિવલમાં હાજર પ્રેક્ષકો તરફથી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું.

95મો એકેડેમી એવોર્ડ ભારત માટે ખૂબ જ ખાસ હતો કારણ કે SS રાજામૌલીના RRR ના ગીત નાટુ નાટુએ શ્રેષ્ઠ મૂળ ગીત માટે એકેડેમી એવોર્ડ જીત્યો હતો. ભારતે દસ્તાવેજી વિભાગમાં પણ જીત મેળવી હતી, જેમાં ધ એલિફન્ટ વ્હીસ્પર્સ શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી (શોર્ટ) જીત્યા હતા. શૌનક સેનની ઓલ ધેટ બ્રેથ્સને પણ બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર માટે નોમિનેશન મળ્યું હતું પરંતુ તે જીતી શકી નહોતી.

આ પણ વાંચો:

  1. '143 ફિલ્મો...', સાઉથના મેગાસ્ટાર ચિરંજીવીનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું, આમિર ખાનના હાથે સન્માન - Chiranjeevi Guinness World Record
  2. ગૌરવની ક્ષણ.... અમદાવાદની રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો તાજ પહેર્યો - Miss Universe India 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.