ETV Bharat / entertainment

વેબ સિરીઝ 'ધ ટ્રાયલ'ની આ અભિનેત્રીનું મોત, પોલીસને ફ્લેટમાંથી મળી આવી અનેક દિવસો જૂની લાશ - NOOR MALABIKA DAS - NOOR MALABIKA DAS

માયા નગરી મુંબઈમાં એક અભિનેત્રીના શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો છે. આ અભિનેત્રીએ ઘણી વેબ સિરીઝમાં કામ કર્યું હતું. 37 વર્ષીય અભિનેત્રીની લાશ પોલીસને લટકતી હાલતમાં મળી આવી હતી. અભિનેત્રીના પડોશીઓએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.

'ધ ટ્રાયલ'ની આ અભિનેત્રીનું મોત
'ધ ટ્રાયલ'ની આ અભિનેત્રીનું મોત (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 10, 2024, 3:48 PM IST

મુંબઈ: સોમવારે મનોરંજનની દુનિયામાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે જે વેબ સીરિઝ ધ ટ્રાયલની પ્રખ્યાત અભિનેત્રી અને પૂર્વ એર હોસ્ટેસ નૂર મલબીકા દાસના શંકાસ્પદ મૃત્યુની માહિતી સામે આવી છે. તે 37 વર્ષની હતી અને તેના અવસાનથી સમગ્ર મનોરંજન ઉદ્યોગમાં શોકની લહેર છે. પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, અભિનેત્રીનો મૃતદેહ લોખંડવાલામાં તેના ઘરેથી મળી આવ્યો હતો.

પોલીસને આશંકા છે કે, અભિનેત્રીએ આત્મહત્યા કરી હશે, જો કે, પોલીસ અન્ય પાસાઓથી પણ તપાસ આગળ વધારી રહી છે. પોલીસનું કહેવું છે કે, જો અભિનેત્રીએ આત્મહત્યા કરી હોય તો તેનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. હાલ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોલીસનું કહેવું છે કે, અભિનેત્રીએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે.

મીડિયા રિપોર્ટ અનુસાર, નૂર મલબીકા દાસના પડોશીઓએ તેના ફ્લેટમાંથી આવતી દુર્ગંધ અંગે પોલીસને જાણ કરી હતી. માહિતી બાદ જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો ફ્લેટનો દરવાજો તોડી નાખ્યો. અંદર જઈને ખબર પડી કે અભિનેત્રીનો મૃતદેહ લટકતો હતો. પોલીસે આખા ફ્લેટની તપાસ કરી અને નૂરની દવાઓ, તેનો મોબાઈલ ફોન અને એક ડાયરી મળી આવી.

  1. શપથ લીધાના થોડા કલાકો બાદ મંત્રી પદ છોડવા માંગે છે સુરેશ ગોપી, જાણો શું છે કારણ? - Suresh Gopi

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.