ETV Bharat / entertainment

અક્ષય કુમારની આગામી ફિલ્મ 'સરફિરા'નું ટ્રેલર રિલીઝ, જાણો ક્યારે રીલિઝ થશે આ ફિલ્મ - Sarfira Trailer - SARFIRA TRAILER

અક્ષય કુમારની આગામી ફિલ્મ 'સરાફિરા'નું શાનદાર ટ્રેલર આજે 18મી જૂને રિલીઝ કરવામાં આવ્યું છે. જુઓ.

Etv BharatAkshay Kumar Upcoming Movie Sarfira
Etv BharatAkshay Kumar Upcoming Movie Sarfira (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 18, 2024, 12:46 PM IST

હૈદરાબાદ: અક્ષય અગાઉની એક્શન ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' ફ્લોપ થયા બાદ, અક્ષય કુમાર હવે ફિલ્મ 'સરફિરા' લઈને આવ્યા છે, જે સામાન્ય માણસનું એક રૂપિયામાં હવાઈ મુસાફરીનું સપનું પૂરું કરશે. ફિલ્મ 'સરફિરા' આવતા મહિને રિલીઝ થવા જઈ રહી છે. આ પહેલા આજે 18 જૂને ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ખાસ અને મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. ફિલ્મ 'સરાફિરા' સાઉથના સુપરસ્ટાર સૂર્યાની ફિલ્મ 'સૂરરાઈ પોત્રુ'ની સત્તાવાર હિન્દી રિમેક છે. સૂર્યા પોતે તેની સ્ટાર પત્ની જ્યોતિકા સાથે ફિલ્મ 'સરફિરા'નું નિર્માણ કરી રહ્યો છે. ફિલ્મ 'સરાફિરા'માં સૂર્યા અને જ્યોતિકાની ખાસ ઝલક પણ જોવા મળશે.

ફિલ્મનું ટ્રેલર લાજવાબ છે: ફિલ્મ સરફિરાની કહાની ખૂબ જ પ્રેરણાદાયી છે. સરફિરાના 2.30 મિનિટના ટ્રેલરે ફરી એકવાર અક્ષય કુમારના ચાહકોને આકર્ષ્યા છે. ટ્રેલરમાં અક્ષય કુમાર એક એરલાઈન્સ કંપની બનાવવા માંગે છે જે લોકોને એક રૂપિયામાં હવાઈ મુસાફરી કરવાની તક આપશે. જો કે અક્ષય કુમાર પણ લોકોના આ સપનાને સાકાર કરવા માટે ઘણી મુશ્કેલીઓ સામે લડતો જોવા મળશે. ફિલ્મમાં પરેશ રાવલની મહત્વની ભૂમિકા છે.

ફિલ્મમાં તે દેશની સૌથી મોટી એરલાઈન્સ કંપનીનો માલિક છે. તે જ સમયે, અક્ષય કુમાર એક્ટર પરેશ રાવલને પોતાની એરલાઇન્સ કંપની બનાવવાનો પ્રસ્તાવ મૂકે છે, પરંતુ પરેશ રાવલે પોતાના બિઝનેસ માઇન્ડથી અક્ષય કુમારના આ સપનાને ચકનાચૂર કરી નાખ્યું. અક્ષય કુમાર ફિલ્મ સરફિરામાં ગરીબ લોકોનું હવાઈ મુસાફરીનું સપનું પૂરું કરી શકશે કે નહીં તે તો થિયેટર જઈને જ ખબર પડશે.

આ ફિલ્મ ક્યારે રીલિઝ થશે: તમને જણાવી દઈએ કે, આ ફિલ્મનું નિર્દેશન સુધા કોંગારાએ કર્યું છે અને આ ફિલ્મ 12 જુલાઈના રોજ રીલિઝ થઈ રહી છે. ફિલ્મમાં અક્ષય કુમારની વિરુદ્ધ અભિનેત્રી રાધિકા મદન તેની પત્નીના રોલમાં જોવા મળશે.

  1. મહારાજ ફિલ્મની રિલીઝ પર સ્ટે મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી - Gujarat HC Hearing on Maharaj movie

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.