ETV Bharat / entertainment

સેન્સર બોર્ડે કંગના રનૌતની 'ઇમરજન્સી'ને આપી લીલી ઝંડી, ટૂંક સમયમાં જાહેર થશે રિલીઝ ડેટ - KANGANA RANAUT EMERGENCY

કંગના રનૌતે હાલમાં એક નિવેદનમાં જણાવ્યું કે, તેની ફિલ્મ 'ઇમરજન્સી'ને સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ મળી ગયું છે. રિલીઝ ડેટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

કંગના રનૌતની ઇમરજન્સી ફિલ્મની રિલીઝ ડેટ ટૂંક સમયમાં જાહેર થશે
કંગના રનૌતની ઇમરજન્સી ફિલ્મની રિલીઝ ડેટ ટૂંક સમયમાં જાહેર થશે (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 19, 2024, 10:11 AM IST

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીની રિલીઝ વચ્ચે ઘણા ઉતાર-ચઢાવ આવી રહયા હતા, પરંતુ હવે ફિલ્મની મુશ્કેલીઓનો અંત આવી રહ્યો છે તેમ જણાય છે. કારણ કે આખરે સેન્સર બોર્ડે તેને ઈમરજન્સી સર્ટિફિકેટ આપી દીધું છે. કંગનાએ તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તે ફિલ્મની રિલીઝ ડેટ ટૂંક સમયમાં જાહેર કરશે. કંગનાએ તેના ચાહકોનો આટલો પ્રેમ અને સમર્થન કરવા બદલ આભાર માન્યો હતો.

કંગનાએ સોશિયલ મીડિયા પર સારા સમાચાર આપ્યા છે: કંગના રનૌતે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું હતું કે, તેની ફિલ્મ ઇમરજન્સીને સેન્સર બોર્ડ તરફથી પ્રમાણપત્ર મળી ગયું છે અને તે ટૂંક સમયમાં રિલીઝ ડેટની જાહેરાત કરશે. તેણે X પર લખ્યું કે - 'અમને જાહેરાત કરતાં આનંદ થાય છે કે અમારી ફિલ્મ ઈમરજન્સીને સેન્સર સર્ટિફિકેટ મળી ગયું છે. અમે ટૂંક સમયમાં જ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરીશું. તમારા પ્રેમ અને સમર્થન બદલ આભાર.'

વિવાદ બાદ ફિલ્મમાં ઘણા ફેરફારો થયા છે: તમને જણાવી દઈએ કે, સેન્સર બોર્ડે ફિલ્મમાં લગભગ 13 કટ અને ફેરફારો કરવાનું કહ્યું હતું, જેના માટે નિર્માતાઓ સંમત થયા હતા અને ફિલ્મને UA પ્રમાણપત્ર સાથે પાસ કરી હતી. તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે 14મી નવેમ્બરે યોજાનારી પંજાબની ચૂંટણી પછી ઈમરજન્સી ફિલ્મ રીલીઝ થઈ શકે છે.

અહીં જાણવા જેવી બાબત એ છે કે, વાસ્તવમાં ઈમરજન્સીનું ટ્રેલર રિલીઝ થયા બાદથી શીખ સમુદાય તેની વિરુદ્ધ ઉભો છે. આથી આ ફિલ્મની રિલીઝ ડેટ 14 નવેમ્બર પછી રાખવામાં આવી શકે છે.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે? તમને જણાવી દઈએ કે, કંગનાએ પોતે ઈમરજન્સીનું નિર્દેશન કર્યું છે અને આ ફિલ્મમાં તેણે ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો રોલ કર્યો છે. આ ફિલ્મ 1975માં દેશમાં લાદવામાં આવેલી ઈમરજન્સી વિશે છે. અગાઉ ઇમરજન્સી ફિલ્મ 14 જૂને રિલીઝ થવાની હતી, પરંતુ લોકસભા ચૂંટણીને કારણે તેની તારીખ 6 સપ્ટેમ્બર સુધી મોકૂફ રાખવામાં આવી હતી. જે બાદ તેની સામે વિવાદ ઊભો થયો અને ફિલ્મ રિલીઝ થઈ શકી નહીં. પરંતુ હવે ફિલ્મ પરથી મુશ્કેલીના વાદળો હટી ગયા છે અને સેન્સર બોર્ડે તેને સર્ટિફિકેટ આપી દીધું છે. આમ, કંગના અને મેકર્સ ટૂંક સમયમાં રિલીઝ ડેટની જાહેરાત કરશે.

આ પણ વાંચો:

  1. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પર બનશે વેબ સિરીઝ, જાણો ક્યારે રિલીઝ થશે ફર્સ્ટ લુક ?
  2. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ ભારતીય બોલિવૂડના ચાહક, જાણો શું કહ્યું...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.