ETV Bharat / entertainment

વિવાદિત ઓટીટી ફિલ્મ 'મહારાજ' પરથી ગુજરાત હાઇકોર્ટે સ્ટે હટાવ્યો, ટૂંક સમયમાં થશે રિલીઝ - Maharaja Film Controversy

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 21, 2024, 7:04 PM IST

Updated : Jun 21, 2024, 7:41 PM IST

ગુજરાત હાઇકોર્ટે વિવાદિત ફિલ્મ 'મહારાજ ઉપરથી સ્ટે હટાવ્યો, યશરાજ ફિલ્મ્સ અને નેટફલિકસને રાહત Maharaja Film Controversy Gujarat High Court Yashraj Films Netflix

Etv BharatMAHARAJA FILM CONTROVERSY
Etv BharatMAHARAJA FILM CONTROVERSY (Etv Bharat)

અમદાવાદઃ સિલ્વર સ્ક્રીનના પરફેક્ટ એક્ટર આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની ડેબ્યૂ ફિલ્મ મહારાજ રીલીઝ થતાં પહેલા જ વિવાદોનો શિકાર બની ગઈ છે! આ વિવાદ છેક કોર્ટ સુધી પહોંચી ગયો અને હવે 'મહારાજની રિલિઝને લઈને રાહતના સમાચાર આવ્યા છે! આ ફિલ્મ ઉપર કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો હતો. ફિલ્મમાં એક ચોક્કસ સમુદાયની ધાર્મિક લાગણી દુભાય તેવી બાબત હોવાની રજૂઆત કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. પરંતુ શુક્રવારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા 'મહારાજ' ફિલ્મ ઉપરથી સ્ટે હટાવી લેતા યશરાજ બેનર અને નેટફલિકસ માટે રાહતના સમાચાર આવ્યા છે! ગુજરાત હાઇકોર્ટએ નોંધ્યું છે કે અભિવ્યક્તિના બંધારણીય અધિકાર ઉપર યોગ્ય કાયદાકીય અંકુશ વગર કોઈ રોક હોઇ શકે નહીં. ફિલ્મમાં ધાર્મિક લાગણી દુભાય એવી કોઈ બાબત છે નહીં! એટલે આ ફિલ્મ રીલીઝ થઈ શકશે!

વિવાદ શા માટે ઊભો થયો?: ગુજરાતનાં બ્રાહ્મણ અને વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ પોતાની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનો આરોપ આ ફિલ્મના કન્ટેન્ટ વિષે લગાવ્યો હતો. આ સંપ્રદાયના લોકોના જણાવ્યા અનુસાર આ ફિલ્મમાં સનાતન ધર્મ અને હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ ઝેર ફેલાવવામાં આવ્યું છે. ફિલ્મના નિર્માતાઓને તેઓએ ચેતવણી પણ આપી હતી કે જો આ ફિલ્મ ઉપર પ્રતિબંધ લગાવવામાં નહીં આવે તો દેશભરમાં હિંસક આંદોલનો કરવામાં આવશે. આ ફિલ્મનો વિરોધ કરનાર સમુદાયના મતે ફિલ્મમાં શ્રી વલ્લભાચાર્યજી અને ભગવાન શ્રી કૃષ્ણ વિરુદ્ધ ઘણાં દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે.

'મહારાજ'ફિલ્મની પૃષ્ઠભૂમિ: જયદીપ અહલાવત અને જુનૈદ ખાનના અભિનિત ફિલ્મ 'મહારાજ' એક સત્ય ઘટના આધારિત વિષયને રજૂ કરે છે. આ ફિલ્મ 1862ના મહારાજ માનહાનિ કેસની સત્ય ઘટનાથી પ્રેરિત છે. ભારતની સૌથી અગત્યની કાયદાકીય લડાઈમાંથી એક આ કેસની ગણના થાય છે. પત્રકાર અને સમાજ સુધારક કરસનદાસ મૂળજીની ભૂમિકા આ ફિલ્મમાં જુનૈદ ખાન ભજવી રહ્યા છે. વલ્લભાચર્ય સંપ્રદાયના પ્રમુખોમાંથી એક જદુનાથજી બૃજરતનજી મહારાજની ભૂમિકામાં અહલાવત નજરે પડશે. ધાર્મિક નેતા બૃજરતનજી મહારાજના કથિત જાતીય દુરાચારને ઉજાગર કરવા માટે વાસ્તવિક જીવનના પત્રકાર કરસનદાસ મૂળજી વચ્ચે લડાઇ લડવામાં આવી હતી તે જ આ અગત્યનો કેશ હતો. જેને 'મહારાજ લિબેલ કેસ'- ના નામે ઓળખવામાં આવે છે.

Last Updated : Jun 21, 2024, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.