ETV Bharat / entertainment

'કલ્કી 2898 AD'નું પહેલું ગીત રિલીઝ, દિલજીત દોસાંઝ સાથે પંજાબી લુકમાં પ્રભાસ - Bhairava Anthem Song Release - BHAIRAVA ANTHEM SONG RELEASE

પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ કલ્કી 2898 ADનું પહેલું ગીત આજે 17મી જૂને રિલીઝ થયું છે. આ ગીતમાં પંજાબી દિલજીત અને સાઉથ સ્ટાર પ્રભાસની દમદાર જોડી જોવા મળી રહી છે.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 17, 2024, 4:25 PM IST

હૈદરાબાદ: પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ કલ્કી 2898 ADનું પહેલું ગીત 'ભૈરવા થીમ' પર છે, જેનો પ્રોમો 14 જૂને રિલીઝ થયો હતો. ત્યારથી ફિલ્મના ગીતોની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આવી સ્થિતિમાં, આજે 17 જૂને, ફિલ્મ કલ્કી 2898 એડીનું પહેલું ગીત લાંબી રાહ જોવડાવ્યા પછી રિલીઝ થયું છે. ભૈરવા થીમ સોંગ પંજાબી સ્ટાર દિલજીત દોસાંઝે પોતાના દમદાર અવાજમાં ગાયું છે. ગીતમાં પંજાબી દિલજીત અને સાઉથ સ્ટાર પ્રભાસની દમદાર જોડી જોવા મળી રહી છે. કલ્કિ 2898 એડીના નિર્માતાઓનું માનવું છે કે આ ગીત વર્ષ 2024નું સૌથી મોટું ગીત છે. હવે આ ગીતને ચાહકો તરફથી કેટલો પ્રેમ મળે છે તે તો આગામી 24 કલાકમાં ખબર પડશે.

કલ્કિ 2898 એડી ક્યારે રિલીઝ થશે?: તમને જણાવી દઈએ કે, ફિલ્મ કલ્કિ 2898 ADની રિલીઝની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. આ ફિલ્મને યુવા દિગ્દર્શક નાગ અશ્વિને ઘણી મહેનતથી ડિરેક્ટ કરી છે અને ફિલ્મમાં ઘણા સુપરસ્ટાર પણ જોવા મળવાના છે. આમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને દિશા પટણીની સાથે સાઉથના સુપરસ્ટાર કમલ હાસન ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા ભજવતા જોવા મળશે. તાજેતરમાં કલ્કી 2898 ADનું ટ્રેલર રિલીઝ થયું હતું અને તમામ સ્ટાર કાસ્ટના ફર્સ્ટ લુકએ ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.

તમને જણાવી દઈએ કે, નાગ અશ્વિન આ ફિલ્મ પર ઘણા સમયથી કામ કરી રહ્યો છે અને ઘણી વખત તેના પર હોલીવુડ ફિલ્મના લુક અને આર્ટ વર્કની ચોરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તે જ સમયે, ઘણી વખત રિલીઝ ડેટ મોકૂફ કર્યા પછી, હવે ફિલ્મ કલ્કી 2898 એડી આખરે 27 મી જૂનના રોજ રીલિઝ થવા જઈ રહી છે.

  1. કલ્કિ 2898 ADનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, પ્રભાસની અલગ જ સ્ટાઈલ, બિગ બી-દીપિકાએ જીત્યા ચાહકોના દિલ - Kalki 2898 AD Trailer

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.