મુંબઈ : બોલિવૂડમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનું નિધન થઈ ગયું હોવાના અહેવાલ છે. મલાઈકા અરોરાના પૂર્વ પતિ અને અભિનેતા અરબાઝ ખાન તેના ઘરે પહોંચ્યા હતા. તે જ સમયે, મલાઈકાના ઘરે સંબંધીઓની ભીડ એકઠી થઈ ગઈ છે.
Maharashtra | Father of actress-model Malaika Arora died by suicide by jumping off a terrace. Police team is present at the spot: Mumbai Police
— ANI (@ANI) September 11, 2024
મલાઈકાના પિતાએ કરી આત્મહત્યા : આ મામલે મુંબઇ પોલીસનું નિવેદન સામે આવ્યું છે. મુંબઈ પોલીસે કહ્યું છે કે, 'એક્ટ્રેસ-મોડલ મલાઈકા અરોરાના પિતાએ ટેરેસ પરથી કૂદીને આત્મહત્યા કરી છે. પોલીસ ટીમ ઘટનાસ્થળે હાજર છે. અભિનેત્રીના પિતાએ કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાબા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
પૂર્વ પતિ અરબાઝ મળવા પહોંચ્યા ? બીજી તરફ મલાઈકા અરોરાના ઘરની બહારના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં મલાઈકાના પૂર્વ પતિ-એક્ટર અરબાઝ ખાનને તેના ઘરની બહાર જોઈ શકાય છે. સાથે જ પોલીસની ટીમ પણ સ્થળ પર હાજર છે.
Watch: Actress Malaika Arora’s father, Anil Arora, died by suicide on Wednesday morning.
— IANS (@ians_india) September 11, 2024
It is reported that Anil Arora jumped from the terrace of a seven-storey building in Bandra, Mumbai, at around 9:00 AM pic.twitter.com/WshGXvffuM
આત્મહત્યા કે અકસ્માત ? IANS રિપોર્ટ અનુસાર, મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ બુધવારે સવારે આત્મહત્યા કરી હતી. જો કે, કેટલાક અહેવાલો દાવો કરે છે કે તે એક અકસ્માત હતો. ઘણા અહેવાલ કહે છે કે, અનિલ અરોરાએ બુધવારે સવારે લગભગ 9 વાગે મુંબઈના બાંદ્રામાં પોતાના એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી કૂદકો માર્યો હતો.
મલાઈકાનો પરિવાર : હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં મલાઈકાએ પોતાના પરિવાર વિશે ખુલીને વાત કરતા કહ્યું, 'જ્યારે હું 11 વર્ષની હતી ત્યારે મારા માતા-પિતાએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો. જોકે, મારું બાળપણ ભલે અદ્ભુત રહ્યું, તે સરળ નહોતું. તેમના અલગ થયા પછી મારું જીવન અશાંત બની ગયું. મારા માતા-પિતાના અલગ થવાથી મને મારી માતાને નવા દ્રષ્ટિકોણથી જોવાની તક મળી.
માતા-પિતાથી અલગ થયા પછી મલાઈકા તેની માતા અને બહેન અમૃતા અરોરા સાથે ચેમ્બુર રહેવા ગઈ હતી. તેની માતા જોયસ પોલીકાર્પ મલયાલી ખ્રિસ્તી છે, જ્યારે તેના પિતા અનિલ અરોરા પંજાબી પરિવારમાંથી હતા. તે ઇન્ડિયન મર્ચન્ટ નેવીમાં નોકરી કરતા હતા.