ETV Bharat / entertainment

ગુજરાતી ફિલ્મ 'સાસણ'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, સિંહો-ગીરના માલધારીઓ વચ્ચેની અતૂટ મિત્રતા દેખાશે - GUJARATI FILM SASAN

ફિલ્મના ટ્રેલરમાં તમને ગીરના જંગલની લીલોતરી અને સુંદર દ્રશ્યો જોવા મળે છે. ગીરના જંગલના શૂટ થયેલી આ ફિલ્મ એક રહસ્યમય સત્ય ઘટના પર આધારિત છે.

સાસણ ફિલ્મનું ટ્રેલર રિલીઝ
સાસણ ફિલ્મનું ટ્રેલર રિલીઝ (instagram/sasanmovie)
author img

By ETV Bharat Entertainment Team

Published : Nov 2, 2024, 3:42 PM IST

Updated : Nov 2, 2024, 9:17 PM IST

અમદાવાદ: સમગ્ર દુનિયામાં એશિયાટિક સિંહોના એકમાત્ર ઘર એવા સાસણ-ગીર પર બનેલી ગુજરાતી ફિલ્મ 'સાસણ'નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. ફિલ્મમાં ગીરના જંગલમાં રહેતા માલધારીઓ અને સિંહો વચ્ચેના સંબંધને દર્શાવવામાં આવ્યો છે. જેનું 2 મિનિટ 37 સેકન્ડનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ આગામી 22મી નવેમ્બરના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ કરવામાં આવશે.

શું છે 'સાસણ' ફિલ્મની સ્ટોરી?
ફિલ્મના ટ્રેલરમાં તમને ગીરના જંગલની લીલોતરી અને સુંદર દ્રશ્યો જોવા મળે છે. ગીરના જંગલના શૂટ થયેલી આ ફિલ્મ એક રહસ્યમય સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મમાં તમને માલધારી અને સિંહો કેવી રીતે એકસાથે જંગલમાં રહે છે તે જોવા મળશે. સાથે જ ફિલ્મમાં તમને સુંદર સંગીત પણ જોવા મળે છે. હાલ ફિલ્મનું ટ્રેલર ઘણા દર્શકોને પણ પસંદ આવી રહ્યું છે. જોકે ફિલ્મ રિલીઝ થાય ત્યારે થિયેટરમાં તેને કેવો પ્રતિસાદ મળે છે તે ખાસ જોવાનું રહેશે.

ફિલ્મની સ્ટાર કાસ્ટમાં કયા-કયા એક્ટરનો સમાવેશ?
ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો તેમાં ચેતન ધાનાણી, અંજલિ બારોટ, રાગીની શાહ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. આ સાથે જ અન્ય કલાકારોની વાત કરીએ તો મેહુલ બુચ, મૌલિક નાયક, ચિરાગ જાની, રતન રંગવાણી, નિલેશ પરમાર, શ્રીદેવેન તારપરા, અંકિતા સુહાગીયા સહિતના કલાકારો છે. ફિલ્મને અશોક ઘોશે ડાયરેક્ટ કરી છે અને કિરીટ પટેલે તેને લખી છે. તો ફિલ્મને સંગીત મેહુલ સુરતીએ આપ્યું છે.

આ પણ વાંચો:

  1. "નવા વર્ષના રામ રામ !" નુતન વર્ષ નિમિત્તે ગુજરાતવાસીઓને PM, CMએ આપી શુભકામનાઓ....
  2. ડાકોરના ઠાકોરનો અન્નકૂટ લૂંટાયો, ભાવિકોમાં લૂંટની અનોખી પરંપરા- Video

Last Updated : Nov 2, 2024, 9:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.