હૈદરાબાદ: અલ્લુ અર્જુનની તાજેતરમાં સંધ્યા થિયેટરની બહાર એક મહિલાના મૃત્યુના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ અભિનેતાના પરિવાર વતી પુષ્પા 2 એક્ટરનાા સસરા પોલીસ સ્ટેશન પહોંચ્યયા હતા. ખરેખર, અલ્લુ અર્જુનના સસરાએ ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનની બહાર પોલીસને અંદર જવા માટે વિનંતી કરી. પોલીસ અલ્લુ અર્જુનને મેડિકલ ટેસ્ટ માટે ગાંધી હોસ્પિટલમાં લઈ ગઈ, ત્યારબાદ તેને નામપલ્લી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે પુષ્પા 2 સિનેમાઘરોમાં 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી પરંતુ ફિલ્મના પેઈડ પ્રિવ્યૂ 4 ડિસેમ્બરની રાત્રે રાખવામાં આવ્યા હતા. તે જ સમયે, અલ્લુ અર્જુનના આગમનને કારણે, સંધ્યા હૈદરાબાદના થિયેટરની બહાર ભાગદોડ મચી ગઈ હતી અને એક મહિલાનું મૃત્યુ થયું હતું.
અભિનેતાના સસરા પોલીસ સ્ટેશનની બહાર જોવા મળ્યા
અલ્લુ અર્જુનને પોલીસ ઉપાડી ગયા બાદ તેના સસરા પોલીસ સ્ટેશનની બહાર પહોંચ્યા અને પોલીસને પોલીસ સ્ટેશનની અંદર જવા વિનંતી કરી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે પોલીસને અંદર જવા માટે વિનંતી કરી રહ્યા છે પરંતુ મીડિયાના કોઈ સવાલનો જવાબ આપી રહ્યા નથી. અલ્લુ અર્જુનના સસરા મીડિયાના કોઈપણ સવાલનો જવાબ આપ્યા વગર પોલીસ સ્ટેશન ગયા.
#WATCH | Telangana: Actor Allu Arjun's father-in-law Kancharla Chandrasekhar Reddy arrives at the Chikkadpally police station in Hyderabad.
— ANI (@ANI) December 13, 2024
Allu Arjun has been brought here for questioning in connection with the case of death of a woman at Sandhya theatre on December 4. pic.twitter.com/ojUDX4WO3y
ચિરંજીવી અલ્લુ અર્જુનના ઘરે પહોંચ્યા
અલ્લુ અર્જુન મેડિકલ ટેસ્ટ બાદ નામપલ્લી કોર્ટમાં હાજર થયો હતો. અહીં ચિરંજીવી તેની પત્ની સાથે પુષ્પા 2 સ્ટારના ઘરે ગયા જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Megastar #Chiranjeevi reached #AlluArjun home as police requested not to reach the hospital or police station due to law and order issues. pic.twitter.com/hgHgDRLAbT
— WC (@whynotcinemasHQ) December 13, 2024
મેડીકલ બાદ અભિનેતા કોર્ટમાં હાજર થયો હતો
અલ્લુ અર્જુનનો ગાંધી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસ પુષ્પા 2 સ્ટારને નામપલ્લી કોર્ટમાં લઈ ગઈ હતી.
શું છે સમગ્ર મામલો
પુષ્પા 2- 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ. વધતી માંગને કારણે, નિર્માતાઓએ 4 ડિસેમ્બરની રાત્રે પેઇડ પ્રિવ્યુ ચલાવ્યા, જેના કારણે થિયેટરોમાં ભારે ભીડ હતી. તે જ સમયે અલ્લુ અર્જુન હૈદરાબાદના સંધ્યા થિયેટરની બહાર પહોંચ્યો હતો. જેના કારણે ભીડ કાબૂ બહાર ગઈ હતી અને ત્યાં નાસભાગ મચી ગઈ હતી. જે બાદ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને એમાં જ પોતાના બે બાળકો સાથે ફિલ્મ જોવા આવેલી એક મહિલાનું મોત થયું હતું. જેના પરિવારે અલ્લુ અર્જુન સામે કેસ કર્યો હતો અને હવે આજે 13મી ડિસેમ્બરે પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરીને તેને ઝડપી લીધો હતો.
અલ્લુ અર્જુને મહિલાના પરિવારની મદદ કરી
મહિલાનો પુત્ર પણ અકસ્માતમાં ઘાયલ થયો હતો અને તેને તાત્કાલિક CPR આપવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં પુષ્પા 2ની ટીમે 6 ડિસેમ્બરે મહિલાના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. અલ્લુ અર્જુને ઘાયલ છોકરાને મદદ કરવાનું વચન પણ આપ્યું હતું. તે છોકરાની હાલત હજુ પણ નાજુક છે અને તેની સારવાર ચાલી રહી છે.