ETV Bharat / entertainment

'પુષ્પા'ની મહિલા ચાહકના મૃત્યુ પર અલ્લુની મોટી જાહેરાત, સંવેદનશીલ પોસ્ટ સાથે કહી આ વાત... - ALLU ARJUN

અભિનેતાએ X પરની એક પોસ્ટમાં કહ્યું કે, તે શોકગ્રસ્ત પરિવારને આશ્વાસન આપવા માંગે છે કે તેઓ આ પીડાદાયક પરિસ્થિતિમાં એકલા નથી.

મહિલાના પરિવારને અલ્લુ અર્જુને 25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી
મહિલાના પરિવારને અલ્લુ અર્જુને 25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 7, 2024, 2:05 PM IST

હૈદરાબાદ: અભિનેતા અલ્લુ અર્જુને શુક્રવારે હૈદરાબાદના એક થિયેટરમાં 'પુષ્પા 2'ના પ્રીમિયર શોમાં અચાનક સરપ્રાઇઝ એન્ટ્રી આપી હતી. જે બાદ ભીડ બેકાબૂ થતાં ભીડમાં ઉપસ્થિત મહિલાની ગૂંગળામણથી મૃત્યુ થઈ હતી. જે માટે અલ્લુ અર્જુને પરિવારને 25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા એક વિડિયોમાં, 42 વર્ષીય અભિનેતાએ કહ્યું કે, તે શોકગ્રસ્ત પરિવારને આશ્વાસન આપવા માંગે છે કે તેઓ આ દુઃખદાયક પરિસ્થિતિમાં એકલા નથી અને તે પરિવારને રૂબરૂ મળશે.

તમને જણાવી દઈએ કે, અભિનેતા અલ્લુ અર્જુનની તાજેતરની ફિલ્મના પ્રીમિયર શો દરમિયાન અહીંના મૂવી થિયેટરમાં ભીડ વચ્ચે થયેલી ઝપાઝપીને કારણે બુધવારે 35 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું અને તેના પુત્રને ગૂંગળામણને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે મોટી સંખ્યામાં ચાહકો સંધ્યા થિયેટરમાં અલ્લુ અર્જુનની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા.

અલ્લુ અર્જુને એક વિડીઓમાં તેની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, "અમે ભલે ગમે તે કરીએ આ નુકસાન ક્યારેય ભરપાઈ કરી શકાશે નહીં. અમારા તરફથી, અમે કહેવા માંગીએ છીએ કે અમે ભાવનાત્મક રીતે તમારી સાથે છીએ. તમને ગમે તે મદદની જરૂર હોય, અમે તમારી સાથે છીએ અને ખાસ કરીને બાળકોની સુરક્ષા માટે સદ્ભાવના રૂપે 25 લાખ રૂપિયાની રકમ આપવા માંગુ છું, જો તેમને કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય, તો હું હંમેશા તેમના માટે હાજર રહીશ." તેણે વધુમાં કહ્યું કે, તે છોકરાનો તબીબી ખર્ચ ઉઠાવશે, જે હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

અર્જુને વધુમાં કહ્યું કે, તેને આ "દુ:ખદ ઘટના" વિશે બીજા દિવસે જ ખબર પડી અને ફિલ્મની આખી ટીમઆ ઘટના જાણ્યા બાદ દુઃખી થઈ ગઈ હતી.

તમને જણાવી દઈ કે, મૃતકના પરિવારની ફરિયાદના આધારે, ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 105 અને 118 (1) હેઠળ અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

અર્જુને એક પોસ્ટમાં કહ્યું કે, "સંધ્યા થિયેટરમાં બનેલી દુ:ખદ ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. હું આ અકલ્પનીય મુશ્કેલ સમયે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હું તેમને ખાતરી આપવા માંગુ છું કે તેઓ તેમના દુઃખમાં એકલા નથી અને હું તેમના પરિવાર સાથે રૂબરૂ મળીશ. તેઓ આ પડકારજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે હું તેમને દરેક રીતે મદદ કરવા માટે પ્રતિબદ્ધ છું."

અર્જુને લોકોને સિનેમા હોલમાં જતી વખતે સાવધાની રાખવાની અને ફિલ્મ જોયા પછી સુરક્ષિત ઘરે પરત ફરવાની સલાહ આપી હતી.

જાણવા જેવી બાબત એ છે કે, મહિલા સાથે આવેલા તેના આઠ વર્ષના છોકરાની હાલત નાજુક છે, તેની સારવાર કરી રહેલા હોસ્પિટલના ડોકટરોએ શુક્રવારે આ વિશે જણાવ્યું હતું.

હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "બાળકને સતત તાવ આવે છે, જેના માટે વધુ એન્ટિબાયોટિક્સની જરૂર છે. બાળકને NG (નાસોગેસ્ટ્રિક ટ્યુબ) ફીડ પર શરૂ કરવામાં આવ્યું છે, જે તે સારી રીતે સહન કરી રહ્યું છે. પેશાબમાં વધારો થવાની સંભાવના છે જો કે, તેની સ્થિતિ નાજુક રહે છે અને દર્દી સઘન દેખરેખ હેઠળ છે તબીબી ટીમ તેની તબિયાતને વધુ સ્થિર કરવા માટે કામ કરી રહી છે."

બાળક હાલમાં મિકેનિકલ વેન્ટિલેટર પર છે, તેને ન્યૂનતમ સેટિંગ અને ન્યૂનતમ આયોનોટ્રોપિક સપોર્ટની જરૂર છે, ન્યુરોલોજીકલ રીતે (GCS E3VTM4) સુધારો થઈ રહ્યો છે અને તેને કોઈ ક્લિનિકલ હુમલા થયા નથી.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સેન્ટ્રલ ઝોન) અક્ષંશ યાદવે પીટીઆઈને જણાવ્યું હતું કે, 'પોલીસ આ ઘટનાના સંદર્ભમાં વધુ પુરાવા એકત્ર કરી રહી છે.'

તમને જણાવી દઈએ કે, આજે ‘પુષ્પા 2’ ટીમ દ્વારા પ્રસ્તાવિત પ્રેસ કોન્ફરન્સ કોઈપણ કારણ આપ્યા વિના રદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:

  1. 'પુષ્પા 2' ફાયર હૈ ! 2 દિવસમાં 400 કરોડની કમાણી, ભારતમાં રૂ. 250 કરોડ પાર
  2. 'પુષ્પા 2' સહિત 4 ફિલ્મોએ ભારતમાં 100 કરોડની કમાણી કરી, કોણ તોડશે અલ્લુ અર્જુનનો રેકોર્ડ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.